સાયબર ક્રાઈમ: માત્ર 9 દિવસમાં 1200 લોકો પાસેથી લૂંટ્યા 1400 કરોડ રૂપિયા, જાણો કેવી રીતે કરવામાં આવી છેતરપિંડી
આ એપ દ્વારા લોકોને મોટી રકમ જીતવાના સપના દેખાડવામાં આવતા હતા. લોકો મોટી રકમનો દાવ લગાવે અને વધારેમાં વધારે રિટર્ન મેળવી શકે. લોકો લાલચમાં આવ્યા અને લોભને કારણે 1400 કરોડ રૂપિયા ગુમાવ્યા. આ ઠગ 15 થી 75 વર્ષની ઉંમરના લોકોને શિકાર બનાવતો હતો. તે એક દિવસમાં અંદાજે 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરતો હતો.
રોજબરોજ ફ્રોડના નવા નવા કેસ સામે આવી રહ્યા છે, જેમાં જુદી-જુદી રીત દ્વારા ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવે છે. આ ક્રમમાં એક નવો કેસ સામે આવ્યો છે જેના વિશે જાણીને લોકો દંગ રહી ગયા. એક વ્યક્તિએ એક એપ તૈયાર કરી અને 9 દિવસમાં 1200 લોકોને તેની જાળમાં ફસાવ્યા હતા. આ ખેલનો માસ્ટર માઈન્ડ ચીનનો એક વ્યક્તિ હોવાનું કહેવાય છે. તેણે માત્ર 9 દિવસમાં 1400 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.
સ્કેમર્સની જાળમાં ફસાઈને લોકોએ રૂપિયા ગુમાવ્યા
તમને જણાવીએ કે શું છે સમગ્ર મામલો અને કેવી રીતે 5 કે 50 નહીં પરંતુ 1200 લોકો આ સ્કેમર્સની જાળમાં ફસાઈને રૂપિયા ગુમાવ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ચીની વ્યક્તિનું નામ વૂ ઉયાનબે છે. પોલીસે આપેલી જાણકારી મૂજબ આ વ્યક્તિ ગુજરાતના લોકોને છેતરવાનું રેકેટ ચલાવતો હતો.
વ્યક્તિ ગુજરાતમાં 2020 થી 2022 સુધી રહ્યો હતો
આ ચીની વ્યક્તિએ તેના પાર્ટનર સાથે મળીને પહેલા એક ફેક ફૂટબોલ સટ્ટાબાજીની એપ બનાવી જેનું નામ છે Dani Data. ત્યારબાદ આ સટ્ટાબાજીની એપમાં 1200 લોકો ઠગ્સની જાળમાં ફસાયા હતા. આ વ્યક્તિ ગુજરાતમાં 2020 થી 2022 સુધી રહ્યો હતો. મામલો એટલો મોટો હતો કે ગુજરાત પોલીસે SIT ટીમની રચના કરવી પડી હતી.
2022માં આ ફેક એપ લોન્ચ કરવામાં આવી
જૂન 2022માં CIDને આ કેસના સંબંધમાં પહેલીવાર એલર્ટ કરવામાં આવ્યું હતું. આ ફ્રોડ કરનારાએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશમાં પણ ઘણા લોકોને શિકાર બનાવ્યા હતા. કેસની તપાસ દરમિયાન મીડિયા સાથે વાત કરતી વખતે સીઆઈડીએ જણાવ્યું હતું કે, આ ચીની વ્યક્તિ લોકોને પૈસાની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવતો હતો. ત્યારબાદ મે 2022માં આ ફેક એપ લોન્ચ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : જૂની નોટો અને સિક્કા વેચીને બનો લખપતિ, જો આવી લાલચમાં આવશો તો ગુમાવશો રૂપિયા, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ
આ એપ દ્વારા લોકોને મોટી રકમ જીતવાના સપના દેખાડવામાં આવતા હતા. લોકો મોટી રકમનો દાવ લગાવે અને વધારેમાં વધારે રિટર્ન મેળવી શકે. લોકો લાલચમાં આવ્યા અને લોભને કારણે 1400 કરોડ રૂપિયા ગુમાવ્યા. આ ઠગ 15 થી 75 વર્ષની ઉંમરના લોકોને શિકાર બનાવતો હતો. તે એક દિવસમાં અંદાજે 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરતો હતો. એપ માત્ર 9 દિવસ સુધી ચાલી અને પછી અચાનક બંધ થઈ ગઈ હતી.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો