મહિલા IPLમાં પોતાની ટીમ ખરીદશે CSK, રેસમાં છે અન્ય 4 ફ્રેન્ચાઈઝી

|

Jan 05, 2023 | 9:08 PM

બુધવારે બીસીસીઆઈ એ આઈપીએલ સિઝન માટે ટીમો માટેનું ટેન્ડર પર નીકાળ્યુ હતુ. મીડિયા રિપોર્ટસ અનુસાર, પુરુષ આઈપીએલની 10 ટીમોમાંથી 5 ટીમો મહિલા આઈપીએલમાં ટીમ ખરીદવા માટે રસ દાખવી રહી છે.

મહિલા IPLમાં પોતાની ટીમ ખરીદશે  CSK, રેસમાં છે અન્ય 4 ફ્રેન્ચાઈઝી
Women IPL 2023
Image Credit source: File photo

Follow us on

નવા વર્ષની શરુઆતથી જ ભારત સહિત દુનિયામાં ક્રિકેટનો રોમાંચ જામ્યો છે. આ વર્ષે પુરુષ આઈપીએલની જેમ મહિલા આઈપીએલ પણ યોજાશે. બુધવારે બીસીસીઆઈ એ આઈપીએલ સિઝન માટે ટીમો માટેનું ટેન્ડર પણ નીકાળ્યુ હતુ. મીડિયા રિપોર્ટસ અનુસાર પુરુષ આઈપીએલની 10 ટીમોમાંથી 5 ટીમો મહિલા આઈપીએલમાં ટીમ ખરીદવા માટે રસ દાખવી રહી છે. જો આવુ થયુ તો સાઉથ આફ્રિકાની બીબીએલ લીગની જેમ મહિલા આઈપીએલમાં પણ એક જ ફ્રેન્ચાઈઝીઓ જોવા મળશે.

મીડિયા રિપોર્ટસ અનુસાર રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ મહિલા આઈપીએલની નવી સિઝનમાં ટીમ ખરીદવા માંગે છે. ઘણી ફ્રેન્ચાઈઝીઓએ મહિલા આઈપીએલમાં ટીમ ખરીદવા માટે તૈયારી શરુ કરી દીધી છે. તેમાંથી ઘણી ટીમોએ વિદેશી ક્રિકેટ લીગમાં પણ આવી ટીમો ખરીદી છે.

CSK ખરીદવા માંગે છે આઈપીએલની મહિલા ટીમ

ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને જણાવ્યુ કે, અમે બોલી લગાવા માટે ડોક્યૂમેન્ટ તૈયાર રાખ્યા છે અને એપ્લાઈ પણ કર્યુ છે. અમે ટીમ ખરીદવા માંગીએ છે. જો મહિલા આઈપીએલમાં CSKની કોઈ ટીમ નહીં હશે તો મજા નહીં આવે. અમે મહિલા ક્રિકેટને પણ પ્રમોટ કરવા માંગીએ છે. આ તરફ રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઈઝી પણ ટીમની બોલી માટે તૈયારી કરી રહી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

નથી રાખવામાં આવી કોઈ બેસ પ્રાઈસ

બીસીસીઆઈએ આ વખતે ટીમો માટે કોઈ બેસ પ્રાઈસ નથી રાખી. એવું માનવામાં આવી રહ્યુ છે કે બીસીસીઆઈ બેસ પ્રાઈસ રાખીને ફ્રેન્ચાઈઝીનો રસ ખત્મ કરવા માંગતી નથી. જો બેસ પ્રાઈસ ઊંચી હશે તો ફ્રેન્ચાઈઝી આ લીગથી દૂર રહેશે. મળતી માહિતી અનુસાર આ સિઝનમાં પાંચ મહિલા ટીમો હશે. આ લીગની શરુઆત ફ્રેબુઆરી-માર્ચ મહિનામાં ભારતમાં જ રમાશે. પુરુષ આઈપીએલની જેમ મહિલા આઈપીએલ પણ રોમાંચક બને તે માટે બીસીસીઆઈ પ્રયાસ કરી રહી છે.

તમામ મેચ થશે મુંબઈના સ્ટેડિયમમાં

મહિલા આઈપીએલની પહેલી સીઝનની તમામ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ, ડીવાઈ પાટિલ સ્ટેડિયમ અને બ્રેબોન સ્ટેડિયમમાં યોજાઈ હતી. હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમો વચ્ચેની ટી20 મેચો પણ મુંબઈમાં રમાઈ હતી. મહિલા ક્રિકેટ પ્રત્યેના મુંબઈના લોકોના ઉત્સાહને કારણે મહિલા આઈપીએલના નવા સિઝનની મેચ પણ મુંબઈમાં રમાશે.

Next Article