હવેથી ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર ખરીદી શકાશે બ્લૂ ટિક, દર મહિને ખર્ચવા પડશે આટલા રુપિયા
જે યુઝર્સ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર બ્લૂ ટિક મેળવા ઈચ્છતા હોય તેઓ તેને ખરીદી શકશે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા ટ્વિટરે આવી સર્વિસની જાહેરાત કરી હતી. ત્યાર બાદ હવે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ આ સર્વિસ શરુ કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની METAએ પ્રીમિયમ વેરિફિકેશન સર્વિસની જાહેરાત કરી છે. એટલે કે જે યુઝર્સ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર બ્લૂ ટિક મેળવા ઈચ્છતા હોય તેઓ તેને ખરીદી શકશે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા ટ્વિટરે આવી સર્વિસની જાહેરાત કરી હતી. ત્યાર બાદ હવે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ આ સર્વિસ શરુ કરી રહ્યાં છે.
કંપની પોતાની આવકમાં વધારો કરવા માટે આવી સર્વિસ શરુ કરી રહી છે. જણાવી દઈએ કે મેટાએ યુઝર્સ પોતાની બ્લૂ ટિક મેળવવા માટે 2 અલગ અલગ પ્લાનમાંથી કોઈ એક સબ્સક્રાઈબ કરી શકે છે. આપણે સૌ જાણીએ છે કે દુનિયાભરમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના કરોડો યુઝર્સ છે, આ સર્વિસને સારો પ્રતિસાદ મળશે તેવી કંપનીને આશા છે.
ખર્ચવા પડશે આટલા રુપિયા
જો કોઈ યુઝર્સ આ સર્વિસા વેબ માટે ખરીદવા માંગે છે તો તેણે 11.99 ડોલર એટલે કે 992 રુપિયા અને આઈઓએસ પર ખરીદવા માંગે છે તો તેણે 14.99 ડોલર એટલે કે 1240 રુપિયા ખર્ચવા પડશે. જણાવી દઈએ કે આ સર્વિસ હાલમાં ભારતમાં શરુ થઈ નથી. મેટાએ જાહેરાત કરી છે કે આ સર્વિસ આ અઠવાડિયાથી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં શરુ કરવામાં આવશે.
પોતાની પ્રોફાઈલ પર બ્લૂ ટિક લાવવાના સપના જોનારા યુઝર્સ માટે આ એક ખુશખબર જેવું જ છે. જે યુઝર્સે આ સર્વિસ શરુ કરાવવી છે તેણે પોતાની સરકારી આઈડી સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે લિન્ક કરવી પડશે. થોડી પ્રોસેસ બાદ આ સર્વિસ શરુ થઈ જશે.
મળશે આ સુવિધાઓ
જે લોકો આ સર્વિસને તેમના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ આઈડી પર સક્રિય કરશે તેઓ ફેસબુક દ્વારા નકલી એકાઉન્ટ બનાવવાથી સુરક્ષિત રહેશે. જોકે મેટાએ હજુ આ સર્વિસ વિશે વધુ માહિતી શેયર કરી નથી. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી ટેકની દુનિયામાં આની ચર્ચા થઈ રહી હતી. જો કે, TechDroider મુજબ, આ સર્વિસ ફક્ત વેરિફાઈડ પ્રોફાઈલ પર જ ઉપલબ્ધ થશે, આ સર્વિસ કોઈપણ પેજ પર શરૂ થશે નહીં.
શનિવારે, એક ટેક પોર્ટલે આ દાવાને સમર્થન આપતા ટ્વિટર પર એક સ્ક્રીન શૉટ શેર કર્યો અને લખ્યું, ‘તમે મેટા વેરિફાઇડ સેવામાં સબ્સ્ક્રાઇબ કરી શકો છો અને તમને તમારી પ્રોફાઇલ પર વેરિફાઇડ બેજ મળશે. નોંધ: મેટા વેરિફાઈડ ફક્ત વેરિફાઈડ પ્રોફાઈલ્સ માટે જ ઉપલબ્ધ હશે અને પેજીસ માટે નહીં. નોંધનીય પૃષ્ઠો હજી પણ ચકાસાયેલ વેતન માટે અરજી કરી શકશે.