સાવધાન! Instant લોન આપતી આ ચીની Apps થી બચો

|

Jan 09, 2021 | 4:11 PM

ભારતના કેટલાક લોકોની મોત પાછળ ચીનના કેટલાક લોકો અને Apps જવાબદાર છે, નજીવી રકમની લોન લેવા બદલ કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

સાવધાન! Instant લોન આપતી આ ચીની Apps થી બચો
Instant લોન આપતી ચીની Apps થી બચો

Follow us on

ભારતના કેટલાક લોકોની મોત પાછળ ચીનના કેટલાક લોકો અને Apps જવાબદાર છે, તમને જણાવી દઇએ કે નજીવી રકમની લોન લેવા બદલ કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

લાંબો સમય લોકડાઉન રહેવાને કારણે ઘણા લોકો આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે, લોકડાઉનના કારણે લોકોના ધંધા વેપાર લાંબો સમય સુધી બંધ રહ્યા જેના કારણે આર્થિક નુક્શાની ઉઠાવવી પડી હવે આ પરિસ્થિતીનો પણ ચાઇના ફાયદો ઉઠાવી રહ્યો છે. નાગરિકોની સલામતી સામે ખતરો હોવાને કારણે છેલ્લા એક વર્ષમાં ભારતમાં 250 થી વધુ ચાઇનીઝ Apps પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ચીનની કેટલીક Applications હજી પણ ભારતીય લોકોના જીવ સાથે રમી રહી છે.

જ્યારે કોઇ વ્યક્તિ ગુગલ પ્લે સ્ટોર પરથી આવી એપ ડાઉનલોડ કરે છે, ત્યારે લોન લેનારની અંગત વિગતો અને ફોનમાં સેવ નંબરોની માહિતી એપ સાથે શેર કરવી પડે છે. આ એપ દ્વારા કોઇ પણ જાતની ગેરેંટી વગર લોન આપવામાં આવે છે, જેને રિકવર કરવા માટે 7 દિવસથી લઇને કેટલાક મહિનાઓનો સમય આપવામાં આવે છે. જો એક દિવસ પણ હપ્તો ભરવામાં મોડુ થાય છે, તો 3000 થી વધુની પેનલ્ટી લગાડવામાં આવે છે. આ એપ્સ લોકોની મજબૂરીનો ગેરકાનૂની રીતે ફાયદો ઉઠાવે છે, લોન લેનાર આ રકમની ભરપાઇ ન કરી શકે તેવા સંજોગોમાં તેનો ફોટો જાહેર કરી દેવામાં આવે છે અને તેમના બધા કોન્ટેક્સ પર મસેજ કરીને તેમને બદનામ કરવામાં આવે છે, જેને લઇને કેટલા બધા લોકોએ અપમાનથી બચવા માટે મોતને વ્હાલુ કરી લીધુ છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો

અત્યાર સુધી દેશમાં હૈદરાબાદથી લઇને ગુરુગ્રામ સુધીના દરોડા બાદ પોલિસે આવી Applications ચલાવતા લોકોને પકડી પાડ્યા છે. આવી Applications ચલાવવા પાછળ ચીની લોકોનુ મગજ લાગેલુ છે. 27 વર્ષીય ઝુ વી ઉર્ફે લેમ્બો તેમાંથી એક છે જેને ચીન ભાગતી વખતે પોલિસે એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. ચાર કંપનીઓ મળીને 30 જેટલી લોન એપ્સ ચલાવી રહી હતી. કાર્યવાહી દરમિયાન 10 બેંક એકાઉન્ટ મળી આવ્યા તેમજ 80 કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા, 1.5 કરોડના વ્યવહારની હાલમાં તપાસ ચાલી રહી છે.

એક અહેવાલ મુજબ ભારતમાં 45 ટકા જેટલી વસ્તી મહિનામાં 10,000 કરતાં ઓછુ કમાય છે, ભારતની મોટી વસ્તી સરકારી યોજનાઓથી દૂર છે. લોકો બેંકમાંથી નાની લોન લેવાનું ટાળે છે. લોકડાઉનએ રોજ કમાઇને પોતાનુ પેટ ભરનારા લોકોનાં જીવન પર મોટી અસર કરી છે. લોકડાઉન સમયે ઇન્સ્ટન્ટ લોન આપતી Applications માં વધારો થયો. હાલમાં 60% -70% જેટલી લોન આપતી Applications ચીની છે.

 

આ પણ વાંચો: Ladakh માંથી ચીની સૈનિક ઝડપાયો, કહ્યું હું રસ્તો ભૂલી ગયો હતો

આ પણ વાંચો: EPFO પેન્શનમાં મોટા ફેરફારની તૈયારી, જેટલું યોગદાન તેટલું પેન્શનની નીતિ અપનાવાઈ શકે છે

Next Article