Petrol-Diesel Price Cut : પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટવાથી કેન્દ્રને 1 લાખ કરોડની આવક જતી કરવી પડશે, જાણો શું પડશે અસર

ઓક્ટોબરમાં પેટ્રોલ 7.45 રૂપિયા મોંઘુ થયું હતું. ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 25 દિવસથી વધુનો વધારો થયો છે. પેટ્રોલ ગત મહિને 30 અને 35 પૈસા પ્રતિદિન ચૂકવીને 7.45 રૂપિયા મોંઘુ થયું હતું, જ્યારે ડીઝલ 7.90 રૂપિયા મોંઘુ થયું હતું.

Petrol-Diesel Price Cut : પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટવાથી કેન્દ્રને 1 લાખ કરોડની આવક જતી કરવી  પડશે, જાણો શું પડશે અસર
Petrol - Diesel Price
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 7:58 AM

સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત આપવા કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ કેન્દ્ર સરકારે બંને ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટીમાં રૂ. 5 અને 10 નો ઘટાડો કર્યો છે. કેન્દ્રનું કહેવું છે કે દિવાળીની પૂર્વ સંધ્યાએ કરવામાં આવેલી આ જાહેરાતથી ઈંધણના આકાશને આંબી રહેલા ભાવોને નીચે લાવવામાં મદદ મળશે અને મોંઘવારીથી પીડિત સામાન્ય માણસને રાહત મળશે. જો કે આ માટે કેન્દ્ર સરકારને રેવન્યુમાં મોટું નુકસાન વેઠવું પડશે.

દર મહિને આવકમાં રૂ 8,700 કરોડનું નુકસાન થશે એપ્રિલ-ઓક્ટોબરના વપરાશના ડેટાના આધારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાથી સરકારને દર મહિને રૂ 8,700 કરોડની આવકનું નુકસાન થશે. ઓઈલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આનાથી વાર્ષિક ધોરણે રૂ 1 લાખ કરોડથી વધુની અસર થશે. તે જ સમયે ચાલુ નાણાકીય વર્ષના બાકીના સમયગાળા માટે રૂ 43,500 કરોડની અસર પડશે. ઉલ્લેખનીય છે કે

એક્સાઇઝ ડ્યુટીમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડોઃ નાણાં મંત્રી નાણા મંત્રાલયે કહ્યું હતું કે ભારત સરકારે આજે 4 નવેમ્બર 2021ની સવારથી પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્રીય એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે. આ એક્સાઈઝ ડ્યુટીમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે. આ સાથે માર્ચ 2020 થી મે 2020 વચ્ચે પેટ્રોલ પર 13 રૂપિયા અને ડીઝલ પર 16 રૂપિયા પ્રતિ લિટરના વધારાના ટેક્સનો એક ભાગ પરત લેવામાં લેવામાં આવ્યો છે. એક્સાઈઝ ડ્યુટીમાં તત્કાલીન વધારાથી પેટ્રોલ પરનો કેન્દ્રીય કર પ્રતિ લિટર રૂ. 32.9 અને ડીઝલ પર રૂ. 31.8 પ્રતિ લિટરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

પેટ્રોલમાં 5 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે કારણે દિલ્હીમાં ઈન્ડિયન ઓઈલ પંપ પર પેટ્રોલની કિંમત 6.07 રૂપિયા પ્રતિ લીટર ઘટીને 103.97 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ગઈકાલે તેની કિંમત 110.04 રૂપિયા હતી. એ જ રીતે ડીઝલ પણ ગઈકાલે રૂ. 98.42 પ્રતિ લિટરથી ઘટીને રૂ. 11.75 ઘટીને રૂ. 86.67 પર આવી ગયું છે.

ઓક્ટોબરમાં પેટ્રોલ 7.45 રૂપિયા મોંઘુ થયું હતું. ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 25 દિવસથી વધુનો વધારો થયો છે. પેટ્રોલ ગત મહિને 30 અને 35 પૈસા પ્રતિદિન ચૂકવીને 7.45 રૂપિયા મોંઘુ થયું હતું, જ્યારે ડીઝલ 7.90 રૂપિયા મોંઘુ થયું હતું. 1 ઓક્ટોબરે દિલ્હીમાં પેટ્રોલ 101.89 રૂપિયા પ્રતિ લિટર હતું જ્યારે ડીઝલની કિંમત 90.17 રૂપિયા પ્રતિ લિટર ચાલી રહી હતી.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : સરકારની પેટ્રોલ – ડીઝલના ભાવમાં ઘટાડાની દિવાળીની ભેટ બાદ તમારા શહેરમાં કેટલું સસ્તું થયું ઇંધણ? જાણો અહેવાલમાં

આ પણ વાંચો : Latent View Analytics IPO : આ ડેટા એનાલિટિક્સ કંપની 10 નવેમ્બરે રોકાણ માટેની તક લાવશે, જાણો કંપની અને યોજના વિશે વિગતવાર

g clip-path="url(#clip0_868_265)">