Technology: 29 વર્ષ પછી દુનિયાના પહેલા ટેક્સ્ટ મેસેજની થઈ રહી છે હરાજી, જાણો આ મેસેજની કિંમત

|

Dec 19, 2021 | 11:45 AM

આજથી 29 વર્ષ પહેલા 3 ડિસેમ્બર 1992ના રોજ દુનિયાનો પહેલો ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેની 21 ડિસેમ્બરે હરાજી થઈ રહી છે. આ મેસેજ 14 અક્ષરોનો હતો. આ મેસેજને લગભગ 1 કરોડ 71 લાખ રૂપિયામાં હરાજી માટે લિસ્ટ કરવામાં આવ્યો છે.

Technology: 29 વર્ષ પછી દુનિયાના પહેલા ટેક્સ્ટ મેસેજની થઈ રહી છે હરાજી, જાણો આ મેસેજની કિંમત
The world's first text message

Follow us on

વિશ્વનો પ્રથમ ટેક્સ્ટ મેસેજ (The world’s first text message) હજુ પણ સચવાયેલો છે, જે 29 વર્ષ પહેલા 1992માં મોકલવામાં આવ્યો હતો. આ ખાસ ટેક્સ્ટ મેસેજની હરાજી 21 ડિસેમ્બરે થઈ રહી છે. વિશ્વનો પ્રથમ ટેક્સ્ટ મેસેજ વોડાફોન નંબર પર મોકલવામાં આવ્યો હતો. વોડાફોનના કર્મચારી નીલ પેપવર્થે (Neil Papworth) 3 ડિસેમ્બર, 1992ના રોજ વિશ્વનો પ્રથમ ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો. આ મેસેજ 14 અક્ષરોનો હતો.

આજથી 29 વર્ષ પહેલા 3 ડિસેમ્બર 1992ના રોજ દુનિયાનો પહેલો ટેક્સ્ટ મેસેજ (Text message) મોકલવામાં આવ્યો હતો, જેની 21 ડિસેમ્બરે હરાજી (Auction) થઈ રહી છે. આ મેસેજ 14 અક્ષરોનો હતો. આ મેસેજ(Message) ને લગભગ 1 કરોડ 71 લાખ રૂપિયામાં હરાજી માટે લિસ્ટ કરવામાં આવ્યો છે.

તેઓએ માત્ર ‘મેરી ક્રિસમસ’ (Merry Christmas) લખીને મોકલ્યો હતો. તે સમયે પેપવર્થની ઉંમર 22 વર્ષની હતી. તે વોડાફોન માટે શોર્ટ મેસેજ સર્વિસ (SMS) પર કામ કરતા હતા. તેણે વિશ્વનો પ્રથમ મેસેજ વોડાફોન(Now Vodafone Idea) ના ડિરેક્ટર રિચર્ડ જાર્વિસને મોકલ્યો. આ મેસેજની હરાજી ફ્રાન્સમાં એગટ્સ ઓક્સન હાઉસ દ્વારા કરવામાં આવી રહી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ ટેક્સ્ટ મેસેજને ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)માં પણ ખરીદી શકાય છે. આ મેસેજને લગભગ 1 કરોડ 71 લાખ રૂપિયામાં હરાજી માટે લિસ્ટ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે એક વર્ષ બાદ એટલે કે 1993માં નોકિયાએ SMS ફીચર રજૂ કર્યું હતું.

દુનિયા (World) માં પહેલી બનેલી વસ્તુઓની કિંમત લાખો કરોડોમાં હોય છે ત્યારે આ મેસેજ પણ બહુ કિંમતી છે કારણ કે મેસેજ સેવાથી આજે જે ટેક્નોલોજી વિકસી છે ત્યારે આ મેસેજ તેનું પહેલું ચરણ કહી શકાય. આજે આ ક્ષેત્રમાં ટેક્નોલોજી(Technology) એ હરણફાળ ભરી છે જેથી વિશ્વ આજે ટેક્નોલોજીના ઉપયોગથી નવી ક્ષિતિજોને આંબી રહ્યું છે.

 

આ પણ વાંચો: આને કહેવાય નસીબ !! માછીમારોને મળ્યો કરોડોનો ખજાનો, જાળમાં માછલીની જગ્યાએ મળ્યા iPhone અને MacBook

આ પણ વાંચો: UP Elections: ચૂંટણીની આચારસંહિતા લાગુ ન થાય ત્યાં સુધી PM મોદીનો પ્રવાસ યથાવત રહેશે, વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન ચાલુ રહેશે

આ પણ વાંચો: Gram Panchayat Election: કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણે પોતાના વતન વાંઠવાડી ખાતે કર્યું મતદાન, વધુમાં વધુ મતદાન કરવા આહ્વાન

Next Article