Data Entry Job Fraud: જો તમને ડેટા એન્ટ્રી જોબનો મેસેજ આવે તો રહો સાવધાન, જાણો કેવી રીતે સાયબર ઠગ કરે છે છેતરપિંડી

ડેટા એન્ટ્રીના નામે છેતરપિંડી થઈ રહી છે. આ કામ માટે લોકોને વર્ક ફ્રોમ હોમના નામે અને વધારે રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવે છે અને પછી તેઓને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવે છે. લોકોને સોશિયલ મીડિયાના જુદા-જુદા માધ્યમ દ્વારા મેસેજ મોકલવામાં આવે છે. ડેટા એન્ટ્રી માટે લોકો ઓનલાઈન જોબ પોર્ટલ પર પોતાનો બાયોડેટા અપલોડ કરે છે. સ્કેમર્સ તેમાંથી ડેટા મેળવી ફોન પર મેસેજ મોકલે છે.

Data Entry Job Fraud: જો તમને ડેટા એન્ટ્રી જોબનો મેસેજ આવે તો રહો સાવધાન, જાણો કેવી રીતે સાયબર ઠગ કરે છે છેતરપિંડી
Data Entry Job Fraud
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 2:00 PM

આ દિવસોમાં ઓનલાઈન જોબ ફ્રોડના (Cyber Crime) કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. ડેટા એન્ટ્રી (Data Entry Job Fraud) ઓપરેટરની નોકરીના નામે છેતરપિંડી થઈ રહી છે. આ કામ માટે લોકોને વર્ક ફ્રોમ હોમના નામે અને વધારે રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવે છે અને પછી તેઓને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવે છે. લોકોને સોશિયલ મીડિયાના જુદા-જુદા માધ્યમ દ્વારા મેસેજ મોકલવામાં આવે છે.

ઉંચા પગારની ઓફર કરે છે

ડેટા એન્ટ્રીની જોબ માટે લોકો ઓનલાઈન જોબ પોર્ટલ પર પોતાનો બાયોડેટા અપલોડ કરે છે. સ્કેમર્સ તેમાંથી ડેટા મેળવી ફોન પર મેસેજ મોકલે છે. ત્યારબાદ તે નંબર પર લોકોને ફોન કરવા માટે કહેવામાં આવે છે. ફોન પર ઠગ ઉંચા પગારની ઓફર કરે છે. રજીસ્ટ્રેશન ફી તરીકે રૂપિયા મોકલવાનું કહેવામાં આવે છે.

રૂપિયાની માંગણી કરવામાં આવે છે

રજીસ્ટ્રેશન બાદ ટાસ્ક આપવામાં આવે છે જે પૂરા કરવા પર થોડી રકમ તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્યારબાદ વધારે રૂપિયાની લાલચ આપી પેઈડ ટાસ્ક માટે કહેવામાં આવે છે. આ ઉપરાંત સિક્યોરીટી ડિપોઝિટ અને અન્ય ઔપચારિકતાના નામે રૂપિયાની માંગણી કરવામાં આવે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

કામમાં ઘણી ભૂલો કાઢે છે

આ ઉપરાંત તેઓ વધારે કામ આપે છે અને તેના માટે ખૂબ જ ઓછો સમય આપવામાં આવે છે અને આપેલા સમયમાં તે કામ કરવું અશક્ય હોય છે. તેમજ લોકો દ્વારા સબમિટ કરવામાં આવેલા કામમાં ઘણી ભૂલો કાઢે છે. તેથી સફળતા પૂર્વક કામ પૂર્ણ થાય તેવી શક્યતાઓ ઘણી ઓછી હોય છે. ત્યારબાદ સિક્યોરીટી ડિપોઝિટ તરીકે આપેલી રકમમાંથી રૂપિયા કાપી લેવામાં આવે છે.

ટાર્ગેટ પૂરા કરવાનું દબાણ

લોકોને 90 ટકા સુધીનો ટાર્ગેટ પૂરો કરવાનું કહેવામાં આવે છે, પરંતુ વેબસાઈટમાં એક સેટિંગ હોય છે જેના કારણે ટાર્ગેટ પૂરો કરી શકાતો નથી. જે બાદ લોકોએ ટાસ્ક માટે આપેલી રકમ પરત આપવામાં આવતી નથી. આ ઉપરાંત ટાર્ગેટ પૂરો ન કરવા બદલ લોકો પાસેથી દંડ તરીકે પણ રકમ વસૂલવામાં આવે છે.

આ પણ વાંચો : AI Video Call Fraud: વીડિયો કોલ દ્વારા લોકો સાથે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને શું સાવચેતી રાખવી

છેતરપિંડી કરનારાથી આવી રીતે બચો

જો કોઈ અજાણ્યા નંબર પરથી કોઈ મેસેજ આવે છે તો તેના પર ક્લિક કરશો નહીં. ડેટા એન્ટ્રી જોબ માટે આપેલી કોઈ લિંક પર ફોર્મ ભરવું નહીં. જો કોઈ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ ગ્રુપમાં એડ કરે તો તે ગ્રુપ છોડી દો. આ અંગે તમે તમારી ફરિયાદ ભારત સરકારની વેબસાઇટ cybercrime.gov.in પર કરી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">