અફઘાનીઓને પોતાના Biometric Database ની ચિંતા, તાલિબાનીઓ કરી શકે છે તેનો દુરુપયોગ

|

Aug 21, 2021 | 7:54 AM

ડેટાબેઝ એક્સેસ કરવાનો મતલબ છે કે તાલિબાની પાસે યૂઝર્સના ફિંગરપ્રિન્ટ્સ હશે, ફેશિયલ ડેટા હશે અને સાથે જ આઇરિસ સ્કેન્સ પણ હશે. આની મદદથી તેમને એવા લોકોને શોધવામાં મદદ મળશે જે તાલિબાન વિરુદ્ધ બોલે છે.

અફઘાનીઓને પોતાના Biometric Database ની ચિંતા, તાલિબાનીઓ કરી શકે છે તેનો દુરુપયોગ
Afghans worry about their Biometric Database

Follow us on

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનીઓએ (Taliban) કબજો મેળવી લીધો છે. હાલ અફઘાનિસ્તાનના લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે. પોતાના ભવિષ્યની ચિંતાની સાથે સાથે તમને પોતાની સુરક્ષાને લઇને પણ ચિંતા થઇ રહી છે.

અફઘાનિસ્તાનના (Afghanistan) લોકો પોતાની ડિજીટલ આઇડીને (Digital ID) નષ્ટ કરવા માંગે છે. ત્યાંના લોકોને એ પણ ચિંતા છે કે તાલિબાની લોકો તેમને તેમના બાયોમેટ્રીક ડેટાબેઝ (Biometric Database) અને ડિજીટલ હિસ્ટ્રીના (Digital History) આધારે ટ્રેક કરશે.  આ ડિજીટલ આઇડી આધાર કાર્ડની (Aadhar Card) જેમ જ છે જે ભારતમાં લોકોની ઓળખ માટે યૂઝ કરવામાં આવે છે.

યૂએનના સેક્રેટરી જનરલ ( UN Secretary General ) અને એમનેસ્ટી ઇન્ટરનેશનલએ (Amnesty International) આશંકા દર્શાવી છે કે અફઘાનિસ્તાનમાં પત્રકાર અને એક્ટિવિસ્ટના જીવન પર જોખમ છે. અફઘાનિસ્તાનમાં (Afghanistan)  પણ ભારતની જેમ લોકોની ડિજીટલ આઇડી તૈયાર કરવામાં આવી હતી. વોટિંગ માટે ડિજીટલ આઇડી કાર્ડ (Voting Digital ID) બનાવવામાં આવ્યા હતા જેમાં લોકોના બાયોમેટ્રીક પણ સામેલ છે. એક્ટિવિસ્ટ્સ વોર્ન કરી રહ્યા છે કે લોકો પર એટેક કરવા માટે આનો ઉપયોગ તાલિબાનીઓ કરી શકે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

એક મીડિયા હાઉસની રિપોર્ટ અનુસાર, હ્યુમન રાઇટ્સ ફર્સ્ટ ગ્રૃપે ટ્વીટર પર લખ્યુ કે, અમને લાગે છે કે હવે તાલિબાન અફઘાનિસ્તાનના લોકોના બાયોમેટ્રીક ડેટાબેસ અને ઇક્વિપમેન્ટ્સને એક્સેસ કરશે.

ડેટાબેઝ એક્સેસ કરવાનો મતલબ છે કે તાલિબાની (Taliban) પાસે યૂઝર્સના ફિંગરપ્રિન્ટ્સ હશે, ફેશિયલ ડેટા હશે અને સાથે જ આઇરિસ સ્કેન્સ પણ હશે. આની મદદથી તેમને એવા લોકોને શોધવામાં મદદ મળશે જે તાલિબાન વિરુદ્ધ બોલે છે. એક રિપોર્ટ પ્રમાણે અમેરીકામાં કેટલાક પ્રાઇવસી ગૃપ્સ ફારસી ભાષામાં ગાઇડ જાહેર કરી રહ્યા છે. આ ગાઇડમાં યૂઝર્સ માટે તેની ડિજીટલ હિસ્ટ્રી ડિલીટ કરવાની રીત આપેલી છે.

રિપોર્ટ્સ પ્રમાણે, પાંચ વર્ષ પહેલા પણ તાલિબાને (Taliban) સરકારના બાયોમેટ્રીક સિસ્ટમને યૂઝ કરીને સિક્યોરીટી ફોર્સને ટારગેટ કર્યુ હતુ. એક વાત તો ચોક્કસ છે કે ડિજીટલ ડેટાબેસ પર આ પ્રકારનું જોખમ રહે જે છે કારણ કે જ્યાં સુધી યૂઝર્સના ડેટાબેસ સુરક્ષિત હાથોમાં છે ત્યાં સુધી વાંધો નહી પરંતુ જો તેનો એક્સેસ ખોટા લોકો પાસે આવી ગયુ તો તે યૂઝર્સને બરબાદ કરી શકે છે.

આ પણ વાંચો – Viral Video : નાના ટ્રેક પર ખતરનાક રીતે સાઇકલ ચલાવી રહ્યો હતો આ વ્યક્તિ, પછી જે થયુ એ જોઈ તમે પણ હસીને લોટપોટ થઈ જશો

આ પણ વાંચો – Ahmedabad : શહીદ જવાનના પરિવાર માટે ગર્વની ક્ષણ, એલિસબ્રિજ શાળા નંબર 28 નું શહીદ વીર કેપ્ટન નિલેશ સોની નામાભિકરણ કરાયું

Next Article