તૈયાર થઈ જાઓ, તમારા માટે WhatsApp લાવી રહ્યું છે આ જોરદાર 5 નવા ફિચર્સ જેનાથી હવે તમને મળશે વધારે સુવિધા!

|

Mar 22, 2019 | 6:53 AM

વોટ્સએપમાં ખોટા સમાચારનો ફેલાવો અટકાવવા માટે ખોટા મેસેજને ફોરવર્ડ કરવાની લિમિટ ઘટાડી છે. ઉપરાંત ચેટીંગમાં કોઈ પણ ફોટો આવે તો, તેને ગૂગલમાં સર્ચ કરી ફોટો સાચો છે કે ખોટો તે જાણી શકાશે. વોટ્સએપ દુનિયાનુ સૌથી જાણીતી એપ્લિકેશન છે. એક અંદાજ મુજબ 1.3 બિલિયન લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. પરંતુ તેની સાથે સૌથી મોટી સમસ્યા એ […]

તૈયાર થઈ જાઓ, તમારા માટે WhatsApp લાવી રહ્યું છે આ જોરદાર 5 નવા ફિચર્સ જેનાથી હવે તમને મળશે વધારે સુવિધા!

Follow us on

વોટ્સએપમાં ખોટા સમાચારનો ફેલાવો અટકાવવા માટે ખોટા મેસેજને ફોરવર્ડ કરવાની લિમિટ ઘટાડી છે. ઉપરાંત ચેટીંગમાં કોઈ પણ ફોટો આવે તો, તેને ગૂગલમાં સર્ચ કરી ફોટો સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

વોટ્સએપ દુનિયાનુ સૌથી જાણીતી એપ્લિકેશન છે. એક અંદાજ મુજબ 1.3 બિલિયન લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. પરંતુ તેની સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે, ખોટા સમાચારો પર અકુંશ મેળવવો. વોટ્સએપે ખોટા સમાચારનો ફેલાવો અટકાવવા માટે ખોટા મેસેજને ફોરવર્ડ કરવાની લિમિટ ઘટાડી દીધી છે. ઉપરાંત લોકોને પણ જાગ્રત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

TV9 Gujarati

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

વોટ્સએપમાં નવા અપડેટની સાથે કેટલાક નવા ફીચર્સ પણ મળી રહ્યા છે. જાણો કયા નવા 5 ફીચર્સ તમારા મોબાઈલમાં આવી રહ્યા છે.

રિવર્સ ઈમેઝ સર્ચ

વોટ્સએપ બીટા 2.19.73 અપડેટમાં આ ફીચર્સ સામેલ કરવામાં આવ્યું છે. જેમા ચેટમા આવેલો કોઈ પણ ફોટો ગૂગલમાં સર્ચ કરી શકાય છે એટલે કે ફોટો સાચો છે કે ખોટો તે જાણી શકાય છે. જોકે હજી આ ફીચરની તપાસ ચાલુ છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે ગૂગલ પર ફોટો અપલોડ કરવો પડશે.

ડાર્ક મોડ

ઘણી વખત રાતના સમયે વોટ્સએપની વધુ લાઈટના કારણે પરેશાન થઈ જવાય છે. તેથી કંપની હવે ડાર્ક મોડ લાવી રહી છે. જેથી રાતે પણ વોટ્સએપનો ઉપયોગ વધુ કરી શકાય અને સાથે સાથે મોબાઈલની બેટરી પણ બચાવી શકાય છે.

3D ટચ એક્શન

આ ફીચર માત્ર આઈફોનનો વપરાશ કરતા લોકો માટે છે. આ ફીચરની મદદથી બીજાને જાણ ન થાય તેમ તેમનુ સ્ટેટસ જોઈ શકો છો. પરંતુ અત્યારે બીટા વપરાશ કર્તા માટે છે.

પ્રાઈવેટ રિપ્લાય

આ ફીચરનો ઉપયોગ કેટલાય દિવસથી કરવામાં આવી રહ્યો છે. આ ફીચરને થોડા જ સમયમાં IOSમાં આપી દેવામાં આવશે. આ ફીચરની મદદથી કોઈપણ ગ્રુપમાં ખાનગીમાં કોઈને પણ રિપ્લાય આપી શકો છો.

ઓડિયો પિકર

આ ફીચરની મદદથી ફોનમાં રહેલા તમામ ગીતો એપમાં આવી જશે. ઉપરાંત એક સાથે 30 ઓડિયો ફાઈલો મોકલી શકાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:39 pm, Mon, 18 March 19

Next Article