OMG : લો બોલો ! બોક્સર મેચ હાર્યો તો પ્રતિસ્પર્ધીનો કાન કરડી ખાવાની કોશિશ કરી, ઘટના કેમેરામાં કેદ

|

Jul 28, 2021 | 10:24 AM

મોરોક્કોના બોક્સર નસીબદાર હતો કે રેફરીની નજરે ચડ્યો નહિ અને તેને કોઈ સજા ન મળી, પરંતુ પરિણામ હજી પણ તેની તરફેણમાં આવ્યું નથી.

OMG : લો બોલો ! બોક્સર મેચ હાર્યો તો પ્રતિસ્પર્ધીનો કાન કરડી ખાવાની કોશિશ કરી, ઘટના કેમેરામાં કેદ
tokyo olympics 2020 boxing morocco boxer youness baalla bites ear of new zealand boxer david nyika

Follow us on

OMG : ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020)માં રોમાંચક મુકાબલો શરુ છે. અનેક દેશોના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે અને પોતાના દેશ માટે મેડલ (Medal)જીતી રહ્યા છે. દર ચાર વર્ષ (આ વખતે 5 વર્ષ) દુનિયાના સૌથી મોટા રમોત્સવનું આયોજનમાં દરેક ખેલાડીનું સપનું મેડલ જીતવાનું હોય છે જેના માટે તે કાંઈ પણ કરવા માટે તૈયાર હોય છે પરંતુ મોરક્કોના એક બોક્સરે (Boxer)તો આ મામલે હદ જ પાર કરી નાખી.

બોક્સિંગ (Boxing)ના મુકાબલામાં જીત માટે ચેહરા પર પંચ લગાવવાના નિયમથી પણ આગળ જઈ બોક્સરે (Boxer)તેમના પ્રતિસ્પર્ધી ખેલાડી (Player)નો કાન કરડી ખાવાની કોશિષ કરતો હતો પરંતુ તેમને સફળતા મળી નહી તે પોતાનો મેચ હારી ઓલિમ્પિકમાંથી બહાર થયો હતો.

બોક્સિંગ રિંગમાં આ ચોંકાવનારી ઘટના મોરક્કો અને ન્યૂઝીલેન્ડના મુકાબલમાં બની હતી. મોરક્કોના યૂનુસ બલ્લા (Youness Baalla) અને ન્યુઝીલેન્ડના ડેવિડ ન્યાકા (David Nyika) વચ્ચે 91 કિલોગ્રામ વજનમાં ત્રીજા રાઉન્ડનો આ મુકાબલો રમાઈ રહ્યો હતો. તે દરમિયાન બલ્લાએ ડેવિડ ન્યાકના કાન કરડી ખાવાની કોશિષ કરી પરંતુ આ ઘટના રેફરીની નજરે આવી ન હતી અને તેમણે પેનલ્ટી પણ મળી નહિ પરંતુ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી મેચ બાદ ન્યાકાએ સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતુ.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

મેચ બાદ ન્યાકાએ જણાવ્યું કે, યૂનુસે કોશિષ જરુર કરી પરંતુ માઉથ ગાર્ડ (Mouth Guard)ના કારણે તેમને સફળતા મળી નહી, ન્યાકાએ કહ્યું તે પુરી રીતે કાટ કરડી ખાવામાં સફળ રહ્યો ન હતો. મારા નસીબ સારા હતા કે, તેમણે માઉથગાર્ડ પહેર્યા હતા. મને લાગતું હતુ તે મારા ગાલને કરડી ખાવા માંગતો હતો.

બાલ્લાની આ કોશિષનો તેમણે કોઈ નુકસાન તો થયું નથી પરંતુ તેનાથી ફાયદો પણ થયો નથી. ત્રણ રાઉન્ડના આ મુકાબલા બાદ 5 જજે એકતરફી નિર્ણયમાં તે 5-0થી હાર આપી અને ન્યાકા ક્વાર્ટર ફાઈનલ (Quarter finals)માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો ન હતો જ્યારે 1997માં મહાન અમેરિકી (America)બોક્સર માઈક ટાયસને ઈવાંડર હોલીફીલ્ડના કાનને બે વાર કરડી ખાધો હતો. ટાયસન તેમની આ હરકતને અંજામ આપવામાં સફળ રહ્યો હતો અને હોલીફીલ્ડના કાનને નુકસાન થયું હતુ.

Next Article