SBIએ આપી ચેતવણી, આ બે નંબરો પરથી કોલ આવે તો કંઈ કહેશો નહીં, નહીંતર બેંક ખાતું થઈ શકે છે ખાલી

|

Apr 24, 2022 | 8:06 AM

SBI Warning: બેંકએ તેના ટ્વિટર હેન્ડલ પર યુઝર્સને માહિતી આપી છે કે કેવી રીતે છેતરપિંડી કરનારાઓ કેવાયસી (KYC)ના નામે લોકોને ફસાવી રહ્યા છે. SBI એ CID અસમના ટ્વીટને રીટ્વીટ કરીને તેના યુઝર્સને ચેતવણી આપી છે.

SBIએ આપી ચેતવણી, આ બે નંબરો પરથી કોલ આવે તો કંઈ કહેશો નહીં, નહીંતર બેંક ખાતું થઈ શકે છે ખાલી
State Bank of India (File Photo)

Follow us on

ઓનલાઈન સ્કેમ (Online scam) અને ફ્રોડ કોલના કારણે છેતરપિંડી (Fraud)ના ઘણા કિસ્સાઓ સામે આવે છે. આવી સ્થિતિમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ આવા કૌભાંડોને લઈને યુઝર્સને ચેતવણી આપી છે. બેંકએ તેના ટ્વિટર હેન્ડલ પર યુઝર્સને માહિતી આપી છે કે કેવી રીતે છેતરપિંડી કરનારાઓ કેવાયસી (KYC)ના નામે લોકોને ફસાવી રહ્યા છે. SBI એ CID અસમના ટ્વીટને રીટ્વીટ કરીને તેના યુઝર્સને ચેતવણી આપી છે. તપાસ એજન્સીએ SBI યુઝર્સને બે મોબાઈલ નંબર વિશે ચેતવણી આપી છે. આ નંબરો દ્વારા કેવાયસીના નામે લોકોને ફસાવવામાં આવી રહ્યા છે.

તેના ટ્વીટમાં, CID આસામે જણાવ્યું હતું કે SBI ગ્રાહકોને બે નંબરો પરથી કૉલ આવી રહ્યા છે- +91-8294710946 અને +91-7362951973 કૉલ કરનારા ગ્રાહકોને KYC અપડેટ માટે ફિશિંગ લિંક પર ક્લિક કરવાનું કહે છે. એજન્સીએ જણાવ્યું હતું કે, “તમામ SBI ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આવી કોઈપણ શંકાસ્પદ અથવા ફિશિંગ લિંક પર ક્લિક ન કરે.”

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શું છે કોલ પર ફ્રોડનો મામલો ?

આ ટ્વીટને રીટ્વીટ કરતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે, ‘આ નંબરો પર સંપર્ક કરશો નહીં અને KYC અપડેટ માટે આવી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં. આ લિંક્સ અમારી સાથે સંબંધિત નથી. આ પહેલીવાર નથી જ્યારે બેંક દ્વારા KYC ફિશિંગ લિંક્સના આવા નંબર અથવા વિગતો શેર કરવામાં આવી હોય. બેંક ભૂતકાળમાં પણ યુઝર્સને ચેતવણીઓ આપતી રહી છે.

ફિશિંગ લિંક્સ તમારી પાસે SMS અથવા WhatsApp સંદેશાઓના રૂપમાં આવી શકે છે. તેમને ટાળવા માટે, તમારે આવી લિંક્સને અવગણવી જોઈએ. આવા કિસ્સાઓમાં, સાયબર ગુનેગારો બેંક અધિકારીઓની જેમ રિએક્ટ કરે છે અને વપરાશકર્તાઓ પાસેથી તેમની વ્યક્તિગત વિગતો મેળવવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો: National Panchayati Raj Day : કલમ 370 હટાવ્યા બાદ PM મોદી આજે જમ્મુ કાશ્મીરમાં પ્રથમ જાહેર સભા કરશે, 20 હજાર કરોડના કાર્યોનું કરશે લોકાર્પણ-શિલાન્યાસ

આ પણ વાંચો: Vadodara: રવિવારે બીન સચિવાલય ક્લાર્ક-ઓફીસ આસિસ્ટંટની પરીક્ષા, 105 કેન્દ્રો- 32 હજારથી વધુ પરીક્ષાર્થીઓ, તમામ કેન્દ્રો CCTVથી સજ્જ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article