AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી,જીતેશ શર્મા કેપ્ટન

Vaibhav Suryavanshi in Team India: 14 નવેમ્બરથી શરુ થઈ રહેલી ટૂર્નામેન્ટ માટે વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયાની પસંદગી થઈ છે. આ ટૂર્નામેન્ટ માટે વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માને મોટી જવાબદારી આપવામાં આવી છે.

Breaking News : વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી,જીતેશ શર્મા કેપ્ટન
| Updated on: Nov 04, 2025 | 11:48 AM
Share

વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી ભારતીય ટીમમાં ભલે થઈ નથી પરંતુ તેમણે એક ડગલું આગળ વધ્યું છે. તેની પસંદગી રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. 14 નવેમ્બરથી આ ટૂર્નામેન્ટની શરુઆત થઈ રહી છે. જેમાં વૈભવ સૂર્યવંશીએ જો સારું પ્રદર્શન કર્યું તો ભારતીય ક્રિકેટમાં અને આગળ વધવા માટે રસ્તા ખુલી શકે છે. રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ભારતીય ટીમમાં વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી થઈ છે. તો જિતેશ શર્માને તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

15 ખેલાડીઓમાં વૈભવ સૂર્યવંશીનું નામ

રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ જેને પહેલા ઇમર્જિંગ એશિયા કપ તરીકે ઓળખાતી ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીને તેની તાકાત અને સફેદ બોલ ક્રિકેટમાં સતત પ્રદર્શનને કારણે 15 ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ વૈભવના સતત પ્રદર્શનનું પરિણામ છે.

ભારતનું રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપનું શેડ્યુલ

  • શુક્રવાર, 14 નવેમ્બર: ભારત વિરુદ્ધ યુએઈ
  • રવિવાર, 16 નવેમ્બર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન
  • મંગળવાર, 18 નવેમ્બર: ભારત વિરુદ્ધ ઓમાન
  • શુક્રવાર, 21 નવેમ્બર – સેમિ-ફાઇનલ 1
  • શુક્રવાર, 21 નવેમ્બર – સેમિ-ફાઇનલ 1
  • રવિવાર, 23 નવેમ્બર – ફાઇનલ

વૈભવ સૂર્યવંશી ભારતની સીનિયર ટીમ માટે ક્યારે રમશે? આ સવાલ વ્હાઈટ બોલમાં તેના પરફોર્મન્સની ચર્ચા થઈ રહી છે. રાજસ્થાન રોયલ્સમાં તેના કેપ્ટન રહેલા સંજુ સેમસનના જણાવ્યા મુજબ વૈભવ સૂર્યવંશી આગામી 1-2 વર્ષમાં ઈન્ડિયા રમવા માટે તૈયાર હશે. આવું જ વૈભવ સૂર્યવંશીના કોચ મનીષ ઓઝાનું માનવું છે.જો વૈભવ સૂર્યવંશી આ ટુર્નામેન્ટમાં પોતાની બેટિંગમાં તાકાત બતાવે છે, તો તેના માટે સિનિયર ટીમમાં પ્રવેશવાનો માર્ગ ટૂંક સમયમાં ખુલી શકે છે.

રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ઈન્ડિયા એ સ્કવોર્ડ

જિતેશ શર્મા, વૈભવ સૂર્યવંશી, નેહાલ વઢેરા, પ્રિયાંશ આર્યા,આશુતોષ શર્મા,નમન ધીર, સૂર્યાંશ શેડગે, રમનદીપ સિંહ, યુદ્ધવીર સિંહ ચરક, યશ ઠાકુર, ગુરજનપ્રીત સિંહ, વિજય કુમાર વ્યસ્ક, હર્ષ દુબે, અભિષેક પારેલ,સુયશ શર્મા

પાકિસ્તાન સાથે ગ્રુપ બીમાં ભારત

રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ઈન્ડિયા એ ટીમમાં ઓમન,યુએઈ અને પાકિસ્તાન એની સાથે ગ્રુપ બીમાં રાખવામાં આવી છે. આ ટૂર્નામેન્ટની તમામ મેચ દોહામાં રમાશે.

નાની ઉંમરમાં ઉંચી ઉડાન , IPL 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">