AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બીજા રાજ્યમાં છો અને ચૂંટણી કાર્ડમાં એડ્રેસ બદલવા માંગો છો ? આ રહી સરળ રીત

જો તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં શિફ્ટ થઈ રહ્યા છો, તો તમારા મનમાં એક પ્રશ્ન અવશ્ય આવ્યો હશે કે જ્યાં તમે શિફ્ટ થઈ રહ્યા છો, ત્યાં મતદાર આઈડી કેવી રીતે બનાવવામાં આવશે અને આ માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે?

બીજા રાજ્યમાં છો અને ચૂંટણી કાર્ડમાં એડ્રેસ બદલવા માંગો છો ? આ રહી સરળ રીત
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 8:51 AM
Share

જો તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં શિફ્ટ થઈ રહ્યા છો, તો તમારા મનમાં એક પ્રશ્ન અવશ્ય આવ્યો હશે કે જ્યાં તમે શિફ્ટ થઈ રહ્યા છો, ત્યાં ચૂંટણી કાર્ડ (Voter Card) કેવી રીતે બનાવવામાં આવશે અને આ માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે. આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે તમને કેટલાક સરળ સ્ટેપ્સ જણાવી રહ્યા છીએ જેને ફોલો કરીને તમે ઘરે બેઠા તમારા વોટર આઈડી કાર્ડનું એડ્રેસ બદલી શકો છો.

વર્ષની શરૂઆતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તો તમારો મત આપવા તૈયાર થઈ જાઓ. જો તમે પહેલી વાર મત આપી રહ્યા છો, તો તમારે તમારું વોટર આઈડી કાર્ડ (Voter ID) ઝડપથી બનાવવું જોઈએ. આ માટે તમારે કોઈ ઓફિસમાં ધક્કા ખાવાની જરૂર નથી માત્ર થોડા સ્ટેપ ફોલો કરી તમે ઘર બેઠા તમારા ચૂંટણી કાર્ડમાં સુધારા કરી શકો છો.

આ રીતે ઘરે બેઠા ચૂંટણી કાર્ડમાં તમારું સરનામું બદલો

સૌ પ્રથમ તમારે નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ પર લોગીન અથવા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી, ‘Correction of entries in electoral roll‘ વિભાગ પસંદ કરવાનો રહેશે. જ્યારે નવું પેજ ખુલશે, ત્યારે તમને ફોર્મ 8 દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે વોટર આઈડી કાર્ડમાં કરેક્શનનો વિકલ્પ દેખાશે. અહીં પૂછવામાં આવેલી તમામ જરૂરી માહિતી ભરો અને તમારું સરનામું પણ ભરો. માહિતી આપ્યા પછી, તમારે કેટલાક દસ્તાવેજો અપલોડ કરવા પડશે. જેમાં એડ્રેસ પ્રૂફ તરીકે આધાર, લાઇસન્સ સામેલ છે. હવે તમારે જે પણ માહિતી બદલવાની હોય તે પસંદ કરવાની રહેશે. જો તેમાં નામ હોય તો નામવાળી ટેબ પસંદ કરો અને જો બીજું કંઈ હોય તો તેની ટેબ પસંદ કરો. હવે તમારે તમારો મોબાઈલ નંબર અથવા ઈમેલ એડ્રેસ સબમિટ કરવાનું રહેશે હવે સબમિટ વિકલ્પ પર ક્લિક કરો. વેરિફિકેશન પછી તમને વોટર આઈડી કાર્ડ મોકલવામાં આવશે.

આ પણ વાંચો: Success Story: ખેડૂતે માત્ર 500 રૂપિયાના ખર્ચમાં સાઈકલના ટાયર, બ્લેડ અને લાકડીથી બનાવ્યું કૃષિ ઓજાર

આ પણ વાંચો: અમેરિકી એરપોર્ટ પર આજથી 5G લાગુ થતા એર ઈન્ડિયાએ ઘણી ફ્લાઈટ્સ કરી કેન્સલ , જાણો શું છે આ ટેક્નોલોજીના જોખમો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">