AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કચરામાંથી કંચન: કૃષિ કચરામાંથી બનશે કાગળ અને ખાતર, વૈજ્ઞાનિકોની મદદથી ખેડૂતો કચરામાંથી પણ કરશે કમાણી

આપણા વૈજ્ઞાનિકોએ અનેક એવી પદ્ધતિઓ અને તકનીક વિકસાવી રહ્યા છે જેના ઉપયોગથી કચરાને કંચનમાં બદલી શકાય છે. ઉર્જા મંત્રાલયનું અનુમાન છે કે આ કચરાથી ખાતર સિવાય દર વર્ષ 18000 મેગા વોટ વીજળી ઉત્પન્ન થઈ શકે છે.

કચરામાંથી કંચન: કૃષિ કચરામાંથી બનશે કાગળ અને ખાતર, વૈજ્ઞાનિકોની મદદથી ખેડૂતો કચરામાંથી પણ કરશે કમાણી
Agriculture Waste Management
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 4:51 PM
Share

દર વર્ષ દુનિયાભરમાં 1 અરબ 30 કરોડ ટન કચરો બર્બાદ થઈ જાય છે. જેમાંથી ઘણા કૃષિ (Agriculture) કચરાને તો ખેતરમાં જ નાશ કરી દેવામાં આવે છે. થોડો કચરો મીલોમાંથી નિકળે છે તો ઘણો કચરો રસોઈ ઘરમાંથી નિકળે છે. જો આપણા દેશની વાત કરવામાં આવે તો અહીં વર્ષનો 35 કરોડ ટન કૃષિ કચરો થાય છે. જેને ખેડૂતો નકામો સમજે છે, પરંતુ હકીકતમાં એવું નથી. હવે આ કચરાથી પણ કરોડપતિ બની શકાય છે.

આપણા વૈજ્ઞાનિકોએ અનેક એવી પદ્ધતિઓ અને તકનીક વિકસાવી રહ્યા છે જેના ઉપયોગથી કચરાને કંચનમાં બદલી શકાય છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયનું અનુમાન છે કે આ કચરાથી ખાતર સિવાય દર વર્ષ 18000 મેગા વોટ વીજળી પણ ઉત્પન્ન થઈ શકે છે. કૃષિ અને રસોઈથી નિકળતા કચરાનો ભાગ ઘણો મોટો છે. એક રિપોર્ટ અનુસાર, માત્ર બટાકાને લઈએ તો દુનિયા આખામાં દર વર્ષ લગભગ 1 કરોડ 20 લાખ ટન બટાકા બર્બાદ થઈ જાય છે. ભારતમાં બર્બાદ થતાં બટાકાનો વજન 20 લાખ ટન છે.

શણના કચરાથી બની રહ્યો છે કાગળ

ભારત સરકારે જ્યારે 2014 માં સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું હતું તો કૃષિ કચરાને ઉપયોગમાં લેવા માટે ગંભીરતાથી વિચાર કર્યો. ખાસ કરીને એવી વસ્તુને તૈયાર કરવાનો વિચાર આવ્યો જે લોકોના કામ આવી શકે અથવા પશુઓ અથવા ખેતીમાં પાકને કામ આવી શકે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) દિલ્હીના ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા (IARI) એ તેમા મહત્વની ભૂમિકા નિભાવી છે. આઈસીએઆરએ તમામ સંસ્થાઓ સાથે મળી એવા પ્રકારની તકનીક પર કામ શરૂ કર્યું જે મૂજબ કચરામાંથી પણ કમાણી કરી શકાય.

ખેડૂતો (Farmers) શણના (Jute) કચરાને સળગાવી દે છે અથવા તો ફેંકી દે છે. પરંતુ આઈસીએઆરએ એવી તકનીક વિકસાવી છે જે શણના કચરાને કાગળમાં બદલી શકે છે. આ કાગળને વેચીને કમાણી કરી શકાય છે. ત્યારે ચોખા અને કઠોળના કચરામાંથી પણ આવક મેળવી શકાય છે. તેમજ તલમાંથી તેલ કાઢી લીધા બાદ તેલ કેક બનાવી તેમાંથી પણ વધારાની કમાણી કરી શકાય છે. મગફળી અને સોયા કેકમાંથી 35 ટકા સુધી પ્રોટીન મળી આવે છે.

પશુઆહારમાં થઈ રહ્યો છે કૃષિ કચરાનો ઉપયોગ

મગફળીના ફોતરા પણ મરઘીઓના આહારના રૂપમાં ઉપયોગ થઈ રહ્યા છે. ભારતમાં દર વર્ષ લગભગ 20 લાખ ટન ફોતરા મરઘીઓ ખાઈ રહી છે. મકાઈના ડોડાથી પણ પ્રોટીન મેળવી શકાય છે. સાથે જ તેનાથી કુલ્લડ (Kulhar) બનાવાની તકનીક પણ વિકસિત કરવામાં આવી છે. તેમજ ખાંડ મીલથી નિકળતા માટીના કચરાથી કંમ્પોસ્ટ (ખાતર) બનાવીને ખેતરોમાં નાખવામાં આવી રહ્યું છે. જેથી ખેતીની ફળદ્રુપ શક્તિમાં ઘણો વધારો થઈ રહ્યો છે.

સૌથી વધુ કચરો રસોઈમાંથી નીકળે છે. જેમાંથી ખાતર બનાવાની તકનીક પણ વિકસાવામાં આવી છે. કપાસની ડાળીઓનો ઉપયોગ હવે મશરૂમ ઉગાડવામાં થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Bigg Boss 15 : શોની ઇનામી રકમ ફરી દાવ પર લાગી, ‘વિશ્વસુંત્રી’એ જંગલવાસીઓ સામે મૂકી આ મોટી શરત

આ પણ વાંચો: PM Modi Speech highlight :પીએમ મોદીએ કહ્યું – દેશ પાસે એક મોટું લક્ષ્ય છે જેને હાંસલ કરવું છે, તેથી હવે સાવધાની જરૂરી

કોટાનો ખૂંખાર ગેંગસ્ટર, ગુંડાઓની ભરતી માટે અમદાવાદ આવ્યો અને પકડાઈ ગયો
કોટાનો ખૂંખાર ગેંગસ્ટર, ગુંડાઓની ભરતી માટે અમદાવાદ આવ્યો અને પકડાઈ ગયો
અમેરિકાની ‘સુપર ડીલ’થી બાંગ્લાદેશને બમ્પર ફાયદો!
અમેરિકાની ‘સુપર ડીલ’થી બાંગ્લાદેશને બમ્પર ફાયદો!
સુરતમાં ચોરે બે મોટા થેલા ભરી બૂટ-ચપ્પલની કરી ચોરી, જુઓ Video
સુરતમાં ચોરે બે મોટા થેલા ભરી બૂટ-ચપ્પલની કરી ચોરી, જુઓ Video
હાર્દિક પટેલને મોટી રાહત? સરકાર દ્વારા ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા
હાર્દિક પટેલને મોટી રાહત? સરકાર દ્વારા ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા
એલર્ટ ! ફીડબેક ફોર્મ ભરાવી ફસાવવાનો નવો પેંતરો
એલર્ટ ! ફીડબેક ફોર્મ ભરાવી ફસાવવાનો નવો પેંતરો
હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!
હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!
સંગઠન સામે સ્વાભિમાન ભારે: નવસારી ભાજપમાં સંગઠન જાહેર થયા બાદ ભડકો
સંગઠન સામે સ્વાભિમાન ભારે: નવસારી ભાજપમાં સંગઠન જાહેર થયા બાદ ભડકો
પાવાગઢમાં શરમજનક ઘટના! મંદિરના રસ્તે યુવતીની છેડતી કેમેરામાં કેદ
પાવાગઢમાં શરમજનક ઘટના! મંદિરના રસ્તે યુવતીની છેડતી કેમેરામાં કેદ
અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો
અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો
Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
g clip-path="url(#clip0_868_265)">