AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લો બોલો! હવે તો મોબાઈલ પણ તમારી વાતો સાંભળે છે, ચેતી જજો નહિતર….

તમારો સ્માર્ટફોન તમારી બધી અંગત વાતો સાંભળે છે. જો તમે તમારા પર્સનલ ડેટાને ખેરખરમાં પર્સનલ રાખવા માંગો છો, તો તમારા ફોનના આ ત્રણ સેટિંગ્સ પર ધ્યાન આપો.

લો બોલો! હવે તો મોબાઈલ પણ તમારી વાતો સાંભળે છે, ચેતી જજો નહિતર....
| Updated on: Apr 20, 2025 | 8:02 PM
Share

તમારો સ્માર્ટફોન તમારી બધી અંગત વાતો સાંભળે છે. જો તમે તમારા પર્સનલ ડેટાને ખેરખરમાં પર્સનલ રાખવા માંગો છો, તો તમારા ફોનના આ ત્રણ સેટિંગ્સ પર ધ્યાન આપો. જો ધ્યાન નહી આપો તો તમારી બધી માહિતી થર્ડ પાર્ટી એપ્સ અથવા સ્કેમર્સના હાથમાં જવાનો ભય રહી શકે છે. તો ચાલો જાણીએ, એવી તો કઈ ત્રણ સેટિંગ છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ.

ગૂગલ આસિસ્ટન્ટ સેટિંગ્સ

સ્માર્ટફોનમાં ગૂગલ વોઇસ આસિસ્ટન્ટ હોય છે, જે “હે ગૂગલ” બોલવાથી એક્ટિવ થઈ જાય છે. આ ફીચર માઇક્રોફોનને હંમેશા ચાલુ રાખે છે, જેના કારણે તમારી આસપાસ બનતી ઘટનાઓ પણ રેકોર્ડ કરી શકાય છે. જો કે, જરૂરી ન હોય ત્યાં સુધી તમારે આ સેટિંગને હંમેશા બંધ રાખવું જોઈએ. આ માટે, ફોનની સેટિંગ્સમાં જાઓ. ગુગલ પર ક્લિક કરો. આ પછી All Services પર જાઓ અને Search પર ક્લિક કરો. અહીં આસિસ્ટન્ટ અને વોઇસનો ઓપ્શન હશે, તેના પર ક્લિક કરો. હવે ગૂગલ આસિસ્ટન્ટ પર જાઓ અને “હે ગૂગલ” બંધ કરો. આનાથી તમારો માઇક્રોફોન હંમેશા એક્ટિવ રહેશે નહી.

માઇક પરમિશન

ઘણી એપ્સ જરૂર વગર પણ માઇક્રોફોનની પરમિશન માંગે છે. આવી સ્થિતિમાં, માઇક્રોફોન તમારી વાતચીત સાંભળી શકે છે, પછી ભલે તમે તેનો ઉપયોગ કરી રહ્યા હોવ કે ન કરી રહ્યા હોવ. જો કે, આ સેટિંગને બંધ કરવા માટે તમારે ફક્ત કેટલાંક સ્ટેપ્સ યાદ રાખવાની જરૂર છે. આ માટે સેટિંગ્સમાં જાઓ અને એપ્સ પર ક્લિક કરો. અહીં પરમિશન ચકાસો અને માઇક્રોફોન પર ક્લિક કરો. હવે કઈ કઈ એપ્સને માઇક્રોફોનની પરમિશન મળી છે તે ચકાસી લો અને જરૂરી ન હોય તેવી એપ્સમાંથી માઇક્રોફોનની પરમિશન બંધ કરો.

ઓલવેઝ લિસનિંગ ફીચર

કેટલાક સ્માર્ટફોનમાં એવી સુવિધા હોય છે કે જે હંમેશા તમારો અવાજ સાંભળી શકે છે અને તરત જ જવાબ આપી દે છે. હવે આ બાબત તમારા માટે પ્રાઈવસીનું જોખમ બની શકે છે. જો આ ફીચર તમારા ફોનમાં છે તો તેને બંધ કરવા માટે અમુક સ્ટેપ્સ પર ધ્યાન દોરવું જરૂરી છે. આ માટે સૌથી પહેલા ફોનની સેટિંગ્સમાં જાઓ અને ઍક્સેસિબિલિટી અથવા પ્રાઈવસી પર ક્લિક કરો. અહીં તમને Always listening અથવા Voice Wake Up જેવા ઓપ્શન જોવા મળશે. જેના થકી તમે સ્માર્ટફોનનું આ ફીચર બંધ કરી શકો છો.

આ ઉપરાંત, કોઈપણ થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ કરતા પહેલા, તેના રિવ્યુ જરૂર ચેક કરવા. એટલું જ નહીં, એપ પર રજીસ્ટ્રેશન કરાવતી વખતે ટર્મ્સ અને કંડિશન પર પણ ધ્યાન આપવું.

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">