લેખિકા તસ્લીમા નસરીને મોઇન અલીને લઇ કહ્યુ, ક્રિકેટ ના રમતો હોત તો સિરીયામાં ISIS નો આંતકવાદી હોત

|

Apr 06, 2021 | 6:42 PM

IPL 2021 ની સિઝન પહેલા એક તરફ કોરોનાનો કેર છે તો બીજી તરફ હવે વિવાદો પણ શોર મચાવવા લાગ્યા છે. વિવાદની શરુઆત પણ કોઇ ક્રિકેટ સાથે જોડાયેલ વ્યક્તિએ નહી પરંતુ બાંગ્લાદેશ (Bangladesh) ની જાણીતી લેખિકાએ તસ્લીમાં નસરીને (Taslima Nasreen) કર્યો છે.

લેખિકા તસ્લીમા નસરીને મોઇન અલીને લઇ કહ્યુ, ક્રિકેટ ના રમતો હોત તો સિરીયામાં ISIS નો આંતકવાદી હોત
Taslima Nasreen-Moin Ali

Follow us on

IPL 2021 ની સિઝન પહેલા એક તરફ કોરોનાનો કેર છે તો બીજી તરફ હવે વિવાદો પણ શોર મચાવવા લાગ્યા છે. વિવાદની શરુઆત પણ કોઇ ક્રિકેટ સાથે જોડાયેલ વ્યક્તિએ નહી પરંતુ બાંગ્લાદેશ (Bangladesh) ની જાણીતી લેખિકાએ તસ્લીમાં નસરીને (Taslima Nasreen) કર્યો છે. તેણે IPL 2021માં રમી રહેલા ઇંગ્લેંડના ઓલરાઉન્ડર મોઇન અલી (Moin Ali) પર નિશાન તાક્યુ હતુ. 58 વર્ષીય બહુમુખી પ્રતિભા ધરાવતી તસ્લીમા નસરીન આમ તો પોતાના લેખન લઇને પ્રસિદ્ધ છે. તેના લખાણને લઇને મુસ્લિમ સમુદાયો તરફ થી અગાઉ જાન થી મારી નાંખવાની ધમકીઓ પણ મળી ચુકી છે. લેખન ને લઇને તસ્લીમાએ પોતાનો દેશ પણ છોડવો પડ્યો હતો, ત્યાર બાદ તેણે સ્વિડનની નાગરીકતા લેવી પડી હતી.

તસ્લીમાં નસરીન એક વાર ફરી થી ચર્ચામા આવી ચુકી છે. આ વખતે તે મોઇન અલીને લઇને તે ચર્ચામામાં છે. મોઇન અલીને લઇને આમ તો ચર્ચાઓ એ ચાલી રહી હતી કે, ચેન્નાઇ સુપર કિંગ્સની જર્સી પર લાગેલા બિયરના લોગોને હટાવવાની માંગ કરી હતી. જોકે બાદમાં તેની પર આઇપીએલની ટીમ સીએસકે ના સીઇઓ કાશી વિશ્વનાથને નિવેદન આપ્યુ હતુ કે, મોઇન એ લોગો હટાવવા જેવી કોઇ માંગ કરી નહોતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મોઇન અલીને લઇને તસ્લીમાએ કર્યુ વિવાદીત ટ્વીટ
પોતાના લખાણને લઇને ચર્ચાઓમાં રહેનારી લેખીકા તસ્લીમાં નસરીન એ ટ્વીટ કર્યુ હતુ. ઇંગ્લીશ ઓલરાઉન્ડર પર નિશાન સાધ્યુ હતુ અને લખ્યુ હતુ કે, મોઇન અલી જો ક્રિકેટ ના રમતો હોત તો તે સિરીયામાં જઇને ISIS નો આંતકી બની જતો.

વિવાદીત ટ્વીટને લઇને લોકોના નિશાના પર આવી ચુકી તસ્લીમા
ક્રિકેટર ઓલરાઉન્ડર મોઇન અલીને લઇને તસ્લીમા નસરીનના આ ટ્વીટ બાદ ટ્વીટર પર તેના પર ખૂબ નારાજગી વર્તાવા લાગી છે. કોઇ કહી રહ્યુ છે કે, આવી કોમેન્ટ સહન કરવાની બહાર છે. તો કોઇ તેને ખેલાડીને તેના ફિલ્ડ એચિવમેન્ટ થી જજ કરવાની સલાહ આપી હતી.

 

IPL 2021 માં CSK થી જોડાયો મોઇન અલી
મોઇન અલી IPL 2020 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો હિસ્સો હતો. જોકે મીની ઓકશન દરમ્યાન RCB એ તેને રિલીઝ કરી દીધો હતો. ત્યાર બાદ IPL 2021 માટે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) એ તેને 7 કરોડની બોલી લગાવીને ખરીદ કરી લીધો હતો.

Next Article