WBBL : આ કેચ જોઈને બેટ્સમેનને છોડો બોલર પણ માંથું ખંજવાળવા લાગ્યો ! જુઓ VIDEO

|

Nov 07, 2021 | 4:19 PM

ક્રિકેટમાં મેચમાં કેચ પકડવો જરૂરી છે. પરંતુ, આવા કેચથી મેચ સમય પહેલા સમાપ્ત થઈ જાય છે.

WBBL : આ કેચ જોઈને બેટ્સમેનને છોડો બોલર પણ માંથું ખંજવાળવા લાગ્યો ! જુઓ VIDEO
જેમિમા રોડ્રિગ્ઝે હરમનપ્રીત કૌરની બોલિંગ પર કેચ પકડ્યો હતો

Follow us on

WBBL : એક હિન્દીમાં કહેવત છે કે, નજર હટી દુર્ઘટના ઘટી પરંતુ અહીં બેટ્સમેનની નજર પણ યોગ્ય હતી અને જે શોટ રમવામાં આવ્યો તે પણ અદ્ભુત હતો, તેમ છતાં તેની સાથે એક મોટી ઘટના બની. ક્રિકેટમાં મેચની પકડ બનાવવા માટે કેચ પકડવો જરૂરી છે. પરંતુ, આવા કેચથી મેચ સમય પહેલા સમાપ્ત થઈ જાય છે. જેમ મેલબોર્ન રેનેગેડ્સ વુમન મેલબોર્ન સ્ટાર વુમન સામે કર્યું. હવે તમે સમજી જ ગયા હશો કે, અહીં અમે ઓસ્ટ્રેલિયા (Australia)માં રમાઈ રહેલી મહિલા બિગ બેશ લીગની વાત કરી રહ્યા છીએ.

આ લીગમાં મેલબોર્ન રેનેગેડ્સ વુમન અને મેલબોર્ન સ્ટાર વુમન (Melbourne Star Woman) વચ્ચે મેચ રમાઈ હતી. આ જ મેચમાં મેલબોર્ન રેનેગેડ્સના એક ફિલ્ડરે એવો કેચ પકડ્યો કે મેલબોર્ન સ્ટારની બેટિંગ બગડી ગઈ. તે કેચે બધાને દંગ કરી દીધા. આ કેચ માત્ર બેટ્સમેન (Batsman) જ નહીં બોલરને પણ હેરાન કરી નાખનારો હતો. આ કેચની સૌથી મહત્વની બાબત તેનું ભારત સાથેનું જોડાણ હતું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ કેચ લેનાર ફિલ્ડર ભારતીય હતી અને જેના બોલ પર તેણે આ કેચ લીધો તે પણ એક ભારતીય (Indian) હતી. આઉટ થનાર એકમાત્ર બેટ્સમેન ઓસ્ટ્રેલિયન હતી, જેની ઇનિંગ્સ ઓપનિંગ વખતે માત્ર 1 રન પર સમાપ્ત થઈ ગઈ હતી. મેચમાં મેલબોર્ન રેનેગેડ્સ તરફથી રમી રહેલી હરમનપ્રીત કૌરે પોતાની પ્રથમ ઓવરનો પહેલો બોલ જ ફેંક્યો હતો કે જેમિમા રોડ્રિગ્ઝે એલિસા વિલાની દ્વારા રમવામાં આવેલો શોટ એટલી સરળતાથી કેચ કરી લીધો, જાણે કંઈ બન્યું જ ન હોય.

મેચ પર કેચની અસર

આ કેચ દેખાય છે તેટલો સરળ નથી. આ કેચની શું અસર થઈ, હવે એ પણ જાણી લો. આ કેચ પછી, મેલબોર્ન સ્ટારની શરૂઆત, જે એક વખત બગડી ગઈ હતી, તે ફરીથી રિકવર થઈ શકી નહીં. આખી ટીમ 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેલબોર્ન રેનેગેડ્સ તરફથી હરમનપ્રીત 3 વિકેટ લેનારી સૌથી સફળ બોલર હતી. રેનેગેડની ટીમે 104 રનનો ટાર્ગેટ 15મી ઓવરમાં જ 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ રીતે તેણે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. આ જીતમાં જબરદસ્ત કેચ લેનાર રોડ્રિગ્ઝે 38 બોલમાં 45 રન બનાવ્યા હતા.

 

આ પણ વાંચો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 3600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડ સંબંધિત ઇટાલિયન કંપની પરનો પ્રતિબંધ હટાવ્યો

Next Article