100 ટીવી ચેનલ્સ જોવાનો ખર્ચ હવે થશે ખૂબ ઓછો, 31 જાન્યુઆરી પહેલા તમને ગમતી ચેનલ્સ પસંદ કરી લો
નવી સિસ્ટમ 1 ફેબ્રુઆરીથી લાગૂ થવા જઈ રહી છે. TRAIએ ગ્રાહકોને 31 જાન્યુઆરી પહેલા ચેનલ્સની પસંદગી કરવાનું કહી દીધું છે. ગ્રાહકો માત્ર એ જ ચેનલ્સના પૈસા આપવાના છે જેને તેઓ જોવા માગે છે. ટીવી દર્શકોનો ખર્ચ આવતા મહિના સુધી ઓછો થઈ જશે. ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયાના આદેશ અંતર્ગત દર્શક માત્ર રૂ.153 (જીએસટી સહિત) પ્રતિ […]

નવી સિસ્ટમ 1 ફેબ્રુઆરીથી લાગૂ થવા જઈ રહી છે. TRAIએ ગ્રાહકોને 31 જાન્યુઆરી પહેલા ચેનલ્સની પસંદગી કરવાનું કહી દીધું છે. ગ્રાહકો માત્ર એ જ ચેનલ્સના પૈસા આપવાના છે જેને તેઓ જોવા માગે છે.
ટીવી દર્શકોનો ખર્ચ આવતા મહિના સુધી ઓછો થઈ જશે. ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયાના આદેશ અંતર્ગત દર્શક માત્ર રૂ.153 (જીએસટી સહિત) પ્રતિ મહિના ખર્ચ કરીને 100 પેઈડ કે ફ્રી ચેનલ્સ જોઈ શકશો. TRAIએ ગ્રાહકોને 31 જાન્યુઆરી પહેલા આ 100 ચેનલ્સની પસંદગી કરવાનું કહ્યું છે કારણ કે નવી સિસ્ટમ 1 ફેબ્રુઆરીથી લાગૂ થશે. ગ્રાહકોને મોબાઈલ પર એસએમએસ મોકલીને તેની જાણકારી આપવાની રહેશે. TRAI તરફથી જાહેર કરાયેલા 2 ટેલિફોન નંબર અને ઈમેઈલ આઈડી દ્વારા તમે પણ વધુ જાણકારી પ્રાપ્ત કરી શકો છે.

TRAI પ્રમાણે, આ બેઝિક પેકમાં HD ચેનલ્સ સામેલ નથી. જોકે, કેટલીક મીડિયા એજન્સીઓએ જાણકારી આપી છે કે HD ચેનલ્સ પણ પસંદ કરી શકાય છે. એક HD ચેનલ, 2 SD ચેનલ્સની બરાબર હશે. ગ્રાહક પોતાના સર્વિસ પ્રોવાઈડર પાસેથી જાણકારી લઈ શકે છે.
આ નંબર્સ પર કરો કૉલ
ગ્રાહક 011-23237922 તેમજ 011-23220209 નંબર્સ પર કૉલ કરી શકો છો અથવા તો advbcs-2@trai.gov.in અથવા arvind@gove.in પર ઈમેઈલ મોકલીને પણ વધુ જાણકારી પ્રાપ્ત કરી શકો છો અને કોઈ પણ ડાઉટ હોય તો દૂર કરી શકો છો.
0-19 રૂપિયા સુધીની ચેનલ્સ
મહત્ત્વનું છે કે TRAIએ તમામ કેબલ અને DTH ઓપરેટર્સને 1 ફેબ્રુઆરીથી નવી સિસ્ટમ લાગુ કરવાનો આદેશ કર્યો છે, જે અંતર્ગત ગ્રાહકોએ માત્ર એ ચેનલ્સ માટે જ ચાર્જ ચૂકવવાનો રહેશે જે તેઓ જોવા માગે છે. એક ચેનલ માટે ઓછામાં ઓછી 0 તેમજ વધુમાં વધુ 19 રૂપિયા સુધીનો ખર્ચ થશે. ચેનલ્સ અલગ અલગ બૂકેન રૂપમાં પસંદ કરી લેવાઈ છે.
આ નવી સિસ્ટમની શરૂઆત પહેલા તો 29 ડિસેમ્બર, 2018થી થવાની હતી પરંતુ ત્યારબાદ ડેડલાઈન વધારીને 1 ફેબ્રુઆરી 2019 કરી દેવાઈ છે.
[yop_poll id=596]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
