ITR ફાઈલ કરવાની તારીખ લંબાવ્યા પછી આ લોકોએ ચૂકવવું પડશે વ્યાજ , જાણો વિગતવાર

આવકવેરાની કલમ 234A મુજબ કરવેરાની જવાબદારી સમયસર જમા ન કરવા બદલ તમારા પર દર મહિને 1 ટકા દંડ લાદવામાં આવે છે. આ દંડ તે જ રકમ પર લાદવામાં આવશે જેટલો તમારો ટેક્સ બચ્યો છે.

ITR ફાઈલ કરવાની તારીખ લંબાવ્યા પછી આ લોકોએ ચૂકવવું પડશે વ્યાજ , જાણો વિગતવાર
ITR Filing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 7:14 AM

ઇન્કમટેક્સ રિટર્ન(ITR)ની છેલ્લી તારીખ લંબાવ્યા બાદ પણ કેટલાક લોકોએ વ્યાજ ચૂકવવું પડશે. ઈ-પોર્ટલમાં આવતી સનસ્યાઓને જોતા સરકારે લોકોને આવકવેરા રિટર્ન (ITR Filing) ની છેલ્લી તારીખ લંબાવી છે પરંતુ આ છૂટ દરેક માટે નથી. કેટલાક લોકો એવા પણ છે જેમને ITR ફાઇલિંગ પર દર મહિને 1% ના દરે વધારાનું વ્યાજ ચૂકવવું પડશે. ભલે આ ITR વિસ્તૃત અવધિમાં દાખલ કરવામાં ન આવે. આ નિયમ તે લોકોને લાગુ પડશે જેમની ટેક્સ લાયબિલિટી બેલેન્સ 1 લાખ રૂપિયાથી વધુ છે.

આવકવેરા રિટર્ન ફાઇલ કરવું અને તમારા પર જે ટેક્સ બનાવવામાં આવી રહ્યો છે તે જમા કરાવવું એ બે બાબતો છે. આને સરળતાથી સમજવા માટે અમે CA મોહિત શર્મા સમજાવે છે કે આવકવેરાની કલમ 234A મુજબ કરવેરાની જવાબદારી સમયસર જમા ન કરવા બદલ તમારા પર દર મહિને 1 ટકા દંડ લાદવામાં આવે છે. આ દંડ તે જ રકમ પર લાદવામાં આવશે જેટલો તમારો ટેક્સ બચ્યો છે.

5 હજારના દંડમાંથી છુટકારો મેળવો ITR ની છેલ્લી તારીખ લંબાવવાનો મોટો ફાયદો એ છે કે કરદાતાઓને 5000 રૂપિયાનો લેટ ફાઈન ચૂકવવો પડશે નહીં. IT કાયદાની કલમ 234F હેઠળ નિયત તારીખથી ITR મોડું ભરવાથી રૂ .5,000 નો દંડ થાય છે. સરકારે આ દંડમાંથી રાહત આપી છે. જે કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ચૂકવવો પડે છે અને જેમનો એડવાન્સ ટેક્સ આકારણી કરના 90% કરતા ઓછો છે તેમને પણ દર મહિને 1% ના દરે વ્યાજ ચૂકવવું પડશે. કલમ 234B હેઠળ આ નિયમ 1 એપ્રિલથી લાગુ માનવામાં આવશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કેટલું વ્યાજ ચૂકવવું પડશે ITR ની તારીખ વધારવાને કારણે જે કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ચૂકવવો પડશે તેમને 2%ના દરે વ્યાજ ચૂકવવું પડશે. કલમ 234B હેઠળ 1% વ્યાજ અને કલમ 234A હેઠળ 1% વ્યાજ ચૂકવવું પડશે. આ નિયમ ITR ફાઇલ કરવાની મૂળ નિયત તારીખ 31 જુલાઈ અથવા 31 ઓક્ટોબર હોઈ શકે છે. જે તારીખ માટે કરદાતા પાસેથી શુલ્ક વસૂલવામાં આવશે તે મુજબ વ્યાજ ચૂકવવું પડશે. જે કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ચૂકવવો પડતો નથી, પરંતુ જેમની સેલ્ફ-એસેસમેન્ટ ટેક્સ જવાબદારી 1 લાખ રૂપિયાથી વધુ છે તેઓએ 31 જુલાઈ અથવા 31 ઓક્ટોબરની તારીખથી 1% ના દરે વ્યાજ ચૂકવવું પડશે.

આ પણ વાંચો :  Paras Defence IPO: ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીસ ક્ષેત્રનો પહેલો IPO આગામી સપ્તાહે ખુલશે , જાણો વિગતવાર

આ પણ વાંચો : SBI Alert : કઈ રીતે જાણશો તમે ડાયલ કરેલો Customer Care Number સાચો છે કે નહિ? તમારી બેદરકારી બેન્ક બેલેન્સ ઝીરો કરી નાખશે

g clip-path="url(#clip0_868_265)">