5G પછી હવે 6G, PM Modiના પ્લાન પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ એ કર્યો ખુલાસો

|

Oct 02, 2022 | 11:26 PM

વડાપ્રધાન મોદીની ઈચ્છા છે કે આખી દુનિયામાં ભારત છઠ્ઠી જનરેશની વાયરલેસ ટેકનોલોજી 6Gમાં સૌથી આગળ રહે. વડાપ્રધાન મોદી (PM Narendra Modi) ભારતના વિકાસને ટેકનોલોજીના સહારે ગતિ આપવા માંગે છે.

5G પછી હવે 6G, PM Modiના પ્લાન પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ એ કર્યો ખુલાસો
After 5G now 6G network
Image Credit source: Twitter

Follow us on

6G Technology : ભારતમાં ટેકનોલોજીના નવા યુગની શરુઆત થઈ છે. ભારતમાં હાલમાં જ વડાપ્રધાન મોદીએ 5G સેવા લોન્ચ કરી છે. ભારતમાં 5G સેવા લોન્ચ થવાના એક દિવસ પછી જ હવે 6Gની તૈયારી શરુ થઈ છે. કેન્દ્રીય સંચાર અને સૂચના પ્રૌધોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ એ આ વિષય પર મહત્વના નિવેદન આપ્યા છે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, ભારત 6G ટેકનોલોજીમાં આગળ રહે તેવી વડાપ્રધાન મોદીની ઈચ્છા છે. તેમના અનુસાર, વડાપ્રધાન મોદીની ઈચ્છા છે કે આખી દુનિયામાં ભારત છઠ્ઠી જનરેશની વાયરલેસ ટેકનોલોજી 6Gમાં સૌથી આગળ રહે. વડાપ્રધાન મોદી (PM Narendra Modi) ભારતના વિકાસને ટેકનોલોજીના સહારે ગતિ આપવા માંગે છે.

હાલ 6G ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. આ ટેકનોલોજી છઠ્ઠી જનરેશનની વાયરલેસ કમ્યુનિકેશન ટેકનોલોજી છે. તે સેલ્યૂલર ડેટા નેટવર્કને સપોર્ટ કરે છે. 6G ટેકનોલોજી , 5G ટેકનોલોજીની અપગ્રેડ ટેકનોલોજી હશે. તે ઈન્ટરનેટ સ્પીડના મામલે પણ 5G ટેકનોલોજીથી વધારે ઝડપી હશે. 6G ટેકનોલોજી નેટવર્ક પણ કદાચ બ્રોડબેન્ડ સેલ્યૂલર નેટવર્ક હશે. તે નાના ભૌગોલિક ક્ષેત્રમાં વહેંચાયેલુ હશે, જેને સેલ કહેવામાં આવશે.

ભારતમાં 5G ટેકનોલોજી લોન્ચ

નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં આયોજિત 5G ટેકનોલોજી લોન્ચ ઈવેન્ટમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હચા. તેમની સાથે ટેલીકોમ સેક્ટરના રિલાયન્સ એન્ડ સ્ટ્રીજના ચેરમેન મુકેશ અંબાણી, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા અને ભારતીય એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 5G સેવા લોન્ચ થવાના અવસરે, દેશની સૌથી મોટી ટેલીકોમ કંપનીઓમાં જોરદાર એકતા જોવા મળી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ શહેરોમાં થઈ શકે 5G સેવા શરૂ

5G સેવાઓ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. 13 શહેરોમાં જ્યાં પ્રથમ 5G નેટવર્ક શરૂ થશે તેમાં અમદાવાદ, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પૂણેનો સમાવેશ થાય છે.

જો કે, એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયા જેવા ટેલિકોમ પ્રોવાઈડર્સ આ 13 શહેરોમાં તબક્કાવાર રીતે 5G સેવાઓ શરૂ કરી શકે છે, જેનો અર્થ એ છે કે જો તમે આમાંથી કોઈ એક વિસ્તારમાં રહેતા હોવ તો પણ તમને સેવાનો ઉપયોગ કરવામાં થોડી મુશ્કેલી કે સમય લાગી શકે છે. , મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ જેવા મુખ્ય શહેરો 5G ઍક્સેસ મેળવનારા પ્રથમ પ્રદેશો બનવાની અપેક્ષા છે, જેમ કે રિલાયન્સ જિયો દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે, જે આ વર્ષે દિવાળી સુધીમાં આ શહેરોમાં તેની 5G યોજનાઓ લોન્ચ કરવા તૈયાર છે.

Next Article