Budget Session 2022: 31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનુ બજેટ સત્ર, 1 ફ્રેબ્રુઆરીએ રજુ થશે સામાન્ય બજેટ, જાણો પુરુ શેડ્યુલ

Budget Session 2022: આ સતત ચોથી વખત હશે જ્યારે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. આ વર્ષે કોરોનાને કારણે બજેટ સત્ર બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 1 થી 11 ફેબ્રુઆરી અને બીજો તબક્કો 14 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે.

Budget Session 2022: 31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનુ બજેટ સત્ર, 1 ફ્રેબ્રુઆરીએ રજુ થશે સામાન્ય બજેટ, જાણો પુરુ શેડ્યુલ
Budget 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 10:53 PM

Budget Session 2022: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરી 2022થી શરૂ થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ 31 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે બંને ગૃહોને એક સાથે સંબોધિત કરશે. આ પછી 1 ફેબ્રુઆરી, 2022 ના રોજ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સવારે 11 વાગ્યે સંસદમાં કેન્દ્રીય બજેટ 2022 (Union Budget 2022) રજૂ કરશે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2022-23 માટે બજેટ પ્રસ્તાવ રજૂ કરશે.

આ સતત ચોથી વખત હશે જ્યારે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. આ વર્ષે કોરોનાને કારણે બજેટ સત્ર બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 1 થી 11 ફેબ્રુઆરી અને બીજો તબક્કો 14 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન, સ્થાયી સમિતિઓ મંત્રાલયો/વિભાગોની અનુદાન માટેની માંગણીઓની તપાસ કરશે અને તેના પર અહેવાલ તૈયાર કરશે. તમને જણાવી દઈએ કે કુલ 29 બેઠકો થશે. પ્રથમ ભાગમાં 10 અને બીજા ભાગમાં 19 બેઠકો હશે.

લોકસભાની કાર્યવાહી સાંજે 4 થી 9 વાગ્યા સુધી ચાલુ રહેશે

2 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી, 2022 સુધી લોકસભાની કાર્યવાહી સાંજે 4 થી 9 વાગ્યા સુધી ચાલશે. જ્યારે, રાજ્યસભાની કાર્યવાહી સવારે 9 કે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ચાલશે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દરરોજ પાંચ કલાક ચાલશે પરંતુ તેમનો સમય અલગ અલગ હશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બજેટ સત્ર દરમિયાન રાજ્યસભાની બેઠક દિવસના પહેલા અડધા ભાગમાં અને લોકસભાની બેઠક દિવસના બીજા ભાગમાં થશે. કોરોના સંબંધિત પ્રોટોકોલના કારણે સભ્યો રાજ્યસભા અને લોકસભાની ચેમ્બર અને ગેલેરીમાં પણ બેસાડવામાં આવશે. એટલે કે, બજેટ સત્ર દરમિયાન, કોઈ મુલાકાતીઓને કાર્યવાહી જોવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આભાર પ્રસ્તાવ પર ચર્ચા માટે 4 દિવસ ફાળવવામાં આવ્યા છે

બજેટ સત્રના પ્રથમ ભાગ દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અને બજેટ પર સામાન્ય ચર્ચા થશે. સરકારે આભાર પ્રસ્તાવ પર ચર્ચા માટે કામચલાઉ રીતે 4 દિવસનો સમય નક્કી કર્યો છે. 2, 3, 4 અને 7 ફેબ્રુઆરીએ તેની ચર્ચા થશે. બજેટની રજૂઆત પછી સત્રના પ્રથમ ભાગ દરમિયાન (2 થી 11 ફેબ્રુઆરી 2022 સુધી) વિવિધ પ્રશ્નો, આભાર પ્રસ્તાવ પર ચર્ચા, કેન્દ્રીય બજેટ પર સામાન્ય ચર્ચા વગેરે માટે 40 કલાક ઉપલબ્ધ રહેશે.

સંસદના સભ્યો માટે ટેસ્ટ અને રસીકરણ માટેની વ્યવસ્થા

કોવિડ-19 મહામારી દ્વારા ઉભા થયેલા જોખમને ધ્યાનમાં રાખીને, લોકસભા હોલ અને સંસદ ભવન સંકુલના અન્ય ભાગોમાં વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. સામાજિક અંતરના ધોરણોને સુનિશ્ચિત કરવા માટે સભ્યોને લોકસભા ચેમ્બર (282), લોકસભા ગેલેરી (પ્રેસ ગેલેરી સિવાય) (148), રાજ્યસભા ચેમ્બર (60) અને રાજ્યસભા ગેલેરી (51)માં બેઠકો ફાળવવામાં આવશે. સંસદના સભ્યો અને અન્ય મુલાકાતીઓ માટે રસીકરણ અને પરીક્ષણ માટેની વ્યવસ્થા પરિસરમાં કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Coronavirus Pandemic: બે વર્ષ પહેલા આજના જ દિવસે ભારતમાં નોંધાયો હતો પહેલો કોવિડ 19 કેસ, જાણો શું કહે છે ડૉક્ટર્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">