Instagram પર આવ્યું નવું મજેદાર ફીચર, તમારી 3 પોસ્ટ કે રીલ્સને કરી શકશો પિન, જાણો કઈ રીતે
Instagram : આ ફીચરની મદદથી તમે પોતાની 3 ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કે રીલ્સને પિન કરી શકશો. જેથી તે 3 ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કે રીલ્સ (Instagram Reels) તમારા પ્રોફાઈલમાં સૌથી ઉપર આવવા લાગશે.
ઈન્સ્ટાગ્રામ (Instagram) દુનિયાની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ્લિકેશન છે. લોકો ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ લોકો મનોરંજન માટે, પોતાના ફોટોઝ-વીડિયો શેર કરવા માટે, મિત્રો સાથે વાતચીત કરવા જેવી અનેક બાબતો માટે કરતા હોય છે. ઈન્સ્ટાગ્રામ હંમેશા પોતાના યુઝર માટે કઈક નવું અને સૌથી સારી સુવિધા આપવાનો પ્રયાસ કરતું હોય છે.
હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પોતાના યુઝર્સ માટે એક નવું ફીચર લાવ્યું છે. જે ફીચરની મદદથી તમે પોતાની પ્રોફાઈલને વધારે આકર્ષક બનાવી શકશો. આ ફીચરની જાણકારી કંપનીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આપી છે. આ ફીચરની મદદથી તમે પોતાની 3 ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કે રીલ્સને પિન કરી શકશો. જેથી તે 3 ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કે રીલ્સ (Instagram Reels) તમારા પ્રોફાઈલમાં સૌથી ઉપર આવવા લાગશે.
ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અને રિલ્સને આ રીતે કરો પિન
જો તમે પણ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અને રિલ્સને પિન કરવા માંગો છો તો તમારા ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અને રિલ્સની ઉપરના 3 ડોટ પર ક્લિક કરો. જ્યાં તમને પિન ટૂ યોર પ્રોફાઈલનો વિકલ્પ જોવા મળશે. હવે તેને સિલેક્ટ કરો. તમે જોઈ શકશો ક તમારી તે પોસ્ટ કે રિલ્સ તમારી પ્રોફાઈલમાં સૌથી ઉપર જોવા મળશે. આ વિકલ્પ ટ્વિટર અને વોટસએપ પર પણ જોવા મળે છે, જે હવે વિકલ્પ આ વર્ષની શરુઆતથી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અને રિલ્સ પર પણ આવ્યું છે.
ઈન્સ્ટાગ્રામ રિલ્સ એ લીધુ ટીકટોકનું સ્થાન
ભારતમાં ટિકટોક બેન થયા બાદ ગુગલ સહિત અનેક કંપનીઓએ તેની જગ્યા લેવાનો પ્રયાસ કર્યો અને પોતાનો એપ લોન્ચ કર્યા હતા. તેમાં સૌથી વધુ સફળ અને લોકપ્રિય ઈન્સ્ટાગ્રામ રિલ્સ થઈ. ભારતમાં પહેલા ટિકટોકનો ઉપયોગ કરનારા લોકો હવે ઈન્સ્ટાગ્રામ રિલ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે.
હાલમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ લગભગ દરેક યુઝર દ્વારા બનાવવામાં આવે છે, પરંતુ જો તમે ઇચ્છો તો તમારી રીલ્સને આકર્ષક અને મનોરંજક બનાવવા માટે તમે કેટલીક એપ્સનો પણ ઉપયોગ કરી શકો છો, જે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ સાથે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઈકોમર્સ અથવા ઓફલાઈન માર્કેટની પસંદગીની એસેસરીઝ લઈને રીલ્સને પણ આકર્ષક બનાવી શકાય છે.