Android સ્માર્ટફોન વેચતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, માત્ર ફેક્ટરી રિસેટ કરવું નથી પુરતુ

|

Feb 13, 2022 | 2:02 PM

જો તમે WhatsApp જેવી મેસેજિંગ એપનો ઉપયોગ કરો છો તો તેનું ઓનલાઈન બેકઅપ લઈ લો. જેથી નવા મોબાઈલમાં તમારી ચેટ્સ રિસ્ટોર કરી શકાય.

Android સ્માર્ટફોન વેચતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, માત્ર ફેક્ટરી રિસેટ કરવું નથી પુરતુ
Smartphone (File Photo)

Follow us on

જો તમે નવા એન્ડ્રોઈડ ફોન (Android) પર સ્વિચ કરવા માંગો છો અને જૂના સ્માર્ટફોનને (Smartphone) વેચવા માંગો છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. જેથી તમારા ડેટાનું બેકઅપ પણ થઈ જશે અને પ્રાઈવસી પણ જળવાઈ રહેશે. જ્યારે પણ તમે ફોન બદલવાનો વિચાર કરો તો તમારા ફોન કોન્ટેક્ટ્સનો બેકઅપ ચોક્કસ લો. જો તમારા સંપર્કો તમારા Gmail એકાઉન્ટ સાથે ઓટોમેટિકલી Gmail એકાઉન્ટ સાથે સિંક (Sync) થતા નથી, તો તમે https://contacts.google.com/ પર જઈને જાતે જ કરી શકો છો.

તમારા સંપર્કોનો બેકઅપ લીધા પછી તમારે તમારા મેસેજ અને કૉલ્સનો પણ બેકઅપ લેવો જોઈએ. તમે મેસેજના બેકઅપ તરીકે SMS બેકઅપ અને રિસ્ટોર જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. તમે તમારા મેસેજ અને કૉલ રેકોર્ડ્સને Google ડ્રાઈવ પર પણ સાચવી શકો છો આ પછી તમારે તમારા ફોટા અને અન્ય મીડિયા ફાઈલોનું બેકઅપ લેવું પડશે.

આ માટે તમે કોઈપણ ક્લાઉડ સેવાની મદદ લઈ શકો છો અથવા તેને કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવમાં સ્ટોર કરી શકો છો. ફોનને ફેક્ટરી રીસેટ કર્યા પછી તમારે એ પણ તપાસવું પડશે કે તમારું Google એકાઉન્ટ લોગ ઈન નથીને. તમે તમારા ડિવાઈસમાંથી Google અને અન્ય ઑનલાઈન એકાઉન્ટ્સ દૂર કરી દો. જો તમે માઈક્રો-એસડી કાર્ડનો ઉપયોગ કરો છો તો પછી તેને ફોનમાંથી કાઢી લો. જો કે, આ કહેવાની વાત નથી, પરંતુ તમારા ફોનમાં ઈન્સ્ટોલ કરેલા તમામ સિમ કાર્ડને કાઢી નાખો. કેટલીકવાર સેકન્ડરી સિમ ફોનના બીજા સ્લોટમાં રહે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

જો તમે WhatsApp જેવી મેસેજિંગ એપનો ઉપયોગ કરો છો તો તેનું ઓનલાઈન બેકઅપ લઈ લો. જેથી નવા મોબાઈલમાં તમારી ચેટ્સ રિસ્ટોર કરી શકાય. ફેક્ટરી રીસેટ કરતા પહેલા ખાતરી કરો કે તમારો ફોન Encryption છે કે નહીં. જો નહીં તો તમે સેટિંગમાંથી જાતે જ કરી શકો છો. એન્ક્રિપ્શન ફોનના ફેક્ટરી રીસેટ પછી તમારા ડેટાને ઍક્સેસ કરવાનું કોઈપણ માટે મુશ્કેલ બનાવે છે. હવે મોટાભાગના એન્ડ્રોઈડ સ્માર્ટફોન માત્ર એન્ક્રિપ્ટેડ આવે છે. તે પછી ફોનને ફેક્ટરી રીસેટ કરો.

આ પણ વાંચો: Viral: કાકાને દિપડાની સળી કરવી ભારે પડી, લોકોએ કહ્યું હવે કાકા જીવનભર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે

આ પણ વાંચો: Slow Internet Boost Tips: કાચબાની ગતિએ ચાલે છે ફોનનું ઈન્ટરનેટ તો આ 5 ટિપ્સથી થઈ જશે સુપરફાસ્ટ

Next Article