Tokyo Olympics 2020માં ભારતીય ફૂડને લઇ મિશ્ર પ્રતિભાવો, જાણો શા માટે નથી થતી રોજ રુમની સફાઇ

|

Jul 20, 2021 | 7:51 AM

ટોક્યો ઓલિમ્પિક 2020માં ઓલિમ્પિક વિલેજમાં ડાઇનિંગ હૉલમાં દુનિયા ભરના વ્યંજન પીરસવામાં આવી રહ્યા છે. જેમાં ભારતીય દાળ અને પરોઠા પણ સામેલ છે. જો કે ભારતીય દળે તેને લઇને મિશ્ર પ્રતિક્રિયા આપી છે.

Tokyo Olympics 2020માં ભારતીય ફૂડને લઇ મિશ્ર પ્રતિભાવો, જાણો શા માટે નથી થતી રોજ રુમની સફાઇ
સાંકેતિક તસ્વીર

Follow us on

Tokyo Olympics 2020 : ટોક્યો ઓલિમ્પિક 2020માં ઓલિમ્પિક ગેમ વિલેજમાં ડાઇનિંગ હૉલમાં દુનિયા ભરના વ્યંજન પીરસવામાં આવી રહ્યા છે. જેમાં ભારતીય દાળ અને પરોઠા પણ સામેલ છે. જો કે ભારતીય દળે તેને લઇને મિશ્ર પ્રતિક્રિયા આપી છે. ખેલાડીઓની ગરમ પાણીની માગને લઇને ભારતીય દૂતાવાસે 100થી વધારે ઇલેક્ટ્રોનિક કિટલી માગી છે. ઓલિમ્પિક વિલેજના રુમમાં કિટલી રાખવામાં આવી નથી.

રુમ સારા પણ નથી થઇ સફાઇ

આ સાથે જ કોરોના મહામારીના કારણે વ્યક્તિગત સંપર્ક ઓછામાં ઓછુ રાખવાની કવાયતમાં રુમની સફાઇ ત્રણ દિવસે એકવાર થશે. ભારતના વધારે ખેલાડી રવિવારે અહીં પહોંચી ગયા છે અને ઓલિમ્પિક ગેમ વિલેજમાં બે દિવસ પસાર કરી ચૂક્યા છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ભારતીય દળના ઉપપ્રમુખ પ્રેમ વર્માએ 19 જુલાઇએ જણાવ્યુ કે કિટલીની ખેલડીઓને જરુર છે. તેમને સવારે ગરમ પાણી પીવાનુ હોય છે. અમે ભારતીય દૂતાવાસને આની વ્યવસ્થા કરવા માટે અનુરોધ કર્યો છે. એક ટીમ અધિકારીએ કહ્યુ કે રુમ સારા છે પરંતુ  રવિવારથી રુમની સફાઇ થઇ નથી.

આના પર વર્માએ કહ્યુ કે સંપર્ક ઓછામાં ઓછો રાખવા માટે સ્થાનીય આયોજન સમિતિ દર ત્રણ દિવસે સફાઇ કરાવશે. કોઇને રોજ સફાઇની જરુર છે તો તે કહી શકે છે. ટેબલ ટેનિસ ખેલાડી ડી સાથિયાને જણાવ્યુ કે તેમણે ફૂડ અને અભ્યાસની સુવિધાથી કોઇ પ્રોબ્લેમ નથી. સાથિયાને કહ્યુ કે બધુ બરાબર છે. કોઇ ફરિયાદ નથી. મે ગઇકાલે દાળ અને પરોઠા ખાધા જે સારા હતા.

ફૂડને લઇ મિશ્ર પ્રતિભાવ

એક અધિકારીએ કહ્યુ કે દેશી ખાવાનુ વધારે સારુ હોય શકે છે. અધિકારીએ કહ્યુ હું ભારતીયોને કોન્ટિનેંટલ અથવા જાપાની ફૂડ ચાખવા માટે કહીશ. ભારતીય ફૂડ એવરેજ છે અને ક્યારેક કાચુ પણ હોય છે. એના કરતા સારુ સ્થાનીય ફૂડ છે. અહીં જે સી ફૂડ પીરસાઇ રહ્યુ છે તે ઘણુ તાજુ છે. વર્માએ કહ્યુ બીજા દેશમાં આવ્યા પછી ત્યાંની સંસ્કૃતિને અપનાવી જોઇએ . જેમાં ખાન-પાન પણ સામેલ છે.

અહીં સારુ ભારતીય ફૂડ પીરસવામાં આવી રહ્યુ છે હવે જે આપણા દેશમાં મળે છે તેની સાથે તુલના ન થઇ કરવી જોઇએ. જમવામાં ઘણી વેરાયટી છે. ડાઇનિંગ એરિયા બે માળનો છે આ દરમિયાન બેસવાની જગ્યા પર ફાઇબર ગ્લાસ લગાવીને સોશિયલ ડિસ્ટન્સ પણ મેનેજ કરવામાં આવી રહ્યુ છે.

 

Published On - 7:44 am, Tue, 20 July 21

Next Article