Gujarati NewsTechnologyBajaj qute car quadricycle may launch in march here is the details of this budget car
1 લીટરમાં 36 કિમી ચાલે છે આ બજેટ કાર, ભારતીય માર્કેટમાં થઈ રહી છે લૉન્ચ
પૂણે સ્થિત બજાજ ઓટો આ વર્ષે ઈલેક્ટ્રિક વાહનો (EV)માં પ્રવેશવાની યોજના કરી રહ્યું છે. બજાજની સૌથી નાની કાર Quteની હવે લાંબી રાહ નહીં જોવી પડે. બજાજ આ કારને ખૂબ જલ્દી ભારતમાં લૉન્ચ કરશે. ભારતીય રોડ અને પરિવહનની મંજૂરી બાદ બજાજની આ કારની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. મંત્રાલયે બજાજ Quteને 4 વ્હીકલ કેટેગરીમાં […]
પૂણે સ્થિત બજાજ ઓટો આ વર્ષે ઈલેક્ટ્રિક વાહનો (EV)માં પ્રવેશવાની યોજના કરી રહ્યું છે. બજાજની સૌથી નાની કાર Quteની હવે લાંબી રાહ નહીં જોવી પડે. બજાજ આ કારને ખૂબ જલ્દી ભારતમાં લૉન્ચ કરશે. ભારતીય રોડ અને પરિવહનની મંજૂરી બાદ બજાજની આ કારની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. મંત્રાલયે બજાજ Quteને 4 વ્હીકલ કેટેગરીમાં સ્થાન આપી દીધું છે.
બજાજના MD રાજીવ બજાજે કહ્યું
“આ વર્ષે કંપનીની યોજના ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સની સાથે સાથે ક્વૉડ્રિસાઈકલ Quteના ઈલેક્ટ્રિક વર્ઝનને લૉન્ચ કરવાની છે. એન્જિનની વાત કરીએ તો તેમાં 216 સીસીનું સિંગલ સિલિન્ડર ફ્યૂલ ઈંન્જેક્ટેડ એન્જિન હશે. જે 13 બીએચપીનો પાવર અને 20 એનએમનું ટૉર્ક આપશે. તેમાં 5 સ્પીડ ગિયરબોક્સ મળશે.”
ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય કરો આ નેઈલ આર્ટ- જુઓ લેટેસ્ટ ટ્રેન્ડ્સ
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
ABCD ની અભિનેત્રીના ઇટલીમાં લગ્ન, સફેદ ગાઉનમાં દેખાઇ ખૂબ જ સુંદર
ચેતવણી! વર્ષ 2025ની આવનારી '23 તારીખો' ભયથી ભરેલી છે
નીમ કરોલીએ કહ્યું, આ સંકેતો મળે તો સમજવું 'ગોલ્ડન પીરિયડ' શરૂ થયો
તેની ટૉપ સ્પીડ 70kmph હોવાની આશા છે. કારને LPG અને CNG વિકલ્પોમાં પણ માર્કેટમાં ઉતારવામાં આવે તેવી સંભાવના છે. કંપનીનો દાવો છે કે કાર આશરે 36 કિલોમીટર પ્રતિ લીટરનું માઈલેજ આપશે. બજાજ ઓટોએ પહેલા જ લગભગ 20 દેશોમાં Quteને એક્સપોર્ટ કરવાની શરૂઆત કરી દીધી છે પરંતુ ભારતમાં કેટલાંક નિયમો વચ્ચે આવતા હોવાથી ભારતમાં લૉન્ચ નહોતી કરી શકાઈ.
બજાજ ક્યૂટ કારની કિંમત લગભગ રૂપિયા 2.5 લાખ હોવાની શક્યતા છે. આ હિસાબે જોઈએ તો મારૂતિ અલ્ટો કરતા લગભગ 50 હજારથી 70 હજાર જેટલી સસ્તી હશે. જોકે આ રેન્જમાં મારૂતિ અલ્ટો અને રિનોલ્ટ ક્વિડ પહેલેથી પકડ ધરાવે છે.
ભારતમાં ક્યૂટને ક્યારે લૉન્ચ કરાશે તે પૂછતા બજાજ ઓટોના એક્ઝેક્યુટિવ ડાયરેક્ટર રાકેશ શર્માએ કહ્યું કે તે માર્ચની આસપાસ થઈ શકે છે. કારણ કે કંપની વિવિધ રાજ્યોમાં અંતિમ પરવાનગગી મેળવવાની પ્રક્રિયામાં છે.
આ કારને ખરીદવાનું માત્ર એક કારણ જ હોઈ શકે છે અને તે છે આ કારનું માઈલેજ કે જે સામાન્ય વ્યક્તિના ખિસ્સાને પરવડે તેવું ે. જોકે આ કાર ઘણાં દેશોમાં મોકલાવાઈ રહી છે. આ કારનું નિર્માણ બજાજ પોતાની ઑટોરિક્ષા બનાવતી ફેક્ટરીમાં કરી રહી છે.