ઐતિહાસિક: ઇતિહાસ રચશે Amazon ના સીઈઓ જેફ બેઝોસ, 11 મિનિટ અવકાશમાં કરશે મુસાફરી

જેફ બેઝોસની પોતાની સ્પેસ કંપની છે જેમાં તેઓ સામાન્ય લોકોને અંતરીક્ષની યાત્રા કરાવવાની ઘોષણા પહેલા જ કરી ચૂક્યા છે. આ બાદ તેઓએ કહ્યું છે કે તેઓ પોતે અવકાશ યાત્રા પર જવાના છે.

ઐતિહાસિક: ઇતિહાસ રચશે Amazon ના સીઈઓ જેફ બેઝોસ, 11 મિનિટ અવકાશમાં કરશે મુસાફરી
Jeff Bezos
Follow Us:
| Updated on: Jun 08, 2021 | 11:51 AM

સ્ટેટ્સ સાથે જીવન પણ બદલાય છે. તમે વિદેશોમાં ફરવા જવાનું સાંભળ્યું હશે. પરંતુ તમને એ સાંભળીને આશ્ચર્ય થશે કે એક વ્યક્તિ અંતરીક્ષમાં ફરવા જશે. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે જેફ બેઝોસ. જેફ બેઝોસ એમેઝોનના સીઇઓ (Amazon CEO Jeff Bezos) પણ છે. અહેવાલો અનુસાર હવે તેઓ 20 જુલાઈએ અંતરિક્ષની યાત્રા કરશે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ તેમની બ્લુ ઓરિજિન સ્પેસ ફ્લાઇટ દ્વારા અવકાશની મુસાફરી કરવા જઇ રહ્યા છે. જો બધું બરાબર રહેશે, તો બ્લુ ઓરિજિનની પહેલી પેસેન્જર ફ્લાઇટ 20 જુલાઈએ ઉપડશે. આ ફ્લાઇટમાં જેફ બેઝોસના ભાઈ માર્ક બેઝોસ પણ તેમની સાથે હશે.

ભાઈ સાથે અંતરીક્ષમાં લટાર

જેફ બેઝોસની પોતાની સ્પેસ કંપની છે જેમાં તેઓ સામાન્ય લોકોને અંતરીક્ષની યાત્રા કરાવવાની ઘોષણા પહેલા જ કરી ચૂક્યા છે. તેમની કંપનીના સ્પેસક્રાફ્ટ ન્યૂ શેપર્ડ સ્પેસ ટૂરિઝમ રોકેટ (New Shepard Space Tourism Rocket) નું 14 વખત સફળ પરીક્ષણ થઇ ચૂક્યું છે. બેઝોસનું આ અવકાશયાન એનએસ -14 તરીકે પણ જાણીતું છે. આ ઉડાનની સફળતા પછી, કંપનીને અંતરિક્ષ ટૂરિઝમ ક્ષેત્રે ઘણી પ્રગતિ પ્રાપ્ત થવાની અપેક્ષા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

બાળપણથી હતું સપનું

5 જુલાઇએ એમેઝોનના સીઇઓ પદેથી રાજીનામું આપવાની ઘોષણા કરનારા જેફ બેઝોસે કહ્યું કે જ્યારે હું પાંચ વર્ષનો હતો ત્યારે મેં અંતરિક્ષની યાત્રા કરવાનું સપનું જોયું હતું. હવે 20 જુલાઈએ હું મારા ભાઈ સાથે આ યાત્રા પૂર્ણ કરીશું. મારા સૌથી સારા મિત્ર સાથે મહાન સાહસ. બેઝોસની આ ઘોષણા બાદ સોશિયલ મીડિયામાં તેની પણ ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે.

દર વર્ષે 1 અબજ ડોલરનું રોકાણ

હમણાં સુધી બેઝોસ બ્લુ ઓરિજિનને અઠવાડિયામાં માત્ર એક જ દિવસ આપતા હતા અને 2021 ના ​​ત્રીજા પખવાડિયામાં એમેઝોન છોડીને તેઓ વધુ સમય બ્લુ ઓરિજિનમાં ફાળવી શકે છે. હજી સુધી બેઝોસ કે બ્લુ ઓરિજિન બંનેએ આ યોજનાની પુષ્ટિ કરી નથી. બેઝોસ એક સમયે તેની સ્પેસ ફ્લાઇટ કંપનીને ‘સૌથી અગત્યનું કામ’ કહેતા હતા. આ કાર્યને પરિપૂર્ણ કરવા માટે, બેઝોસ 2016 થી આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર દર વર્ષે 1 અબજ ડોલરનું રોકાણ કરે છે.

આ પણ વાંચો: PM એ કરી ફ્રી વેક્સિનની ઘોષણા, તો Kangana Ranaut ને થઈ દેશની ચિંતા, જાણો શું કરી અપીલ

આ પણ વાંચો: અમેરિકાએ 20 વર્ષ સુધી વિચાર કર્યા બાદ આ ખતરનાક રોગની દવાને આપી મંજૂરી, જાણો આ અસાધ્ય રોગ વિશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">