Gold Medalist: ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ તો મેળવ્યો પણ પોતાની પ્રેમિકા સાથે લગ્ન નહીં કરી શકે આ ખેલાડી, જાણો કારણ

|

Aug 09, 2021 | 8:29 PM

ઈઝરાયેલી જિમ્નાસ્ટ આર્ટેમ ડોલ્ગોપ્યાટે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ગોલ્ડ મેડલ જીતીને તેનું સપનું પૂરું કર્યું છે, પરંતુ તેનું વ્યક્તિગત સપનું ક્યારેય સાકાર થશે નહીં.

Gold Medalist: ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ તો મેળવ્યો પણ પોતાની પ્રેમિકા સાથે લગ્ન નહીં કરી શકે આ ખેલાડી, જાણો કારણ
Artem Dolgopyat

Follow us on

Gold Medalist: વિશ્વના તમામ ખેલાડીઓનું સપનું હોય છે કે એક દિવસ તેમના ગળામાં ઓલિમ્પિકનું મેડલ હોય. ભારતના નિરજ ચોપરા (Neeraj Chopra)એ જેવલિન થ્રો (Javelin throw)માં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. તેણે ભારતને એકમાત્ર ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ત્યારે ઈઝરાયેલી જિમ્નાસ્ટ ખેલાડી ગોલ્ડ મેડલ જીતીને પણ પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરી શકશે નહીં.

 

આર્ટેમ ડોલ્ગોપાયતે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ઈઝરાયેલી જિમ્નાસ્ટ આર્ટેમ ડોલ્ગોપ્યાટે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ગોલ્ડ મેડલ જીતીને તેનું સપનું પૂરું કર્યું છે, પરંતુ તેનું વ્યક્તિગત સપનું ક્યારેય સાકાર થશે નહીં. આર્ટેમે ટોક્યો ઓલિમ્પિકમાં જિમ્નેસ્ટિક્સ (Gymnastics)માં ગોલ્ડ મેડલ જીત્યો છે. ગોલ્ડ જીતવા છતાં આર્ટેમ પોતાના અંગત જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. તે એક છોકરી સાથે પ્રેમમાં છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ તેનું સપનું પૂરું કરવું શક્ય નથી.

 

ઈઝરાયેલનો કાયદો અડચણરૂપ બન્યો

આર્ટેમ ડોલ્ગોપાયત ( artem dolgopyat)નું તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાનું સપનું ભાગ્યે જ પૂરું થશે. જ્યારે યુક્રેનિયનમાં જન્મેલા ઈઝરાયલી જિમ્નાસ્ટ આર્ટેમે ઓલિમ્પિક ગેમ્સમાં ઈઝરાયેલ તરફથી બીજો ગોલ્ડ મેડલ (Gold medal) જીત્યો છે, ત્યારે તેને રાષ્ટ્રીય નાયક કહેવામાં આવ્યો હતો અને સમગ્ર દેશે તેમના વખાણ કર્યા હતા.

 

 

ડોલ્ગોપાયત (artem dolgopyat)ના પિતા યહૂદી છે પણ માતા યહુદી નથી. યહૂદી ધાર્મિક કાયદાઓ અનુસાર જો તેની માતા યહૂદી હોય તો જ તેને ‘હલાચા’ હેઠળ યહૂદી ગણી શકાય. આ ધાર્મિક કાયદાને કારણે ભૂતપૂર્વ સોવિયત યુનિયનના દેશોમાંથી પરત આવેલા હજારો લોકોને ભેદભાવનો સામનો કરવો પડે છે.

 

 

આર્ટેમ ડોવગોપાયતને યહૂદી ગણવામાં આવતો નથી

સમગ્ર બાબત પર આર્ટેમની માતાએ કહ્યું કે તેનો પુત્ર ઈઝરાયલી ઓર્થોડોક્સ કાયદાને કારણે યહૂદી માનવામાં આવતો નથી અને તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ડોલ્ગોપાયત ( artem dolgopyat)ની માતાએ કહ્યું કે સરકાર તેમના પુત્રને આ લગ્ન કરવા દેશે નહીં.

 

 

તેમના નિવેદન પછી જ ચર્ચા શરૂ થઈ કારણ કે ઈઝરાયેલના કાયદા અનુસાર જેમના દાદા -દાદી અથવા નાના -નાની યહૂદી છે, ફક્ત તેને જ ઈઝરાયેલી નાગરિકતા આપવામાં આવશે. ઈઝરાયેલને ટોક્યોમાં માત્ર એક જ ગોલ્ડ મેડલ (Gold medal)મળ્યો છે અને તે પણ આર્ટેમે આપ્યો છે.

 

 

આ પણ વાંચો : Tokyo Olympics: મહિલા હોકી ટીમના કોચ જોએર્ડ મરીને પદ છોડવાનો કર્યો નિર્ણય

Next Article