Tech Tips: Aadhaar Cardને તમારી પ્રાદેશિક ભાષામાં કરી શકો છો અપડેટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

જો તમે પણ અંગ્રેજીને બદલે તમારી પ્રાદેશિક ભાષામાં આધાર કાર્ડ અપડેટ (Aadhaar Card Update) કરવા માંગો છો, તો તે ખૂબ જ સરળ (Aadhaar Card Update Tips) છે. પરંતુ આ માટે તમારે કેટલીક ટિપ્સ જાણવાની જરૂર છે.

Tech Tips: Aadhaar Cardને તમારી પ્રાદેશિક ભાષામાં કરી શકો છો અપડેટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 11:20 AM

આધાર કાર્ડ (Aadhaar Card)આજે દેશભરમાં ખૂબ જ ઉપયોગી દસ્તાવેજ બની ગયું છે. તેનો ઉપયોગ શાળામાં પ્રવેશથી લઈને બેંક ખાતું ખોલાવવા સુધી લગભગ દરેક જગ્યાએ થાય છે. આધાર કાર્ડનો ઉપયોગ મહત્વપૂર્ણ ID તરીકે થાય છે અને આવી સ્થિતિમાં જો તેમાં કોઈ ભૂલ હોય તો તેને સુધારવી ખૂબ જ જરૂરી છે. દેશમાં એવા લોકોની સંખ્યા વધુ છે જેઓ અંગ્રેજી નથી જાણતા, પરંતુ તેમની પ્રાદેશિક ભાષા જ જાણે છે. આ લોકોની સુવિધા માટે UIDAI એ પ્રાદેશિક ભાષામાં આધાર કાર્ડ અપડેટ કરવાની સુવિધા પણ આપી છે.

જો તમે પણ અંગ્રેજીને બદલે તમારી પ્રાદેશિક ભાષામાં આધાર કાર્ડ અપડેટ (Aadhaar Card Update) કરવા માંગો છો, તો તે ખૂબ જ સરળ(Aadhaar Card Update Tips)છે. પરંતુ આ માટે તમારે કેટલીક ટિપ્સ જાણવાની જરૂર છે. અહીં અમે તમને સ્થાનિક એટલે કે તમારી પ્રાદેશિક ભાષામાં આધાર કાર્ડ અપડેટ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ.

આ રીતે પ્રાદેશિક ભાષામાં આધાર કાર્ડ અપડેટ કરો

સ્ટેપ 1- જો તમારા આધાર કાર્ડમાં કોઈ ભૂલ થઈ ગઈ છે અને તમે તેને સુધારવા માંગો છો, તો તેના માટે તમારે પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ ખોલવી પડશે. સ્ટેપ 2- વેબસાઈટ ખુલતાની સાથે જ તમારે આધાર સર્વિસ સેક્શનના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. સ્ટેપ 3- પછી તમારે તમારો 12 અંકનો આધાર નંબર એટલે કે યુનિક નંબર દાખલ કરવો પડશે. સ્ટેપ 4- આ પછી, કેપ્ચા કોડ દાખલ કરો અને ત્યાં પૂછવામાં આવેલી કેટલીક વિગતો ભરો. સ્ટેપ 5- વિગતો ભર્યા પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને ભરો અને Update Data Button પર ક્લિક કરો. સ્ટેપ 6- જો તમે તમારી પ્રાદેશિક ભાષામાં આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો, તો તેના માટે પ્રાદેશિક ભાષાનો વિકલ્પ પસંદ કરવો પડશે. સ્ટેપ 7- આ માટે UIDAIની વેબસાઈટ પર જ ઓપ્શન આપવામાં આવ્યો છે, જે વેબસાઈટ ખોલતાની સાથે જ જમણી બાજુએ સૌથી ઉપર સ્થિત છે. સ્ટેપ 8- અહીં, અંગ્રેજી સિવાય, તમને હિન્દી, ગુજરાતી, મરાઠી, આસામી વગેરે જેવી ઘણી પ્રાદેશિક ભાષાઓનો વિકલ્પ મળશે. સ્ટેપ 9- તમે જે ભાષા પસંદ કરો છો તે તમને તે ભાષામાં વેબસાઇટ પર વિગતો બતાવશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો: Tech Tips: પોતાની પ્રોફાઇલ માટે કેવી રીતે બનાવવો WhatsApp QR કોડ, આ રહી સંપૂર્ણ પ્રોસેસ

આ પણ વાંચો: Video: ક્યુટ ડોગી સાથે બાળકીના આ વીડિયોએ યુઝર્સના દિલ જીત્યા, જુઓ વીડિયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">