GST Council : આવતીકાલે નાણામંત્રીની અધ્યક્ષતામાં 45 મી GST Council meeting મળશે, જાણો ક્યા મુદ્દા રહેશે કેન્દ્રસ્થાને ?
લખનઉમાં યોજાનારી 45 મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ - ડીઝલ સહિતના મુદ્દાઓ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી પેનલ આ મુદ્દે વિચારણા કરશે.
જીએસટી કાઉન્સિલ(GST Council) શુક્રવારે વન નેશન વન ટેક્સ હેઠળ જીએસટી(one nation one tax gst) વ્યવસ્થામાં પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) અને અન્ય પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ વસૂલવા પર વિચાર કરી શકે છે. છે. પીટીઆઈના અનુસાર જો કે આ નિર્ણય કાઉન્સિલ દ્વારા લેવામાં આવે છે તો પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને આ પ્રોડક્ટ્સ પર ટેક્સ લગાવીને થતી આવક પર ભારે સમાધાન કરવું પડી શકે છે. જો કાઉન્સિલ પેટ્રોલિયમનો GST માં સમાવેશ કરે તો સામાન્ય માણસને પેટ્રોલ-ડીઝલની વધતી જતી મોંઘવારીમાંથી રાહત મળી શકે છે.
Finance Minister Smt. @nsitharaman will chair the 45th GST Council meeting at 11 AM in Lucknow tomorrow. The meeting will be attended by MOS Shri @mppchaudhary besides Finance Ministers of States & UTs and Senior officers from Union Government & States.@PibLucknow pic.twitter.com/jSQcEsTLzw
— Ministry of Finance (@FinMinIndia) September 16, 2021
નાણામંત્રીની અધ્યક્ષતાવાળી પેનલ વિચારણા કરશે સમાચાર અનુસાર શુક્રવારે લખનઉમાં યોજાનારી 45 મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ – ડીઝલ સહિતના મુદ્દાઓ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી પેનલ આ મુદ્દે વિચારણા કરશે.
જીએસટી સિસ્ટમમાં ફેરફાર જો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સિસ્ટમમાં કોઈ ફેરફાર કરવો હોય તો, પેનલ સભ્યોના ૩/4 ભાગની મંજૂરી જરૂરી છે. તમામ રાજ્યો અને પ્રદેશોના પ્રતિનિધિઓ આમાં સામેલ છે. કેટલાક પ્રસ્તાવોએ જીએસટીમાં પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરવાનો વિરોધ કર્યો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતો હજુ ઘણાં વધારે છે. જો કે આજે 16 સપ્ટેમ્બર, 2021 ના રોજ, સતત 11 માં દિવસે ભાવ સ્થિર છે. ઇંધણની કિંમતોમાં ઓઇલ કંપનીઓએ એટલી ઝડપથી વધારો કર્યો છે પણ તે ગતિએ ઘટાડ્યા નથી. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 101.19 પૈસા પ્રતિ લિટરના દરે છે અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લિટર છે. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.
ફુડ ડીલવરી એપ અંગે પણ નીર્નળ લેવાઈ શકે છે ફૂડ ડિલિવરી એપને રેસ્ટોરન્ટ સર્વિસમાં સામેલ કરી શકાય છે. જીએસટી કાઉન્સીલ આ અંગે વિચારણા કરી રહી છે. અહીં ફૂડ ડિલિવરી એપ એટલે ઝોમેટો અને સ્વિગી જેવી મોબાઇલ એપ્સ જે ગ્રાહકોને ભોજન પહોંચાડે છે. જીએસટી કાઉન્સિલમાં એવું વિચારવામાં આવી રહ્યું છે કે આવી એપ રેસ્ટોરન્ટ સર્વિસમાં સામેલ થવી જોઈએ. આ મોબાઇલ એપ્લિકેશન્સ સંપૂર્ણરીતે રેસ્ટોરન્ટ તરીકે સેવા આપે છે તેથી તે સમાન પ્રકારની સેવામાં સામેલ થઈ શકે છે. સ્વિગી અને ઝોમેટોની પોતાની કોઈ રેસ્ટોરન્ટ ચેઈન ન હોય અથવા રેસ્ટોરન્ટમાં બેસીને ભોજનની સર્વિસ આપતી નથી પરંતુ રેસ્ટોરન્ટને લગતી તમામ સુવિધાઓ ઘરે ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : શરાબના શોખીનો માટે અગત્યના સમાચાર : વેક્સીન સર્ટિફિકેટ વગર સરકારી વાઇનશોપ દારૂ આપશે નહિ , જાણો કોણે કર્યો આદેશ
આ પણ વાંચો : 1 ઓક્ટોબરથી જૂની Cheque Book નકામી બનશે, જો તમારું આ સરકારી બેંકોમાં ખાતું હોય તો તરત જ કરો બેંકનો સંપર્ક