Apple No Charger Policy : ચાર્જર વગર ફોન વેચવા બદલ Apple વિરુદ્ધ નોંધાયો કેસ, કંપનીએ આપ્યો આ જવાબ

|

Oct 29, 2021 | 9:55 AM

વિદ્યાર્થીઓએ દલીલ કરી હતી કે Apple તેનો ઉપયોગ મેગસેફ વાયરલેસ ચાર્જર્સને પ્રોત્સાહન આપવાના બહાના તરીકે કરી રહ્યું છે જે તેમના વાયર્ડ સમકક્ષો કરતાં વધુ ઊર્જાનો બગાડ કરે છે.

Apple No Charger Policy : ચાર્જર વગર ફોન વેચવા બદલ Apple વિરુદ્ધ નોંધાયો કેસ, કંપનીએ આપ્યો આ જવાબ
Case filed against Apple for selling phone without charger

Follow us on

ચીનમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના જૂથે આઇફોન 12 પ્રો મેક્સ સાથે ચાર્જરનો સમાવેશ ન કરવા બદલ ટેક જાયન્ટ Apple પર દાવો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે સમાવિષ્ટ USB-C થી લાઈટનિંગ કેબલ અન્ય ચાર્જર સાથે સુસંગત નથી. જેના કારણે એક વિદ્યાર્થી ફોન ચાર્જ કરવામાં અસમર્થ હતો.

વિદ્યાર્થીઓએ દલીલ કરી હતી કે Apple તેનો ઉપયોગ મેગસેફ વાયરલેસ ચાર્જર્સને પ્રોત્સાહન આપવાના બહાના તરીકે કરી રહ્યું છે જે તેમના વાયર્ડ સમકક્ષો કરતાં વધુ ઊર્જાનો બગાડ કરે છે. તેઓ ઇચ્છે છે કે આઇફોન ચાર્જર સપ્લાય કરે તેમજ કાનૂની ફી અને કરારના ભંગ માટે 100 યુઆન ($16) ચૂકવે.

Apple નો જવાબ

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

એપલે કથિત રીતે બેઇજિંગ વર્ચ્યુઅલ કોર્ટને જણાવ્યું હતું કે ફોન બ્રાન્ડ્સ માટે પાવર એડેપ્ટર અલગથી વેચવાની સામાન્ય પ્રથા છે અને સરકારે આ પ્રથાને મંજૂરી આપી છે. જો કે, વિદ્યાર્થીઓએ ધ્યાન દોર્યું હતું કે ઘણી ચીની કંપનીઓ બોક્સમાં એડેપ્ટરની પસંદગી આપે છે. ઉદાહરણ તરીકે, તમે પાવર બ્રિક સાથે અથવા તેના વગર Xiaomi Mi 11 ખરીદી શકો છો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મામલો હજુ પણ ચાલુ છે અને એવી કોઈ ગેરેંટી નથી કે તે વિદ્યાર્થીઓને વળતર આપશે કે Apple તેની નો-ચાર્જર (No Charger) નીતિમાં ફેરફાર કરશે. જો કોઇ ફેરફાર થશે તો તે માત્ર એટલો જ હશે કે એપલ ચાર્જરને ચેકઆઉટ ઓપ્શન તરીકે આપવાનું શરૂ કરશે.

આ પણ વાંચો –

‘ભારત-અમેરિકા આતંકવાદ વિરોધી પડકારો પર વધારશે વ્યૂહાત્મક તાલમેલ’, બંને દેશો વચ્ચેના સંબંધો નવા સ્તરે

આ પણ વાંચો –

આર્યન ખાનને જામીન મળતા જ ખુશીથી ઝૂમી ઉઠી બહેન સુહાના ખાન, બાળપણની તસ્વીર શેર કરી લખી દીધું કંઈક આવું

આ પણ વાંચો –

મેયરની માનવતા: રૂફટોપ ખોલીને ગાડીમાં ઉભેલી બાળકીનો થયો એવો અકસ્માત કે પરિવાર હેબતાઈ ગયો, જાણો પછી શું થયું

Next Article