2021માં ઓટોમોબાઇલ કંપનીઓ ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે Electric Cars, જાણો વિગત

2021માં ઓટોમોબાઇલ કંપનીઓ ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે Electric Cars, જાણો વિગત

નવા વર્ષ 2021માં, ઓટોમોબાઈલ કંપનીઓ ભારતમાં ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. ભારતમાં ઇલેક્ટ્રિક કારની માંગ ઝડપથી વધી રહી છે.

Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Jan 14, 2021 | 12:24 PM

નવા વર્ષ 2021માં, ઓટોમોબાઈલ કંપનીઓ ભારતમાં ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. ભારતમાં ઇલેક્ટ્રિક કારની માંગ ઝડપથી વધી રહી છે, જેના કારણે ઓટો ઉત્પાદક કંપનીઓ તેમની ફ્યુઅલ કારની સાથે ઇલેક્ટ્રિક કાર પરના ઉત્પાદન પર પણ ધ્યાન આપી રહ્યા છે. ઇલેક્ટ્રિક કારને ઓછા ભાવે બજારમાં લાવવાની તૈયારી ચાલી રહી છે. આજે અમે તમને આવી જ ઇલેક્ટ્રિક કાર જણાવવા જઈ રહ્યા છીએ, જે ટૂંક સમયમાં ભારતના રસ્તાઓ પર દોડતી જોવા મળશે.

 Automobile companies are going to launch Electric Cars in India in 2021

Mahindra e-KUV 100 અને Jaguar I-PACE

Mahindra e-KUV 100

Auto Expo 2020માં Mahindraએ પોતાની નવી ઇલેક્ટ્રિક કાર એસયુવીને રજુ કરી હતી. જાન્યુઆરીના અંત સુધીમાં આ કારની લોન્ચ વિશેની માહિતી જાહેર થશે. કહેવામાં આવી રહ્યું છે કે લોન્ચિંગ બાદ આ કાર ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર હશે. કારની કિંમત 8થી 10 લાખ સુધીની કહેવામાં આવી રહી છે. જાણકારી મુજબ આ કાર માત્ર 50 મીનીટમાં 80% ચાર્જ થઇ શકશે.

Jaguar I-PACE

Jaguar I-PACEનું પહેલું યુનિટ તાજેતરમાં ભારતમાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આ ઇલેક્ટ્રિક કારમાં 90 KWHની લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવશે. જે 294 KWનો પાવર અને 696 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ જબરદસ્ત પાવરના કારણે માત્ર 4.8 સેકન્ડમાં 0-100 kmphની જડપ પ્રાપ્ત કરી શકશે. આ ઇલેક્ટ્રિક એસયુવી કાર ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે.

 Automobile companies are going to launch Electric Cars in India in 2021

Tesla અને Tata Altroz EV

Tesla

ટેસ્લાએ ભારતમાં એન્ટ્રી કરી દીધી છે. જલ્દીથી જ ભારતમાં તેને લોન્ચ કરવામાં આવશે. જાણકારી અનુસાર ટેસ્લા આ વર્ષના અંત સુધીમાં ત્રણ કાર ભારતમાં લોન્ચ કરશે.

Tata Altroz EV

ટાટા મોટર્સ Altrozનું ઇલેક્ટ્રિક વર્ઝન જલ્દી જ લોન્ચ કરી શકે છે. આ એક બજેટ કાર હશે, જેને ઓછી કિંમતમાં ખરીદી શકાશે. મળેલી માહિતી અનુસાર કાર એક વાર ચાર્જ થયા બાદ 300 કિમીની રેંજ આપશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati