AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Sports Day : પીએમ મોદીએ ભાવિના પટેલ સાથે ફોન પર વાત કરી, કહ્યું- ‘તમે ઇતિહાસ રચ્યો છે’

ભાવિના પટેલે પોતાના શાનદાર પ્રદર્શનથી દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે. પેરાલિમ્પિક્સ ગેમ્સના ઇતિહાસમાં ટેબલ ટેનિસમાં ભારતનો આ પહેલો મેડલ છે.ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યા બાદ, પીએમ મોદીએ ભાવિના પટેલ સાથે ફોન પર વાત કરી, કહ્યું- 'તમે ઇતિહાસ રચ્યો છે'

National Sports Day : પીએમ મોદીએ ભાવિના પટેલ સાથે ફોન પર વાત કરી, કહ્યું- 'તમે ઇતિહાસ રચ્યો છે'
પીએમ મોદીએ ભાવિના પટેલ સાથે ફોન પર વાત કરી, કહ્યું- 'તમે ઇતિહાસ રચ્યો છે'
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 10:24 AM
Share

National Sports Day :આજે 29 ઓગસ્ટ એટલે કે રાષ્ટ્રીય રમત દિવસ છે.  આ ખાસ દિવસે રમતગમતમાં ભારતના સન્માનમાં વધારો કર્યો છે. જો દુનિયાની નજરમાં તિરંગાનું મૂલ્ય વધી જાય તો આનાથી મોટી વસ્તુ શું હોઈ શકે. આવું જ કંઇક ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં પણ થયું, જ્યાં ભાવિના પટેલે (Bhavina Patel) દેશનું નામ રોશન કર્યું. પેરાલિમ્પિક્સના સ્ટેજ પર ભારતને સિલ્વર મેડલ મળ્યો છે,

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવિના બેન પટેલ સાથે વાતચીત કરી અને ટોક્યો પેરાલિમ્પિક્સમાં મહિલા સિંગલ્સ ટેબલ ટેનિસ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ ફોન પર પટેલના વખાણ કર્યા અને તેમને કહ્યું કે, તમે તો ઈતિહાસ રચ્યો છે. પ્રધાનમંત્રીએ ભાવિનાને તેના પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

જે વિશ્વની સૌથી મોટી રમતગમત સ્પર્ધાઓમાંની એક છે. તે મહિલા ટેબલ ટેનિસ (Table tennis)ની વર્ગ ચારની ઇવેન્ટની ફાઇનલ ચોક્કસપણે હારી ગઇ હતી પરંતુ દેશ માટે તેનો પહેલો મેડલ સુનિશ્ચિત કર્યો હતો. ભાવિના પટેલે પોતાના શાનદાર પ્રદર્શનથી દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે. પેરાલિમ્પિક્સ ગેમ્સના ઇતિહાસમાં ટેબલ ટેનિસ (Table tennis)માં ભારતનો આ પહેલો મેડલ છે.

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિના પટેલની આ સફળતા પર સમગ્ર દેશને ગર્વ છે. ભારતના રાષ્ટ્રપતિથી લઈને પ્રધાનમંત્રી સુધી, ભાવિના આશ્ચર્યજનક કાર્યની પ્રશંસા કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બંનેએ ભાવિના ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતવાની પ્રશંસા કરી છે. રાષ્ટ્રપતિએ આ સિદ્ધિને પ્રશંસનીય ગણાવી છે, જ્યારે પીએમ મોદીએ તેને દેશના યુવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયી જીત ગણાવી છે.

ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલની સિલ્વર મેડલ જીતવાની ખુશી પણ બેવડી છે કારણ કે તે નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસે મેડલ જીત્યો છે.એટલે કે જે દિવસે ખેલાડીઓનું સન્માન કરવામાં આવે છે. તે જ દિવસે, 34 વર્ષીય ભારતીય પેડલરે તેની રમતમાં દેશનું ગૌરવ વધાર્યું છે.

આ પણ વાંચો : Tokyo Paralympics:ગુજરાતની ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો,

આ પણ વાંચો : Tokyo Paralympics : ભાવિના પટેલ જીત્યો સિલ્વર મેડલ, જાણો આજનો સંપૂર્ણ કાર્યક્રમ

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
g clip-path="url(#clip0_868_265)">