Airtel યુઝર્સ માટે ખુશીના સમાચાર, લોન્ચ થયા 3 સસ્તા ડેટા પ્લાન

|

Sep 23, 2024 | 7:58 PM

આ પ્લાન્સમાં તમને ડેટા બેનિફિટ્સ મળશે. તમને જણાવી દઈએ કે, આ ડેટા એડ ઓન પ્લાન નથી, કારણ કે તમને આ ત્રણ નવા ડેટા વાઉચર પ્લાન સાથે વેલિડિટી પણ મળશે. આ લેખમાં એરટેલના આ ત્રણ નવા પ્લાન વિશે જાણીશું.

Airtel યુઝર્સ માટે ખુશીના સમાચાર, લોન્ચ થયા 3 સસ્તા ડેટા પ્લાન
Airtel
Image Credit source: Airtel

Follow us on

એરટેલે તેના પ્રીપેડ યુઝર્સ માટે 3 નવા પ્લાન લોન્ચ કર્યા છે. આ ત્રણેય પ્લાન ડેટા વાઉચર પ્લાન છે. આ પ્લાન્સમાં તમને ડેટા બેનિફિટ્સ મળશે. તમને જણાવી દઈએ કે, આ ડેટા એડ ઓન પ્લાન નથી, કારણ કે તમને આ ત્રણ નવા ડેટા વાઉચર પ્લાન સાથે વેલિડિટી પણ મળશે. આ લેખમાં એરટેલના આ ત્રણ નવા પ્લાન વિશે જાણીશું.

એરટેલના આ ત્રણ પ્લાન 161, 181 અને 361 રૂપિયાના છે. આ ત્રણ પ્લાન સાથે યુઝર્સને 30 દિવસની વેલિડિટી પણ મળે છે. આ પ્લાનમાં યુઝર્સને ફ્રી એસએમએસ કે કોલિંગ સંબંધિત કોઈ સુવિધા મળતી નથી.

એરટેલનો 161 રૂપિયાનો પ્રીપેડ પ્લાન

એરટેલ દ્વારા લોન્ચ કરાયેલા નવા ડેટા વાઉચર પ્લાનની યાદીમાં આ પ્લાન નંબર એક પર છે, જેની કિંમત 161 રૂપિયા છે. આ પ્લાન સાથે તમને 12GB ડેટા મળશે, જેની વેલિડિટી 30 દિવસની રહેશે.

અમદાવાદના 3 સૌથી પોશ વિસ્તારો કયા છે?
દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવુ જોઈએ કે નહીં? જાણો વૈજ્ઞાનિક તથ્ય
લગ્ન માટે જીવનસાથીની પસંદગી કરતી વખતે આ 3 બાબતોનું રાખો ધ્યાન
5 મિનિટમાં જાણો ઘી અસલી છે કે નકલી
ઊંડા શ્વાસ (Deep Breathing) થી શરીરને થાય છે આ 5 ચોંકાવનારા ફાયદા
હળદર અને નાળિયેરનું તેલ મિક્સ કરી શરીર પર લગાવવાના 6 ગજબ ફાયદા, જાણો

એરટેલનો 181 રૂપિયાનો પ્રીપેડ પ્લાન

આ પ્લાન એરટેલ દ્વારા લોન્ચ કરાયેલા નવા ડેટા વાઉચર પ્લાનની યાદીમાં બીજા નંબરે છે, જેની કિંમત 181 રૂપિયા છે. આ પ્લાન સાથે તમને 15GB ડેટા મળશે, જેની વેલિડિટી 30 દિવસની રહેશે.

એરટેલનો 361 રૂપિયાનો પ્રીપેડ પ્લાન

આ પ્લાન એરટેલ દ્વારા લોન્ચ કરાયેલા નવા ડેટા વાઉચર પ્લાનની યાદીમાં ત્રીજા નંબરે છે, જેની કિંમત 361 રૂપિયા છે. આ પ્લાન સાથે તમને 50GB ડેટા મળશે, જેની વેલિડિટી 30 દિવસની રહેશે.

તમને જણાવી દઈએ કે તમે આ તમામ ડેટા પ્લાનમાં ઉપલબ્ધ ડેટાનો ઉપયોગ એક જ દિવસમાં કરી શકો છો અથવા તો તમે 30 દિવસની વેલિડિટી માટે ઉપયોગ કરી શકો છો. આ પ્લાન્સમાં કંપની તરફથી કોઈ દૈનિક ડેટા લિમિટ નથી. આ પ્લાનનો ઉપયોગ તે લોકો કરી શકે છે જેમને કોલિંગની જરૂર નથી પરંતુ તેમને માત્ર ડેટાની જરૂર છે.

Next Article