કરદાતાઓ માટે રાહતના સમાચાર ! FORM -16 સહિતની અનેક યોજનાઓની છેલ્લી તારીખ વધારવામાં આવી , જાણો નવી સમય મર્યાદા

કેન્દ્ર સરકારે આવકવેરાના મોરચે ઘણી છૂટછાટો આપી છે. ફોર્મ -16 (Form-16)જારી કરવાની મુદત વધારી દેવામાં આવી છે

કરદાતાઓ માટે રાહતના સમાચાર ! FORM -16 સહિતની અનેક યોજનાઓની છેલ્લી તારીખ વધારવામાં આવી , જાણો નવી સમય મર્યાદા
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 8:48 AM

નરેન્દ્ર મોદી સરકારે( PM Narendra Modi Goverment ) કોરોના મહામારીની બીજી લહેરના પ્રકોપને ધ્યાનમાં રાખીને આમ આદમીને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે આવકવેરાના મોરચે ઘણી છૂટછાટો આપી છે. સરકારે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ને આધાર(Aadhaar) સાથે જોડવાની (PAN-Aadhaar Link) સમયમર્યાદા તેમજ ટીડીએસ રીટર્ન (TDS Returns)માટે આવકવેરા રીટર્ન (ITR) ફાઇલ કરવાની મુદત લંબાવી છે. આ ઉપરાંત ફોર્મ -16 (Form-16)જારી કરવાની મુદત પણ વધારી દેવામાં આવી છે

સમય મર્યાદા કેટલી વધારાઈ કેન્દ્રએ આકારણી વર્ષ 2020-21 (AY 2021) માટે TDS રીટર્ન ફાઇલિંગની અવધિ 15 જુલાઈ 2021 સુધી વધારી દીધી છે. આનથી એ કરદાતાઓને લાભ થશે કે જેમણે TDS રીટર્ન માટે હજી સુધી ITR ફાઇલ નથી કરાવ્યો. બીજી તરફ આવકવેરા વિભાગે ફોર્મ -16 જારી કરવાની મુદત વધારીને 31 જુલાઇ 2021 કરી દીધી છે. અગાઉ ફોર્મ -16 જાહેર કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2021 નક્કી કરવામાં આવી હતી. કરવેરા સંબંધિત વિવાદોના સમાધાન માટે શરૂ કરાયેલ વિવાદ સે વિશ્વાસ યોજના હેઠળ કોઈ વ્યાજ વિના હવે 31 ઓગસ્ટ 2021 સુધી પેમેન્ટ કરવાની અવધિ વધારવામાં આવી છે. આ યોજના ઓક્ટોબર 2020 માં શરૂ કરવામાં આવી હતી.

પાન-આધાર લિંક કરવાની અવધિમાં 3 મહિનાનો વધારો સરકારે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2021 સુધી લંબાવી છે. અગાઉ પાનને આધાર સાથે જોડવાની અવધિ 30 જૂન 2021 નક્કી કરવામાં આવી હતી. જો તમે 30 સપ્ટેમ્બર સુધીમાં પાન અને આધારને લિંક નહીં કરો તો તમારું PAN નિષ્ક્રિય થઈ જશે. આ પછી તમે કોઈ મોટો વ્યવહાર કરી શકશો નહીં. આવકવેરા વિભાગે કહ્યું કે જેમણે કોવિડ -19 ની સારવાર માટે તેમના નિયોક્તા, મિત્રો અને સંબંધીઓ પાસેથી લોન લીધી છે તેઓએ તે રકમ પર કોઈ ટેક્સ ભરવો પડશે નહીં.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જાણો કઈ સ્થિતિમાં ટેક્સ રાહત મળશે  >> કોવિડને કારણે કુટુંબના સભ્યના મૃત્યુ પર એમ્પ્લોયર કંપની તરફથી પ્રાપ્ત વળતર કોઈપણ મર્યાદા વિના સંપૂર્ણ રીતે કરમુક્ત રહેશે. >> સંબંધીઓ પાસેથી રૂ .10 લાખ સુધીની સહાયની રકમ પર કોઈ વેરો વસૂલવામાં આવશે નહીં. >> પ્રથમ વખત ઘર ખરીદનારાઓ માટેના રોકાણ પર વિશેષ કર રાહત આપવામાં આવી રહી છે. >> હવે રહેણાંક મકાન પર વધારાની 3 મહિનાની ટેક્સ છૂટ મળશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">