આર્યન ખાનને જામીન મળતા જ ખુશીથી ઝૂમી ઉઠી બહેન સુહાના ખાન, બાળપણની તસ્વીર શેર કરી લખી દીધું કંઈક આવું
આર્યન ખાનને (aryan khan) જામીન મળ્યા બાદ બહેન સુહાના ખાને (Suhana khan) ઈન્સ્ટાગ્રામ પર ભાઈ આર્યન અને પિતા શાહરૂખ ખાન સાથે એક સુંદર તસ્વીર શેર કરી છે.
શાહરૂખ ખાનના (shahrukh khan) પુત્ર આર્યન ખાનને (aryan khan) ગુરુવારે બોમ્બે હાઈકોર્ટ (Bombay highcourt) દ્વારા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોદ્વારા કરવામાં આવેલા ડ્રગ્સ કેસમાં 26 દિવસ બાદ જામીન આપવામાં આવ્યા હતા. આર્યનના જામીનના નિર્ણયથી બહેન સુહાના ખાન (Suhana khan) ઘણી ખુશ જોવા મળી રહી છે.
સુહાનાએ આ ખુશી ઈન્સ્ટાગ્રામ દ્વારા વ્યક્ત કરી છે. સુહાના ખાને ત્રણેયની ચાર મોનોક્રોમ તસ્વીરનો કોલાજ શેર કર્યો છે જેમાં ખુશીની પળો દેખાડવામાં આવી છે. તેણે પોસ્ટને કેપ્શન આપ્યું ‘આઈ લવ યુ’.
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને ગુરુવારે તેના ભાઈ આર્યન ખાનના જામીનનો નિર્ણય બાદ પછી તેની પ્રથમ પોસ્ટ શેર કરી. મુંબઈ ક્રુઝ ડ્રગ્સ જપ્તી કેસમાં બોમ્બે હાઈકોર્ટે આર્યનને જામીન આપ્યા છે. આવી સ્થિતિમાં સુહાનાએ શાહરૂખ ખાન સાથેના તેના અને આર્યનના બાળપણનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો કોલાજ પોસ્ટ કર્યો છે.
સુહાનાની આ પોસ્ટ પર ગૌરી ખાન, માહીપ કપૂર, તાનિયા શ્રોફ, સંજય કપૂર, અલવિયા જાફરી, સનાયા કપૂર સહિત ઘણા સેલેબ્સે કોમેન્ટ કરી છે. એક કલાકની અંદર સુહાનાની આ પોસ્ટને 3 લાખથી વધુ લાઈક્સ મળી ગઈ હતી.
તમને જણાવી દઈએ કે, એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યનની 2 ઓક્ટોબરે મુંબઈના દરિયાકાંઠે ક્રુઝ શિપ પર NCBએ દરોડા પાડ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. આર્યન, અરબાઝ અને મુનમુનની એનસીબી દ્વારા 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી.
તેની સામે એનડીપીએસ એક્ટની યોગ્ય કલમો હેઠળ ડ્રગ્સ રાખવા, સેવન, પ્રતિબંધિત ડ્રગ્સની ખરીદી અને વેચાણ અને ષડયંત્ર માટે કેસ નોંધવામાં આવ્યો હતો. જસ્ટિસ એન ડબલ્યુ સાંબ્રેની સિંગલ બેન્ચે આ કેસમાં સહ-આરોપી અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ જામીન આપ્યા હતા. જસ્ટિસ સાંબ્રેએ કહ્યું કે ત્રણેયની અપીલને મંજૂરી છે.
View this post on Instagram
આર્યન ખાનના જામીનના સમાચાર બાદ મુંબઈમાં શાહરૂખના બંગલા મન્નતની બહાર ફેન્સનો મેળાવડો જામ્યો હતો. સુહાના ખાન સિવાય શાહરૂખનો સૌથી નાનો પુત્ર અબરામ ખાન પણ ખુશ જોવા મળ્યો હતો. અબરામ આજે તેના ઘરની ટેરેસ પરથી ફેન્સને હાય કહેતો જોવા મળ્યો હતો. આર્યન માત્ર તેના પરિવારના સભ્યોને મળી શકશે નહીં. પરંતુ 24 દિવસ સુધી પરિવારથી દૂર દિવાળી અને પિતા શાહરૂખનો જન્મદિવસ પણ ઉજવી શકશે.
આ પણ વાંચો : NSA અજિત ડોભાલની ચેતવણી, કહ્યું ખતરનાક વાયરસને જાણી જોઇને હથિયાર બનાવવું ચિંતાનો વિષય, ભારતે બનાવવી પડશે નવી રણનીતિ
આ પણ વાંચો : ભારત અને અમેરિકાએ તાલિબાનને આગ્રહ કર્યો કે આતંકીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન ના બને અફઘાનિસ્તાન