Tech Tips: એપ ખોલ્યા વગર જ Google Payથી થશે પેમેન્ટ, આ રીતે કરો આ જાદુઈ ફીચરનો ઉપયોગ

|

Apr 12, 2022 | 9:55 AM

પાઈન લેબ્સ (Pine Labs) સાથે મળીને Google Pay એ એક નવી ફિચરની જાહેરાત કરી છે જે તમને UPI માટે પણ ટેપ ટુ પે (Tap To Pay)નો ઉપયોગ કરવાની મંજૂરી આપશે.

Tech Tips: એપ ખોલ્યા વગર જ Google Payથી થશે પેમેન્ટ, આ રીતે કરો આ જાદુઈ ફીચરનો ઉપયોગ
Google Pay (File Photo)

Follow us on

હવે ઓનલાઈન પેમેન્ટ (Online Payment)કરવાનું સરળ થઈ ગયું છે. આપને જાણીને નવાઈ લાગશે કે હવે તમારે પેમેન્ટ કરવા માટે પેમેન્ટ એપ ખોલવાની પણ જરૂર નથી. તમારે ફક્ત ફોન મશીનથી તેને ટચ કરવાનું છે અને પેમેન્ટ એક ચપટીમાં થઈ જશે. આવી જ સુવિધા ગૂગલ પે (Google Pay)દ્વારા પણ આપવામાં આવી રહી છે. Pine Labs સાથે મળીને Google Pay એ એક નવી ફિચરની જાહેરાત કરી છે જે તમને UPI માટે પણ ટેપ ટુ પે(Tap To Pay)નો ઉપયોગ કરવાની મંજૂરી આપશે.

અત્યાર સુધી, ટેપ ટુ પે સુવિધા ફક્ત કાર્ડ માટે જ ઉપલબ્ધ હતી. હવે નવી ફંક્શનાલિટી એવા કોઈપણ UPI વપરાશકર્તા માટે ઉપલબ્ધ હશે જેઓ દેશભરમાં કોઈ પણ પાઈન લેબ્સ એન્ડ્રોઈડ (POS)ટર્મિનલનો ઉપયોગ કરીને ટ્રાંજેક્શન કરવા માટે નીયર ફિલ્ડ કમ્યુનિકેશન (NFC)ઈનેબલ એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરવા ઈચ્છે છે. આ સુવિધા રિલાયન્સ રિટેલ સાથે રજૂ કરવામાં આવી હતી અને હવે તે ફ્યુચર રિટેલ, સ્ટારબક્સ અને અન્ય વેપારીઓ પર ઉપલબ્ધ થશે.

યુઝર્સને નવા ફીચરને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવા માટે, ગૂગલે એક સપોર્ટ પેજ પણ લોન્ચ કર્યું છે. જો તમે UPI પેમેન્ટ માટે ટૅપ ટુ પે ફિચરનો ઉપયોગ કરવા માગતા હોવ, તો તમારે ખાતરી કરવાની જરૂર છે કે તમારા Android સ્માર્ટફોનમાં NFC ટેક્નોલોજી છે કે નહીં તે તપાસવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
  1. તમારા Android સ્માર્ટફોન પર સેટિંગ્સ એપ્લિકેશન ખોલો.
  2. મોટાભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કનેક્શન સેટિંગ્સ હેઠળ NFC ફીચર હોય છે. જો કે તે તમારા OEM પર આધાર રાખીને અન્ય
  3. સેક્શનનો ભાગ હોઈ શકે છે. તેથી NFC શોધવાનો શ્રેષ્ઠ માર્ગ એ સેટિંગ્સ એપ્લિકેશનની ટોચ પરના બાર દ્વારા છે.
  4. જો તમારા સ્માર્ટફોનમાં NFC છે, તો તમે તેને સર્ચ રિઝલ્ટ્સમાં જોઈ શકશો. તમે ત્યાંથી સુવિધાને ઈનેબલ પણ કરી શકો છો.

એકવાર તમે તમારા સ્માર્ટફોન પર NFC ઈનેબલ કરી લો તે પછી, તમે Google Pay પર નવું લૉન્ચ કરેલ ફિચરનો ઉપયોગ કરી શકો છો.

  1. તમારો ફોન અનલોક કરો
  2. તમારા ફોનને પેમેન્ટ ટર્મિનલ પર ટેપ કરો (હાલમાં આ સુવિધા માત્ર પાઈન લેબ ટર્મિનલ પર જ કામ કરશે).
  3. Google Pay એપ્લિકેશન આપમેળે ખુલશે.
  4. પેમેન્ટ કરેલ રકમની પુષ્ટિ કરવા માટે, Proceed પર ટેપ કરો.

એકવાર તમારૂ પેમેન્ટ સફળ થઈ જાય પછી તમને સૂચિત કરવામાં આવશે. નવા ફિચર અંગે પાઈન લેબ્સના સીઈઓ, કુશ મહેરાએ જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે તે ભારતમાં UPI સ્વીકૃતિને વધુ મજબૂત બનાવશે અને ગ્રાહકોને, ખાસ કરીને યુવા વસ્તીને અપીલ કરશે, જેમણે કોન્ટેક્ટલેસ અને ડિજિટલ પેમેન્ટને પ્રાધાન્ય આપ્યું છે.”

આ પણ વાંચો: Tech News: WhatsApp લાવી રહ્યું છે બે ખાસ નવા ફિચર્સ, યુઝર્સ માટે થશે ઘણા ઉપયોગી

આ પણ વાંચો: WhatsApp બતાવશે કેટલા ટાઈમમાં ડાઉનલોડ થશે ફોટો તથા ફાઈલ, જાણો શું છે નવું ફિચર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article