મોંધવારી મોબાઈલ બિલ સુધી પહોચી, એરટેલે ટેરિફમાં 25 ટકા સુધીનો કર્યો વધારો

|

Nov 22, 2021 | 9:52 AM

ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે તેના પ્રીપેડ પ્લાનના ટેરિફમાં 20 થી 25 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. નવા વધેલા દરો આગામી 26 નવેમ્બરથી શરૂ થશે. કંપનીનો બેઝ પ્લાન હવે 79 રૂપિયાને બદલે 99 રૂપિયાનો હશે.

મોંધવારી મોબાઈલ બિલ સુધી પહોચી, એરટેલે ટેરિફમાં 25 ટકા સુધીનો કર્યો વધારો
Airtel

Follow us on

ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની ભારતી એરટેલે (Airtel) પ્રીપેડ પ્લાનના ટેરિફ રેટમાં ( Tariff rate) વધારો કરવાની જાહેરાત કરી છે. મીડિયાના અહેવાલ અનુસાર, કંપનીએ તેમાં 25 ટકા સુધીનો વધારો કર્યો છે. નવા ટેરિફ દર આગામી 26 નવેમ્બરથી લાગુ થશે. એરટેલ બાદ હવે અન્ય ટેલિકોમ કંપનીઓ (Telecom company) પણ ટેરિફ વધારી શકે છે.

કંપનીએ કહ્યું કે તેનો 79 રૂપિયાનો બેઝ પ્લાન હવે 99 રૂપિયાનો થઈ ગયો છે. તેને 50 ટકા વધુ ટોક ટાઈમ મળશે. તેવી જ રીતે, 149 રૂપિયાનો પ્લાન હવે 179 રૂપિયામાં ઉપલબ્ધ થશે. તેમાં 28 દિવસની વેલિડિટી સાથે અમર્યાદિત કૉલિંગ, દરરોજ 100 SMS અને કુલ 2 GB ડેટા આપવામાં આવશે. તેવી જ રીતે 219 રૂપિયાનો પ્લાન હવે 265 રૂપિયાનો થઈ ગયો છે. આમાં 28 દિવસની વેલિડિટી સાથે દરરોજ 100 SMS અને 1 GB ડેટા મળશે.

એરટેલ વિરુધ્ધ જીયો
આ વધારા બાદ એરટેલના પેઇડ પ્લાન, રિલાયન્સના જિયો કરતા 30 થી 50 ટકા મોંઘા થઈ ગયા છે. Jioના 2GB અને 28 દિવસની વેલિડિટી પ્લાનની કિંમત 129 રૂપિયા છે, જ્યારે Airtelના પ્લાનની કિંમત 179 રૂપિયા છે. એ જ રીતે, Jioનો 84-દિવસની વેલિડિટી પ્લાન 1.5 GB પ્રતિ દિવસ સાથે 555 રૂપિયા છે, જ્યારે Airtel ગ્રાહકોએ આ માટે 719 રૂપિયા ચૂકવવા પડશે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

ટેરિફ વધુ વધી શકે છે
એરટેલે એક નિવેદનમાં કહ્યું કે પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક (ARPU) 200 રૂપિયા હોવી જોઈએ અને પછી તેને વધારીને 300 રૂપિયા કરવી જોઈએ. જેથી કંપનીઓ રોકાણ કરેલી મૂડી પર વ્યાજબી વળતર મળી શકે. કંપનીની દલીલ છે કે તંદુરસ્ત બિઝનેસ મોડલ માટે આ જરૂરી છે. કંપનીએ એમ પણ કહ્યું કે આ સ્તરે ARPU આવવાથી નેટવર્ક અને સ્પેક્ટ્રમ માટે જરૂરી રોકાણ ઉપલબ્ધ થશે. આ સાથે, કંપની દેશમાં 5G સેવા શરૂ કરવા માટે સંસાધનો મેળવી શકશે. તેથી કંપનીએ નવેમ્બરમાં ટેરિફ વધારવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ

IND vs NZ: ઇશાન કિશનના જબરદસ્ત થ્રો પર રાહુલ દ્રવિડ થઇ ગયો ફિદા, ડગ આઉટમાં આપી કંઇક એવી પ્રતિક્રીયા કે Viral થઇ ગઇ

આ પણ વાંચોઃ

આનંદગીરીએ જ અશ્લીલ વીડિયો દ્વારા નરેન્દ્રગીરીને આપી હતી ધમકી, વાયરલ થવાના ડરે મહંતે કરી આત્મહત્યા, CBIને મળ્યા મહત્વના પુરાવા

 

Next Article