તમે રોજ WhatsApp વાપરો છો, પણ આ ફીચર્સ વિશે તમને ખબર નહીં હોય, આજે જ તેનો ઉપયોગ શરૂ કરો!

WhatsApp Hidden Features: WhatsAppને કરોડો લોકો રોજ યુઝ કરે છે. તેમ છતાં તેમ અમુક એવા ફીચર્સ છે, જેના વિશે વધારે લોકોને માહિતી નહીં હોય.

તમે રોજ WhatsApp વાપરો છો, પણ આ ફીચર્સ વિશે તમને ખબર નહીં હોય, આજે જ તેનો ઉપયોગ શરૂ કરો!
Image Credit source: Google
| Edited By: | Updated on: Mar 17, 2026 | 11:46 AM

WhatsApp Hidden Features: WhatsApp આવ્યા બાદ SMSની જરૂરિયાત લગભગ ના બરાબર થઈ ગઈ છે. કોઈને કોન્ટેક્ટ નંબર મોકલવો હોય કે સરનામું, લોકો હવે SMSને બદલે WhatsAppનો ઉપયોગ કરે છે. આના પાછળનું કારણ એ છે કે WhatsAppમાં ફીચર્સથી  ભરપૂર છે અને કંપની સતત નવા-નવા ફીચર્સ લાવતી રહે છે. છતાં પણ આજે ઘણા બધા યુઝર્સ એવા છે જેમને આ એપના ઘણા ફીચર્સ વિશે માહિતી નથી. આજે અમે તમને આવા જ કેટલાક હિડન ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

દરેક યુઝર માટે અલગ નોટિફિકેશન ટોન

મોટા ભાગના લોકો એક જ જેવી નોટિફિકેશન ટોન સેટ રાખતા હોય છે. જેના કારણે ખબર રહેતી નથી કે કયો મેસેજ કોણે મોકલ્યો છે. આ મુશ્કેલીને દૂર કરવા તમે દરેક યુઝર અલગ નોટિફિકેશન ટોન સેટ કરી શકો છો. એના માટે તમારે ચેટ ઓપન કરીને કોન્ટેક્ટ નેમ પર ટેપ કરવું. પછી સ્ક્રોલ ડાઉન કરીને નોટિફિકેશન પર ક્લિક કરવાનું અને અલર્ટ ટોનમાં પોતાની પસંદની ટોન સેટ કરવી.

એક જ ફોનમાં 2 અકાઉંટ ચલાવો

હવે WhatsApp પર એક જ ડિવાઇસમાં 2 અકાઉંટ યુઝ કરવાનો ઓપ્શન આપ્યો છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારા પ્રાઇમરી અકાઉન્ટની સેટિંગ્સમાં જાઓ અને તમારી પ્રોફાઇલ પિક્ચર પાસે દેખાતા “+” આઇકન પર ટેપ કરો. ત્યારબાદ પોપ-અપ મેનૂ ખુલશે, જેમાં “Add Account” પર ટેપ કરો. આ રીતે તમે નવું અકાઉન્ટ સેટઅપ કરી શકશો.

વૉઇસ મેસેજ સાથે મેળવો ટ્રાન્સક્રિપ્ટ

જો તમે કોઈ ભીડભાડવાળી જગ્યાએ છો અથવા વ્યસ્ત છો, તો લાંબા વૉઇસ મેસેજ સાંભળવા થોડું મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં તમારી મદદ માટે WhatsApp વૉઇસ મેસેજને ટ્રાન્સક્રાઇબ કરવાની સુવિધા પણ આપે છે. તમે તેને તમારી પસંદગીની ભાષામાં વાંચી શકો છો. તે માટે Settings માં જઈને Chats ઓપન કરો અને અહીં દેખાતા “Voice Message Transcripts” ને મેન્યુઅલી ઓન કરો. ત્યારબાદ તમને દરેક વૉઇસ નોટની નીચે “Transcribe” બટન દેખાશે, જેને પ્રેસ કરીને તમે વૉઇસ મેસેજનું ટ્રાન્સક્રિપ્ટ મેળવી શકો છો.

WhatsAppમાં આવ્યું સૌથી મોટું ફીચર ! હવે જેનું એકાઉન્ટ નથી તેની સાથે પણ કરી શકાશે વાત