ITR Filing : હવે કોઈપણ ચાર્જ વિના ફાઈલ કરી શકાશે Income Tax Return, જાણો પ્રક્રિયા વિગતવાર

વર્તમાન નાણાકીય વર્ષ માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. ગયા મહિને નાણાં મંત્રાલયે છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ડિસેમ્બર કરી હતી. આવકવેરા ફાઇલિંગ પોર્ટલમાં આવી રહેલી સમસ્યાઓને જોતા નાણાં મંત્રાલયે ITR ફાઇલિંગની તારીખ વધારી દીધી હતી.

ITR Filing : હવે કોઈપણ ચાર્જ વિના ફાઈલ કરી શકાશે Income Tax Return, જાણો પ્રક્રિયા વિગતવાર
ITR Filing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 8:43 AM

ITR Filing : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI)એ ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલિંગ (ITR filing) સંબંધિત નવી સુવિધા શરૂ કરી છે. આ નવી સુવિધા હેઠળ જો કરદાતાઓ સમયસર ITR ફાઇલ કરે છે તો તેમને બચતનો લાભ આપવામાં આવશે. તમારે ITR ફાઇલ કરવા માટે કેટલીક ફી ચૂકવવી પડે છે પરંતુ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક કરદાતાઓને કોઇપણ ચાર્જ વગર ITR ફાઇલ કરવાની સુવિધા આપી રહી છે. આ માટે SBI ની YONO એપ પર ITR ફાઇલ કરવાનું ઓપશન આપવામાં આવ્યું છે.

કરદાતાઓએ SBI YONO એપનાં Tax2Win સેક્શનમાં જવું પડશે. અહીં ITR કોઈપણ ચાર્જ વગર ફાઈલ કરી શકાય છે. આ પ્લેટફોર્મ દ્વારા ITR ફાઇલ કરવા માટે કરદાતાઓએ 5 જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. એક ટ્વીટમાં આ અંગે માહિતી આપતા એસબીઆઈએ કહ્યું કે જે લોકો મફતમાં આઈટીઆર ફાઈલ કરવા ઈચ્છે છે તેઓ એસબીઆઈની યોનો એપ પર ટેક્સ 2 વિન સેક્શનમાં પોતાની માહિતી દાખલ કરી શકે છે.

ITR Filing માટે જરૂરી દસ્તાવેજ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
  • pan card
  • Aadhar card
  • Form-16
  • tax deduction details
  • Interest income certificate and investment proof for tax saving

આ સુવિધા માત્ર SBI ગ્રાહકો માટે જ ઉપલબ્ધ રહેશે. સ્ટેટ બેંકે ગ્રાહકોને વધુ સુવિધા અને કામમાં સરળતા આપવા માટે ડિજિટલ સીએ અથવા ઈ-સીએ આપવાની જાહેરાત કરી છે. આ સુવિધા કેટલાક ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવશે, પરંતુ કેટલીક રકમ ચૂકવવી પડશે. એસબીઆઈના જણાવ્યા અનુસાર, જે ગ્રાહકો ઈ-સીએ પાસેથી માહિતી મેળવવા ઈચ્છે છે તેમને 199 રૂપિયા ચૂકવવા પડશે. મફત આઈટીઆર ફાઈલિંગ અને ઈ-સીએ ઓફર 31 ઓક્ટોબર 2021 સુધી ઉપલબ્ધ છે.

ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ વર્તમાન નાણાકીય વર્ષ માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. ગયા મહિને નાણાં મંત્રાલયે છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ડિસેમ્બર કરી હતી. આવકવેરા ફાઇલિંગ પોર્ટલમાં આવી રહેલી સમસ્યાઓને જોતા નાણાં મંત્રાલયે ITR ફાઇલિંગની તારીખ વધારી દીધી હતી. સામાન્ય રીતે ભારતમાં ITR ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે પરંતુ આ વખતે મામલો અલગ છે. કોવિડની બીજી લહેર અને ઈ-પોર્ટલમાં ટેક્નિકલ ખામીને કારણે છેલ્લી તારીખ બદલવામાં આવી છે.

પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા આ સ્ટેપ્સ અનુસરો

  • Www.incometax.gov.in ની મુલાકાત લો
  • નવા પોર્ટલ પર રજિસ્ટર ઓપ્શન પર ક્લિક કરો
  • Taxpayer વિકલ્પ પસંદ કરો. તમારું PAN દાખલ કરો અને validate પર ક્લિક કરો. હવે Continue પર ક્લિક કરો
  • તમારે તમારી મૂળભૂત વિગતો જેમ કે છેલ્લું નામ, પ્રથમ નામ, મધ્યમ નામ, જન્મ તારીખ, લિંગ અને રહેણાંક સ્થિતિ (નિવાસી/ બિન-નિવાસી) દાખલ કરવી પડશે. હવે Continue પર ક્લિક કરો
  • હવે તમારે તમારી કોન્ટેક્ટ ડિટેઈલ્સ દાખલ કરવી પડશે. પ્રાઈમરી મોબાઇલ નંબર અને પ્રાઈમરી ઇમેઇલ આઇડી.
  • વન ટાઇમ પાસવર્ડ (OTP) તમારા મોબાઇલ નંબર અને ઇમેઇલ ID પર મોકલવામાં આવશે. OTP માત્ર 15 મિનિટ માટે માન્ય રહેશે. એકવાર તમે OTP દાખલ કરી લો, પછી Continue પર ક્લિક કરો
  • તમારી તમામ વિગતો ચકાસો. જો તમે દાખલ કરેલી વિગતોમાં કોઈ ભૂલ હોય તો તમને છેલ્લા પગલામાં તેને સંપાદિત કરવાનો વિકલ્પ મળશે. વિગતો ચકાસ્યા પછી Confirm પર ક્લિક કરો
  • પાસવર્ડ દાખલ કરો
  • તમારે તમારો personalised Message પણ દાખલ કરવો પડશે. જ્યારે પણ તમે નવા આવકવેરા પોર્ટલ પર તમારા ખાતામાં લોગ ઇન કરશો ત્યારે તમને આ સંદેશ દેખાશે
  • એકવાર તમે સંદેશ દાખલ કરી લો પછી રજિસ્ટર પર ક્લિક કરો. આ સાથે તમે પોર્ટલ પર રજીસ્ટર થશો અને હવે ITR ફાઇલ કરવા માટે તૈયાર છો.

આ પણ વાંચો : SBI લાવી ખુશખબર : હવે તમારા ઘરમાં પડેલું સોનું તમને કમાણી કરી આપશે, જાણો કઈ રીતે

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : આજે પણ મોંઘુ થયું ઇંધણ, જાણો 1 લીટર પેટ્રોલ – ડીઝલના નવા ભાવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">