ફ્રી ગિફટની લાલચમાં બેંક અકાઉન્ટ થયુ ખાલી, Instagram પર ફ્રોડથી બચવા આ રીતે રહો સાવધાન

|

Nov 29, 2022 | 5:48 PM

તમે તમારી આસપાસ અને નજીકના લોકોને પણ આવા ઓનલાઈન ફ્રોડનો ભોગ બનતા જોયા જ હશે. ટેકનોલોજીની ઓછી સમજ અને કોઈપણ વ્યક્તિ પર કરવામાં આવતા આંધળા વિશ્વાસને કારણે લોકો ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઈમનો ભોગ બને છે.

ફ્રી ગિફટની લાલચમાં બેંક અકાઉન્ટ થયુ ખાલી, Instagram પર ફ્રોડથી બચવા આ રીતે રહો સાવધાન
Be careful to avoid fraud on Instagram
Image Credit source: File photo

Follow us on

આજે માનવજાતિ આધુનિક યુગમાં જીવી રહી છે. આજે લોકોનું જીવન પહેલા કરતા વધારે ટેકનોલોજી યુક્ત બની ગયુ છે. ટેકનોલોજીને કારણે માણસનું જીવન પહેલા કરતા વધારે સરળ અને સુવિધાયુક્ત બન્યુ છે. હવે વ્યક્તિ સ્ક્રિન પર આંગળીઓ ફેરવીને ફૂડ ડિલવરી, પૈસાના મોટા વ્યવહારો અને દુનિયાના એક ખૂણાથી બીજા ખૂણામાં બેઠેલા લોકો એકબીજા સાથે ઓનલાઈન જોઈ શકાય છે. માણસે ફિલ્મો જે કાલ્પનિક દુનિયા જોઈ હતી, તે કલ્પના પણ હવે સત્ય સાબિત થઈ રહી છે. નજીકના ભવિષ્યમાં ઉડતી બાઈક અને ડ્રોન ટ્રેક્સી આકાશમાં ઉડતી જોવા મળશે પણ ટેકનોલોજીના જમાનામાં માણસે સાવચેત રહેવાની પણ જરુર છે.

ડિજીટલ દુનિયામાં સુવિધાઓની સાથે સાથે ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઈમ પણ વધી રહ્યા છે. તમે તમારી આસપાસ અને નજીકના લોકોને પણ આવા ઓનલાઈન ફ્રોડનો ભોગ બનતા જોયા જ હશે. ટેકનોલોજીની ઓછી સમજ અને કોઈપણ વ્યક્તિ પર કરવામાં આવતા આંધળા વિશ્વાસને કારણે લોકો ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઈમનો ભોગ બને છે.

ફ્રિ ગિફ્ટના ચક્કરમાં 7.35 લાખ ગુમાવ્યા

ઈન્સ્ટાગ્રામ પર ઓનલાઈન ફ્રોડનો એક કેસ હાલમાં સામે આવ્યો છે. એક મહિલાએ ફ્રિ ગિફ્ટના ચક્કરમાં લાખો રુપિયા ગુમાવી દીધા હતા. આ મહિલાને તેના ઈન્સ્ટાગ્રામના મિત્ર એ કસ્ટમમાંથી એક ગિફ્ટ ક્લિર કરવા કહ્યું, જેના ચક્કરમાં મહિલાએ 7.35 લાખ રુપિયા ગુમાવવા પડયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર ચેમ્બૂરમાં રહેતી 42 વર્ષીય સવિતા એ ઈન્સ્ટાગ્રામ પર Ignatius Enwenye નામના એક વ્યક્તિ સાથે દોસ્તી થઈ હતી. તેણે સવિતાને જણાવ્યુ હતુ કે તે અમેરિકાનો એક બિઝનેસમેન છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તે બંને વચ્ચે વાતચીત શરુ થઈ હતી. મિત્રતા વધતા આ વ્યક્તિ એ સવિતાને એક ગિફ્ટ મોકલ્યુ હતુ. સાથે જ સવિતાને આ ગિફ્ટની કિંમત 24.50 લાખ જણાવી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

અમેરિકાથી આવી રહેલા આ ગિફ્ટને ક્લિયર કરવા માટે સવિતાને એક મહિલાનો ફોન આવ્યો હતો. તે મહિલા એ દાવો કર્યો હતો કે તે દિલ્હીના કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં વાત કરી રહી છે. મહિલાના કહેવા પર કસ્ટમમાંથી ગિફ્ટને ક્લિયર કરવા માટે સવિતા એ ઓનલાઈન 25,000 હજાર રુપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ પણ ટેક્સ, ક્લીયરન્સ ચાર્જ અને અન્ય બીજા ટેક્સના નામ પર સવિતાના આખા એકાઉન્ટને ખાલી કરી દેવામાં આવ્યુ. બીજા દિવસથી તે મહિલા એ સવિતાનો ફોન ન ઉઠવતા તેને ઓનલાઈન ફ્રોડની જાણ થઈ અને તેણે ફ્રોડ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી.

સોશિયલ મીડિયા પર આ રીતે રાખો સાવચેતી

– સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સાવધાન રહો.

– કોઈપણ વ્યક્તિ સાથે બેંકની માહિતી, ઓટીપી અને એટીએમ પાસવર્ડ શેયર ન કરો.

– સંબંધીઓ સાથે પણ પાસવર્ડ જેવી માહિતી શેયર ન કરો.

– ફ્રિ ગિફ્ટની લાલચ આપતા કોલ અને મેસેજથી સાવધાન રહો.

– અજાણી લિન્ક પર ક્લિક ન કરો.

Next Article