Tokyo Olympics 2020: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય બોક્સરની કહાની સાંભળીને સચિન તેંડુલકરને કર્યો યાદ

|

Jul 13, 2021 | 11:59 PM

આ બોક્સરે શારીરીક અને માનસીક અડચણોને પાર કરી છે. ત્યારબાદ તે ટોક્યો ઓલિમ્પિકમાં સ્થાન મળવ્યુ છે. જેને લઇ વડાપ્રધાન મોદી (Narendra Modi) એ તેની ભાવનાઓની સરાહના કરી હતી.

Tokyo Olympics 2020: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય બોક્સરની કહાની સાંભળીને સચિન તેંડુલકરને કર્યો યાદ
Prime Minister Narendra Modi-Sachin Tendulkar

Follow us on

23 જૂલાઈથી જાપાનમાં ઓલિમ્પિક રમતો (Tokyo Olympics)ની શરુઆત થનારી છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ રમતોના મહાકુંભમાં જનારા ખેલાડીઓ સાથે મંગળવારે વાતચીત કરી હતી. જે દરમ્યાન પીએમ મોદીએ (PM Modi) ભારતીય પુરુષ બોક્સર આશિષ કુમાર (Ashish Kumar)ની સફર વિશે જાણકારી મેળવી હતી.

 

આશિષ કુમારે પોતાના પિતાને બિમારી દરમ્યાન ગુમાવ્યા હતા. જેની પર પીએમ મોદીએ ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું ઉદાહરણ આપ્યુ હતુ.  બોક્સર આશિષ કુમારના પિતા રાષ્ટ્રીય સ્તરે કબડ્ડી ખેલાડી હતા. તેમનુ ગત ફેબ્રુઆરી મહિના દરમ્યાન અવસાન થયુ હતુ. જેના કેટલાક દિવસ બાદ જ આશિષ કુમાર એક ટુર્નામેન્ટમાં ભાગ લેનારો હતો. આ દરમ્યાન તે કોરોના સંક્રમિત થયો હતો. જોકે તેણે તેના પિતાનું સ્વપ્ન પુરુ કર્યુ હતુ. તેના પિતા પોતાના પુત્રને ઓલિમ્પિક રમતોમાં રમતો જોવા ઈચ્છતા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

પીએમ એ જ્યારે આશિષને તેના બોક્સીંગમાં કરિયર બનાવવાનું પસંદ કરવાને લઈ પુછ્યુ તો તેણે કહ્યું હતુ મારા પિતા ખૂબ સારા કબડ્ડી ખેલાડી હતા. તે પણ ઈચ્છતા હતા કે હું પણ ખેલાડી બનુ મારો ભાઈ રેસલીંગ કરતો હતો અને બોક્સિંગ પણ કરતો હતો તો મને પણ આ દિવસોમાં બંનેમાંથી એક રમતને પસંદ કરવા માટે કહ્યુ હતુ. હું પાતળો હતો અને વધારે બોડી બિલ્ડીંગવાળુ શરીર નહોતુ. જેનાથી મને લાગ્યુ તુ કે, હું રેસલીંગ તો નહી કરી શકુ જેથી મેં બોક્સીંગ પસંદ કરી હતી.

 

પીએમ મોદીએ સાંભળી આશિષ કુમારની વાત

પોતાના પિતાના મોત અને કોરોના અંગે આશિષે વડાપ્રધાનને વાત કરી હતી. એક ટૂર્નામેન્ટના 25 દિવસ પહેલા મારા પિતાજીનું નિધન થયુ હતુ. હું ખૂબ જ શોકમગ્ન હતો. તે સમયે મને મારા પરિવારના સમર્થનની ખૂબ જરુર હતી, જે મને મળ્યુ હતુ. મારા મિત્રોએ પણ મને સપોર્ટ કર્યો હતો. સૌએ મને બધુ જ છોડીને કેમ્પમાં જવા અને પિતાના સ્વપ્નાને પુરુ કરવા માટે કહ્યુ હતુ. જ્યારે હું સ્પેનમાં હતો, ત્યારે કોરોના પોઝિટિવ થયો હતો. જ્યાં મારા માટે અભ્યાસને લઈ ખાસ વ્યવસ્થા કરી હતી.

 

સચિને શતક ફટકારી પિતાને શ્રદ્ધાંજલી અર્પી હતી

આશિષ કુમારની વાત સાંભળ્યા બાદ પીએમ મોદીએ તેને સચિન તેંડુલકરનું ઉદાહરણ આપ્યુ હતુ. સચિને 1999 વિશ્વકપ દરમ્યાન પિતાના ગુમાવ્યા હતા. ત્યારે તે ટૂર્નામેન્ટમાં પરત ફરીને શતક નોંધાવ્ય હતુ. પીએમએ કહ્યું તેંડુલકર પણ એક સમયે મહત્વપૂર્વ રમત ટૂર્નામેન્ટ રમી રહ્યા હતા. ત્યારે તેમના પિતાનું અવસાન થયુ હતુ. તેમણે પોતાની રમતના માધ્યમથી પિતાને શ્રદ્ધાંજલી આપી હતી. તમે પણ એવુ જ ઉદાહરણ આપ્યુ છે.

 

આગળ વાત કરતા પીએમ મોદી કહ્યું હતુ તમે પોતાના પિતા ગુમાવવા છતાં દેશ માટે તમે તન મનથી જોડાઈ ચુક્યા છો. તમે એક ખેલાડી તરીકે તમે વિજેતા છો. સાથે જ એક વ્યક્તિના રુપમાં પણ તમે શારીરીક અને ભાવનાત્મક પરેશાનીઓ પર વિજય મેળવ્યો છે. અમને વિશ્વાસ છે તે તમે ઓલિમ્પિકમાં સારુ પ્રદર્શન કરશો.

 

 આ પણ વાંચોઃ TOKYO OLYMPICS 2020: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો જનારા ખેલાડીઓ સાથે કરી વાત, ગુજરાતને આમ કહી કર્યુ યાદ

Next Article