AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઓનલાઇન શોપિંગ કરતા લોકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીથી ફ્રેક ડિસ્કાઉન્ટનો ખેલ ખતમ, ઈ-કોમર્સ કંપનીઓ માટે નવો નિયમ

જાન્યુઆરીથી ઈ-કોમર્સ કંપનીઓ જ્યારે પણ કોઈ પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ આપશે, ત્યારે તેમણે તેની મૂળ કિંમત અને અગાઉની કિંમત બંને દર્શાવવી પડશે. આ નિયમ તહેવારો દરમિયાન ચાલતા મોટા સેલ પર પણ લાગુ કરવામાં આવશે.

Breaking News : ઓનલાઇન શોપિંગ કરતા લોકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીથી ફ્રેક ડિસ્કાઉન્ટનો ખેલ ખતમ, ઈ-કોમર્સ કંપનીઓ માટે નવો નિયમ
Online Sale RulesImage Credit source: iStock
| Updated on: Sep 11, 2026 | 1:52 PM
Share

આજના સમયમાં ઓનલાઈન શોપિંગ લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. કપડાં, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, ઘરવપરાશની વસ્તુઓથી લઈને કરિયાણા સુધીની અનેક વસ્તુઓ લોકો ઘરે બેઠા ઓર્ડર કરે છે. ખાસ કરીને તહેવારો અને ફેસ્ટિવ સેલ દરમિયાન મોટા ડિસ્કાઉન્ટના દાવા સાથે ગ્રાહકોને આકર્ષવામાં આવે છે. જોકે, કોઈપણ વસ્તુ ખરીદતા પહેલાં અલગ-અલગ વેબસાઇટ પર તેની કિંમતની સરખામણી કરવી, પ્રોડક્ટના રિવ્યૂ વાંચવા અને ડિસ્કાઉન્ટ ખરેખર કેટલો છે તે તપાસવું જરૂરી છે. નવા નિયમોથી ગ્રાહકોને ઓનલાઈન ખરીદી દરમિયાન વધુ પારદર્શિતા મળવાની અપેક્ષા છે.

પ્રોડક્ટની વાસ્તવિક ડિસ્કાઉન્ટ કિંમત અંગે વધુ પારદર્શિતા

જાન્યુઆરીથી ઈ-કોમર્સ કંપનીઓ જ્યારે પણ કોઈ પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ આપશે, ત્યારે તેમણે તેની મૂળ કિંમત અને અગાઉની કિંમત બંને દર્શાવવી પડશે. આ નિયમ તહેવારો દરમિયાન ચાલતા મોટા સેલ પર પણ લાગુ કરવામાં આવશે. નવા નિયમો અનુસાર પ્રોડક્ટની અગાઉની કિંમત એટલે ડિસ્કાઉન્ટ આપવા પહેલાંના 30 દિવસ દરમિયાન જે સૌથી ઓછી કિંમતે પ્રોડક્ટ વેચાઈ હોય તે કિંમત. આ જોગવાઈનો હેતુ ઓનલાઈન શોપિંગ દરમિયાન ગ્રાહકોને પ્રોડક્ટની વાસ્તવિક ડિસ્કાઉન્ટ કિંમત અંગે વધુ પારદર્શિતા આપવાનો છે.

ઓનલાઈન કિંમતોમાં પારદર્શિતા લાવવાનો હેતું

કન્ઝ્યુમર અફેર્સ વિભાગે ગુરુવારે (10 સપ્ટેમ્બર) કન્ઝ્યુમર પ્રોટેક્શન (ઈ-કોમર્સ) રૂલ્સમાં વ્યાપક સુધારા જાહેર કર્યા છે. નવા નિયમો હેઠળ પ્રોડક્ટની કિંમત ઉપરાંત સ્પોન્સર્ડ લિસ્ટિંગ, સર્ચ રિઝલ્ટમાં હેરફેર અને ડાર્ક પેટર્ન્સ અંગે પણ કડક જોગવાઈ કરવામાં આવી છે. સૂત્રો અનુસાર, આ પગલાનો મુખ્ય હેતુ ઓનલાઈન કિંમતોમાં વધુ પારદર્શિતા લાવવાનો છે. જો ગ્રાહકોને ઈ-કોમર્સ (e-Commerce) પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવેલી કિંમતોમાં કોઈ ગેરરીતિ કે વિસંગતતા જોવા મળે તો તેઓ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન (NCH) પર ફરિયાદ કરી શકે છે.

સર્ચ રિઝલ્ટમાં ફેરફાર કરવા પર રોક

નવા નિયમો ઈ-કોમર્સ કંપનીઓને એવી રીતે સર્ચ રિઝલ્ટમાં ફેરફાર કરવા પર પણ રોક લગાવે છે, જેનાથી ગ્રાહકો ગેરમાર્ગે દોરાય અથવા તેમના સર્ચ ક્વેરી સાથે સંબંધિત પરિણામોની પ્રાસંગિકતા અસરગ્રસ્ત થાય. આ ઉપરાંત, સ્પોન્સર્ડ લિસ્ટિંગ પર સ્પષ્ટ અને સરળતાથી દેખાય તેવી માહિતી આપવી ફરજિયાત રહેશે, જેથી ગ્રાહકો પેઈડ પ્રમોશન અને સામાન્ય ઓર્ગેનિક સર્ચ રિઝલ્ટ વચ્ચેનો તફાવત સરળતાથી સમજી શકે.

આ પણ વાંચો, શું તમે પણ Apple Wallet ને જ Apple Pay સમજો છો? જાણો બંનેના અલગ-અલગ કામ અને ઉપયોગ!

Follow Us
દેવભૂમિ દ્વારકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, છૂટોછવાયો વરસાદ
દેવભૂમિ દ્વારકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, છૂટોછવાયો વરસાદ
અંબાજી-ગબ્બર કોરિડોરને ગુજરાત હાઈકોર્ટની લીલીઝંડી - જુઓ Video
અંબાજી-ગબ્બર કોરિડોરને ગુજરાત હાઈકોર્ટની લીલીઝંડી - જુઓ Video
ગીર પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ
ગીર પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ
ગિફ્ટ સિટીમાં દારૂની રમઝટ: 2 વર્ષમાં ₹87.39 લાખની આવક
ગિફ્ટ સિટીમાં દારૂની રમઝટ: 2 વર્ષમાં ₹87.39 લાખની આવક
ભાવનગરમાં મેઘમહેર, બગદાણામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર
ભાવનગરમાં મેઘમહેર, બગદાણામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર
રાજકોટ કોર્પોરેટરોનું વેતન ₹15 હજારથી ₹50 હજાર સુધી વધારવાની માંગ
રાજકોટ કોર્પોરેટરોનું વેતન ₹15 હજારથી ₹50 હજાર સુધી વધારવાની માંગ
સ્વચ્છ સુરતના દાવા વચ્ચે ઝાડુની અછત
સ્વચ્છ સુરતના દાવા વચ્ચે ઝાડુની અછત
રાજકોટ: ઉપલેટા પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં રાહત
રાજકોટ: ઉપલેટા પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં રાહત
આજનું રાશિફળ: અચાનક મળશે પૈસા, લોન અને કરિયરમાં થશે પ્રગતિ
આજનું રાશિફળ: અચાનક મળશે પૈસા, લોન અને કરિયરમાં થશે પ્રગતિ
અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત સરકારે કર્યો રૂપિયાનો વરસાદ
અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત સરકારે કર્યો રૂપિયાનો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">