હિંદ મહાસાગરમાં તુટી પડ્યુ ચીનનુ સૌથી મોટુ રોકેટ, મોટાભાગનુ રોકેટ અવકાશમાં જ બળીને ખાક થયુ

ચીનનું લોંગ માર્ચ 5 બી રોકેટ, સો ફૂટ જેટલુ લાંબું હતુ અને તેનું વજન 22 મેટ્રિક ટન જેટલુ હતું.

હિંદ મહાસાગરમાં તુટી પડ્યુ ચીનનુ સૌથી મોટુ રોકેટ, મોટાભાગનુ રોકેટ અવકાશમાં જ બળીને ખાક થયુ
હિંદ મહાસાગરમાં તુટી પડ્યુ ચીનનુ સૌથી મોટુ રોકેટ
Bipin Prajapati

|

May 09, 2021 | 12:08 PM

ચીનનું સૌથી મોટુ રોકેટ લોંગ માર્ચ 5 બી (Long March 5B)નો કાટમાળ આજે ઘરતી પર તુટી પડ્યો. ચીન આ રોકેટની ગતીવિધી ઉપર સતત નજર રાખતુ હતું. આજે સવારે ચીને જાહેર કર્યુ છે કે તેમનુ સૌથી મોટુ રોકેટ લોંગ માર્ચ 5 બીનો હિસ્સો હિંદ મહાસાગરમાં તુટી પડ્યો છે. રોકેટના મોટાભાગનો હિસ્સો તો અવકાશથી ઘરતી તરફ ઘસી આવતા રોકેટના મોટાભાગનો હિસ્સો તો વાતાવરણમાં જ સળગીને ખાક થઈ ગયો હતો.

ચીનના સત્તાવાર મિડીયાના અહેવાલને ટાંકતા અહંવાલ મુજબ, બેઈજીંગના સમય અનુસાર આજે સવારે 10.24 કલાકે, (0224 GMT) લોંગ માર્ચ 5 બી રોકેટના કેટલાક ભાગ વાતાવરણમાં પ્રવેશ્યો હતા ભારત અને શ્રીલંકાના દક્ષિણ પશ્ચિમમાં આવેલ હિંદ મહાસાગરના સમુદ્રમાં પડ્યો છે. જો કે એવું પણ કહેવામાં આવ્યું હતું કે લોંગ માર્ચ 5 બી રોકેટના મોટાભાગનો કાટમાળ તો વાતાવરણમાં સળગી ગયો હતો.

ચીન દ્વારા અંતરીક્ષમાં મોકલાયેલા સૌથી મોટા રોકેટ લોંગ માર્ચ 5 બી નિયંત્રણની બહાર જતા રહેતા, તે પૃથ્વી ઉપર તુટી પડશે તેવી અવકાશ વિજ્ઞાનીઓને ચિંતા સતાવી રહી હતી. જો કે, ચીનના વિદેશ મંત્રાલયે જાહેર કરતા કહ્યું હતુ કે તુટી પડનારા રોકેટના કચરાથી પૃથ્વીમાં નુકસાન નહીં થાય. પૃથ્વીના વાતાવરણમાં આવતા જ રોકેટનો મોટાભાગનો હિસ્સો બળીને ખાક થઈ જશે. યુએસ સ્પેસ એજન્સી નાસા દ્વારા અનિયંત્રિત રોકેટ પર સતત દેખરેખ રાખવામાં આવતી હતી.

ચીને કહ્યું- પૃથ્વી પર રોકેટ કાટમાળનું જોખમ નથી

ચીને કહ્યું હતું કે તેના રોકેટ લોંગ માર્ચ 5 બીના ભંગારથી કોઈ જ ખતરો નથી. તે પૃથ્વીના વાતાવરણમાં આવતાની સાથે જ સળગી ઉઠશે અને પૃથ્વી પર આવતા આવતા તો લગભગ બળીને રાખ થઈ જશે. ચીનનું લોંગ માર્ચ 5 બી રોકેટ, સો ફૂટ જેટલુ લાંબું હતુ અને તેનું વજન 22 મેટ્રિક ટન જેટલુ હતું. રોકેટ ચીનના નિયંત્રણ બહાર થઈ ગયુ હતું.

યુએસ સ્પેસ એજન્સી નાસા દ્વારા પણ તેની દેખરેખ રાખવામાં આવી હતી. યુએસ સ્પેસ કમાન્ડે પણ કહ્યું હતુ કે રોકેટ તુટી પડવાને કારણે નુકસાનની સંભાવના બહુ ઓછી છે. જો ક્યાંય પણ નુકસાન થાય છે, તો ચીને તેની ભરપાઈ કરવી પડશે. નિષ્ણાંતોએ એમ પણ કહ્યું હતું કે માનવોને જોખમ થવાની સંભાવના ઘણી ઓછી છે. પૃથ્વીનો મોટો ભાગ પાણીમાં છે. તેથી તે દરિયામાં જ તુટી પડશે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati