Budget 2023 : બજેટમાં Income Tax માં છૂટછાટ મળશે કે નહીં? દરેક સામાન્ય માણસમાં મનમાં ઉઠે છે પ્રશ્ન, જાણો ભારત આવકવેરાના દરની દ્રષ્ટિએ વિશ્વમાં ક્યાં સ્થાને છે

|

Jan 31, 2023 | 8:22 AM

ભારતમાંIncome Tax નો મહત્તમ દર વિશ્વના અન્ય દેશોની બરાબર છે. જો કે, મૂળભૂત મુક્તિ મર્યાદા, કપાત, મુક્તિ વગેરે દરેક દેશમાં અલગ-અલગ હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તુલનાત્મક રીતે ઊંચા ફુગાવાના દરો સાથે વ્યક્તિગત કરદાતાઓ માટે ખૂબ જ જરૂરી ટેક્સ રાહત લાવવા માટે આગામી બજેટમાં મૂળભૂત મુક્તિ મર્યાદામાં વધારો કરવો યોગ્ય રહેશે.

Budget 2023 : બજેટમાં Income Tax માં છૂટછાટ મળશે કે નહીં? દરેક સામાન્ય માણસમાં મનમાં ઉઠે છે પ્રશ્ન, જાણો  ભારત આવકવેરાના દરની દ્રષ્ટિએ વિશ્વમાં ક્યાં સ્થાને છે
There is speculation about significant changes in income tax slabs.

Follow us on

1 ફેબ્રુઆરીએ રજૂ થનાર સામાન્ય બજેટ પહેલા આવકવેરાના સ્લેબમાં મહત્વપૂર્ણ ફેરફારોની અટકળો ચાલી રહી છે. ભારત વ્યક્તિગત કરદાતાઓ માટે પ્રોગ્રેસીવ ટેક્સ સ્લેબ સિસ્ટમને અનુસરે છે જેમાં ઇન્કમટેક્સ સ્લેબ વિવિધ પરિબળોના આધારે નક્કી કરવામાં આવે છે. આ પરિબળોમાં વય જૂથ અને આવકના વિવિધ સ્તરો સહિતના વિવિધ પરિબળોનો સમાવેશ થાય છે જેના આધારે ભારતમાં આવકવેરાના દરો નક્કી કરવામાં આવે છે.  ભારત સિવાયના ઘણાં દેશોમાં ઇન્કમટેક્સ સ્લેબના નિર્ધારણ અંગેના નિયમો લગભગ સમાન છે પરંતુ  રેટ અલગ-અલગ છે. આવકવેરાના દર આવકવેરાના દરો નક્કી કરતા આ પરિબળો ધ્યાનમાં લેવાય છે.

આવકવેરાના દર આ પરિબળોના આધારે નક્કી કરવામાં આવે છે

  • વય જૂથ- સામાન્ય કરદાતા (60 વર્ષથી ઓછી ઉંમરના), વરિષ્ઠ નાગરિક (60 વર્ષથી વધુ પરંતુ 80 વર્ષથી ઓછી ઉંમરના) અને સુપર સિનિયર સિટિઝન (80 વર્ષથી વધુ ઉંમરના) વરિષ્ઠ નાગરિકોને આવકવેરા પર ઉચ્ચ મૂળભૂત મુક્તિ મળે છે.
  • વ્યક્તિઓની આવકના વિવિધ સ્તરો હોય છે જ્યાં ઊંચી આવક ઊંચા કર દરોને આધીન હોય છે.
  •  આવકના સ્તરના આધારે ટેક્સ સરચાર્જ લાગુ પડે છે.
  •  આરોગ્ય અને શિક્ષણ ઉપકર પર 4% ટેક્સ અને સરચાર્જ પર વસૂલવામાં આવે છે.

દેશના વિકાસ માટે ટેક્સ જરૂરી છે

દરેક દેશના વિકાસમાં ટેક્સ ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે. કરમાંથી મળેલી રકમ સરકારને તેના નાગરિકો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ પર ખર્ચ કરવા સક્ષમ બનાવે છે. એવા ઘણા પરિબળો છે જે દેશોને કાર્યક્ષમ કર પ્રણાલી વિકસાવવામાં મદદ કરે છે – જેમ કે વસ્તીનું કદ અને રચના, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) રેશિયો, મેક્રો-ઈકોનોમિક પોલિસી, ફુગાવાનો દર વગેરે.

વિશ્વના કેટલાક દેશો સમાન કરના દર પ્રણાલીને અનુસરે છે, મોટાભાગના દેશો જેમ કે યુએસ, કેનેડા, જાપાન વગેરે પ્રોગ્રેસિવ ટેક્સ સ્લેબ રેટ સિસ્ટમને અનુસરે છે. રહેઠાણ, વૈવાહિક સ્થિતિ, આવકના સ્ત્રોત વગેરેના આધારે કર દરો પણ અલગ-અલગ હોય છે. મધ્ય પૂર્વના દેશોમાં વ્યક્તિગત આવકવેરો નથી અન્ય દેશોમાં કર દરો 10% થી 60% સુધીની છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ભારત સહિત વિશ્વભરમાં આવકવેરાના દર આ મુજબ છે

  • ભારત 42.74%
  • કેનેડા 33%
  • યુએસ 37%
  • ફ્રાન્સ 45%
  • ફિનલેન્ડ 56.95%
  • જર્મની 45%
  • યુકે 45%
  • ચીન 45%
  • હોંગકોંગ 15%
  • જાપાન 55.97%
  • સિંગાપોર 22%
  • ઓસ્ટ્રેલિયા 45%

ભારતમાં ટેક્સનો મહત્તમ દર વિશ્વના અન્ય દેશોની બરાબર છે. જો કે, મૂળભૂત મુક્તિ મર્યાદા, કપાત, મુક્તિ વગેરે દરેક દેશમાં અલગ-અલગ હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તુલનાત્મક રીતે ઊંચા ફુગાવાના દરો સાથે વ્યક્તિગત કરદાતાઓ માટે ખૂબ જ જરૂરી ટેક્સ રાહત લાવવા માટે આગામી બજેટમાં મૂળભૂત મુક્તિ મર્યાદામાં વધારો કરવો યોગ્ય રહેશે.

Next Article