Tokyo Olympics: સિલ્વર મેડલ અપાવનાર મીરાબાઈ ચાનૂ પર થશે પૈસાનો વરસાદ, કોચ માટે પણ ઈનામની ઘોષણા, જાણો રકમ

સિલ્વર મેડલ જીતી ગૌરવ અપાવનારી મીરાબાઈ ચાનુ (Mirabai Chanu)ને રાજ્ય સરકાર અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન રોકડ ઈનામો આપનાર છે. સાથે જ તેના કોચને પણ IOA દ્વારા રોકડ રકમનું ઈનામ અપાશે.

Tokyo Olympics: સિલ્વર મેડલ અપાવનાર મીરાબાઈ ચાનૂ પર થશે પૈસાનો વરસાદ, કોચ માટે પણ ઈનામની ઘોષણા, જાણો રકમ
Mirabai Chanu-coach
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 7:47 PM

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં 100 કરતા વધારે એથ્લેટ્સ ભારત માટે મેડલ જીતવાની આશાઓ લઈને ભાગ લઈ રહ્યા છે. ઘણા વર્ષોની સખત મહેનત પછી આ એથ્લેટ્સ આ તબક્કે પહોંચ્યા છે. તેઓને ઈતિહાસના પાનામાં તેમના નામ લખવાની તક મળશે. મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu)એ વેઈટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને તેની શરૂઆત કરી છે. તેની પર હવે દેશમાં ધનવર્ષા થશે જ સાથે કોચને પણ લાખ્ખો રુપિયા મળશે.

સ્વાભાવિક છે કે ખેલાડીઓ પાસે ઘણી અપેક્ષાઓ હોય છે, પરંતુ તે કોચ જે તેમને આ સ્તરે લાવે છે અને મેચ પહેલા અને મેચ દરમિયાન તેમની સાથે રહે છે. તે જ કારણ છે કે હવે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ તે કોચને સન્માન કરવાનું પણ નક્કી કર્યું છે. IOAએ નિર્ણય લીધો છે કે ચંદ્રક વિજેતા એથ્લેટના કોચને પણ રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

ટોક્યો ઓલિમ્પિક્સ 2020થી ઘરે પરત ફરતા મીરાબાઈ ચાનૂ પર ઈનામો વરસાવવાની ખાતરી છે. તેને મણિપુર સરકાર તરફથી 1 કરોડ રૂપિયા મળશે, જ્યારે 40 લાખ રૂપિયા પણ IOA પાસેથી મળશે. પરંતુ આ સખત મહેનત બદલ માત્ર મીરાબાઈ જ નહીં, પરંતુ તેના કોચ વિજય શર્માને પણ પુરસ્કાર આપવામાં આવશે. IOAએ જાહેરાત કરી છે કે ગોલ્ડ મેડલ વિજેતા કોચને રૂ. 12.50 લાખ, સિલ્વર મેડલ માટે 10 લાખ અને બ્રોન્ઝ મેડલ જીતનારા એથ્લેટના કોચને 7.50 લાખનું ઇનામ આપવામાં આવશે.

મેડલ વિજેતા કોચનું સન્માન કરવામાં આવશે

મીડિયા રિપોર્ટનુસાર IOA સેક્રેટરી જનરલ રાજીવ મહેતાને ટાંકીને જણાવ્યું છે કે ખેલાડીઓ તૈયાર કરનારા કોચને પણ રોકડ ઈનામથી નવાજવામાં આવશે. તેમણે કહ્યું, “તે કોચ, જેમણે ખેલાડીઓને તાલીમ આપી છે અને તેમની સાથે હાજર છે, તેમને પણ રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આનાથી તેમનું મનોબળ વધારવામાં મદદ મળશે. મીરાબાઈના કોચ વિજય શર્માને 10 લાખ રૂપિયા આપવામાં આવશે.

રાષ્ટ્રીય ફેડરેશનને પણ બોનસ મળશે

IOAએ તાજેતરમાં મેડલ વિજેતાઓને રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત ગોલ્ડ મેડલ જીતવા પર 75 લાખ, સિલ્વર પર 40 લાખ અને બ્રોન્ઝ મેડલ પર 25 લાખ રૂપિયાનું ઈનામ આપવાનું નક્કી કરાયું છે. આ સિવાય ટોક્યોમાં ભાગ લેનારા દરેક એથ્લેટને 1 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. મેડલ વિજેતા થનાર રમતના રાષ્ટ્રીય ફેડરેશનને પણ 30 લાખ રૂપિયાનું બોનસ આપવામાં આવશે.

આ પણ વાંચો: Tokyo Olympics: ઘરેણાં વેચીને પુત્રી માટે ખરીદી હતી ખાસ ભેટ, મીરાબાઇએ માતાનું સપનું સાકાર કર્યુ

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">