Tokyo Olympics: ઘરેણાં વેચીને પુત્રી માટે ખરીદી હતી ખાસ ભેટ, મીરાબાઇએ માતાનું સપનું સાકાર કર્યુ

મણિપુરની મીરાબાઇ ચાનૂ (Mirabai Chanu) એ ભારતની 21 વર્ષ થી જોવાઇ રહેલી રાહને ખતમ કરી દીધી હતી. મીરાબાઇએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. મીરાબાઇએ અહીં સુધી પહોંચવા આકરી મહેનત કરવી પડી હતી.

Tokyo Olympics: ઘરેણાં વેચીને પુત્રી માટે ખરીદી હતી ખાસ ભેટ, મીરાબાઇએ માતાનું સપનું સાકાર કર્યુ
Mirabai Chanu

ભારતની મહિલા વેઇટલીફ્ટર મીરાબાઇ ચાનૂ (Mirabai Chanu) એ ઇતિહાસ રચી દીધો હતો. તેણે ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympic 2020)માં મહિલાઓ માટે 49 કિગ્રા શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે જ તે વેઇટલીફ્ટીંગમાં ઓલિમ્પિક મેડલ મેળવનારી બીજી ખેલાડી બની છે. આ ઉપરાંત તે ઓલિમ્પિક રમતોમાં સિલ્વર મેડલ જીતનારી બીજી ભારતીય મહિલા છે.

મીરાબાઇનો સંઘર્ષ ખૂબ જ આકરો રહ્યો છે. તેણે તમામ મુસીબતો થી પાર પડીને અહી સુધીની સફર ખેડી છે. આકરા સંઘર્ષ બાદ મીરાબાઇના ગળામાં ઓલિમ્પિક મેડલ મળ્યો છે. તેણે જીતવા માટે તેની માતા દ્વારા આપવામાં આવેલી એક ભેટને પોતાની સાથે ટોક્યો સાથે લઇને ગઇ હતી.

ટોક્યોમાં શનિવારે વેઇટલીફ્ટીંગમાં શાનદાર પ્રદર્શન દરમ્યાન તેના કાનમાં પહેરેલી એરિંગે પણ ધ્યાન ખેંચ્યું હતુ. જે ઓલિમ્પિકની રિંગો આકાર ની છે. ચાનૂની માતાએ પાંચ વર્ષ પહેલા પોતાના દાગીના વેચીને તેને ભેટ આપ્યા હતા. મીરાબાઇની માતાને આશા હતી કે, તેનાથી તેનું ભાગ્ય ચમકશે. રિયો 2016 રમતોમાં તે મેડલ જીતી શકી નહોતી.

જોકે આજે સવારે ટોક્યો ઓલિમ્પિક રમતોમાં મેડલ જીતી લીધો હતો. ત્યારથી તેની માતા સેખોમ ઓંગ્બી તોમ્બી લીમાને ખુશીના આંસૂ રોકાતા નથી. લીમાએ મણિપુરમાં પોતાના ઘરેથી, મીડિયા રિપોર્ટ્સમાં કહ્યું હતું કે, મે એરીંગ્સ ટીવી પર જોઇ હતી. જે મેને તેને 2016માં રિયો ઓલિમ્પિક્સ પહેલા આપી હતી. મેં મારી પાસે રહેલા સોના અને પોતાની બચતથી તેના માટે બનાવ્યા હતા. જેનાથી તેનું ભાગ્ય ચમકે અને તેને સફળતા મળે.

કર્ફ્યુ હોવા છતાં મહેમાન આવ્યા હતા

આ સાથે, જ્યારે મીરાબાઈ એ ત્યારે 2016 ની રિયો ઓલિમ્પિકની નિરાશાને પણ પાછળ છોડી દીધી. જ્યારે તે કોઈ પણ વધુ પ્રયાસ કરી રહી ન હતી. મણિપુરની રાજધાની ઇમ્ફાલથી 25 કિલોમીટર દૂર તેનું ગામ આવેલું છે. તેના ગામ નોંગપોક કાકચિંગમાં કોવિડ -19 રોગચાળાને કારણે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. તેમ છતાં શુક્રવારની રાતથી મહેમાનોની અવર જવર શરુ થઇ ગઇ હતી.

મીરાબાઇને ત્રણ બહેનો અને બે વધુ ભાઈઓ છે.તેની માતાએ કહ્યું, તેણે અમને કહ્યું હતું કે તે કોઈપણ રીતે ગોલ્ડ મેડલ અથવા કમશેકમ મેડલ જીતશે. તેથી દરેક આમ થવાની રાહ જોતા હતા. દુર રહેવાવાળા અમારા સગાંસંબંધી ગઇકાલે સાંજે આવી ગયા હતા. તેઓ રાત્રે અમારા ઘરમાં રોકાયા હતા.

આ ઉપરાંત આજ સવારે તો અમારા વિસ્તારના લોકો પણ આવ્યા હતા. તેથી અમે ટીવી ઉંચે જ લગાવી દીધું હતું. જેના કારણે ટોક્યોમાં મીરાબાઈને રમત રમતા જોવા માટે 50થી પણ વધુ લોકો જોડાઈ ગયા અને તેની રમત પણ નિહાળી હતી. ઘણા લોકો તો આંગણામાં પણ બેસી ગયા હતા. જેનાથી અહીં કોઈ તહેવાર હોય તેવું લાગી રહ્યું હતું.

ભાવુક થયેલ માતા-પિતાના શબ્દો

તેણે કહ્યું, તેને જોઈને મારી આંખોમાં આંસુ આવ્યા અને તે પણ જ્યારે તે મેડલ જીતશે. તેના પિતા (સેખોમ ક્રુતી મેઈતેઈ) ની પણ આંખોમાં આંસુ હતા. ખુશીના આંસુ. તેણે પોતાની મહેનત દ્વારા સફળતા મેળવી હતી.

મીરાબાઇને ટોક્યોમાં ઇતિહાસ રચતી જોવા માટે ઘણા સબંધીઓ અને મિત્રો પણ ત્યાં હાજર હતા. મીરાબાઈએ ઓલમ્પિકમાં વેઇટલિફ્ટિંગ મેડલ માટે રજત ચંદ્રક સાથે ભારતે 21 વર્ષથી જોવાઇ રહેલી રાહ ખતમ કરી હતી. આ સાથે જ ટોક્યોમાં ભારતે મેડલ માટે ખાતું ખોલ્યું હતું. છવ્વીસ વર્ષીય ચાનૂએ કુલ 202 કિલો (87 કિગ્રા + 115 કિલો) ઉપાડીને, 2000 સિડની ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર કર્ણમ મલ્લેશ્વરીને પાછળ છોડી દીધી.

પહેલા નથી કર્યો આવો અનુભવ

લીમાએ કહ્યુ, અનેક પત્રકારો આવ્યા. અમે ક્યારે આ પ્રકારનો અનુભવ નથી કર્યો. મીરાબાઇ એ ટોક્યોમાં વેઇટલીફ્ટીંગ એરેનામાં પોતાની સ્પર્ધા શરુ થવા પહેલા ઘરે વિડીયો કોલ કર્યો હતો. ચાનૂએ પોતાના માતા પિતાના આશિર્વાદ વિડીયો કોલ દ્વારા મેળવ્યા હતા.

મીરબાઇની પિતરાઇ બહેન અરોશિનીએ કહ્યુ, તે ખૂબ ઓછુ ઘરે આવે છે (ટ્રેનિંગને લઇ) આ માટે તેણે બીજા થી વાત કરવા માટે વ્હોટસેપ ગૃપ બનાવી રાખ્યુ છે. આજે સવારે તેણે અમારા બધાથી વિ઼ડીયો કોલ પર વાત કરી હતી. તેણે માતા પિતાના આશિર્વાદ લીધા હતા. તેણે કહ્યુ હતુ કે, દેશના માટે સ્વર્ણ પદક જીતવા માટે મને આશિર્વાદ આપો. તેમણે આશિર્વાદ આપ્યા હતા. તે ખૂબ જ ભાવૂક પળો હતી.

આ પણ વાંચોઃ MirabaiChanu : મીરા બાઈ ચાનૂએ મેડલ જીતી ઈતિહાસ રચ્યો, 21 વર્ષ બાદ ભારતને વેટલિફ્ટિંગમાં મેડલ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati