Whatsappથી ફેલાઈ રહ્યો છે ખતરનાક મેલવેર, મેસેજ કરનારા પણ થઈ શકે છે શિકાર

|

Jan 31, 2021 | 7:08 PM

એક ખતરનાક Whatsapp  મેસેજ તમારા ફોનમાં વોર્મ (વાયરસ) ઈન્સ્ટોલ કરી શકે છે. આ એટલો ખતરનાક છે તમને મેસેજ કરનારા મિત્રને પણ તે શિકાર બનાવી શકે છે.

Whatsappથી ફેલાઈ રહ્યો છે ખતરનાક મેલવેર, મેસેજ કરનારા પણ થઈ શકે છે શિકાર

Follow us on

એક ખતરનાક Whatsapp  મેસેજ તમારા ફોનમાં વોર્મ (વાયરસ) ઈન્સ્ટોલ કરી શકે છે. આ એટલો ખતરનાક છે તમને મેસેજ કરનારા મિત્રને પણ તે શિકાર બનાવી શકે છે. એક વાર તમારા ફોનના મેલવેર આવ્યા બાદ વોટસએપ મેસેજ કરવાના લોકોને તે ઓટોમેટિક રિપ્લાયના સ્વરૂપે જતો રહે છે. એક પ્રખ્યાત સિક્યોરીટી રિસર્ચરે આ વાતનો ખુલાસો એક વીડિયો દ્વારા કરવામાં આવ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

ટેક સિક્યોરીટી ફર્મ ઈએસઈટીના રિસર્ચર લુકાસ સ્ટેફેનકોએ પોતાની ટ્વીટર પોસ્ટમાં લખ્યું છે કે આ મેલવેર વોટ્સએપમાં માધ્યમથી ફેલાઈ રહ્યો છે. વોટ્સએપના આવતા નોટિફિકેશનમાં તે ઓટોમેટિક રિપ્લાઈના રૂપમાં જતો રહે છે. રિપ્લાઈમાં મેલીશીયસ હુવાઈ મોબાઈલ એપની લિંક મોકલવામાં આવે છે. આ કોન્ટેક્ટમાં એક કલાકમાં એક વખત લિંક આવે છે. જે એડવેર અથવા સબસ્ક્રિપ્શન સ્કેમ હોય શકે છે.

 

રિપોર્ટ અનુસાર આ મેલવેર એક પ્રકારનો એન્ડ્રોઈડ વોર્મ છે. તે તમારા ફોનમાં એડવેયર અપલોડ કરે છે અને વોટ્સએપમાં ઓટોમેટિક મેસેજ દ્વારા ફેલાઈ જાય છે. એટલે કે તમને જો આ મેલવેર લિંક મળતા તમે તેમના પર કિલક કરો તો તે તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જાય છે. પછી તમે જેને વોટસએપ કરશો તેને પણ આ લિંક મેસેજ ઓટોમેટિક જતી રહેશે.આ જ રીતે તે આગળ વધતી રહે છે.

 

વાસ્તવમાં આ લિંક જે વોટ્સએપ ગ્રુપમાં જાય છે, તેમાં Huawei appનું નામ આપવામાં આવે છે. એટલું જ નહીં આ એપ ડાઉનલોડ કરતાંની સાથે જ મોબાઈલ યુઝર્સને ફોન જીતવાની લાલચ આપવામાં આવે છે. લિંક પર કિલક કરવાનું કહેવામાં આવતા તે તમને નકલી ગૂગલ પ્લે પેજ પર લઈ જાય છે. તેમજ જો યુઝર્સ તેના ઈન્સ્ટોલ પર કિલક કરે તો ફોનમાં મેલવેયર ડાઉનલોડ થઈ જાય છે.

 

આ પણ વાંચો: Rajkot: ગુજરાત લિફ્ટ ઈરિગેશન સંઘની બેઠક, 33 મંડળીઓના પ્રમુખો એક મંચ પર એકત્ર થયા

Next Article