પી.વી સિંધુએ ચીનની હી બિંગજિયાને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો, સતત બે ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી

|

Aug 01, 2021 | 6:51 PM

ભારતની બેડમિન્ટન સ્ટાર પી વી સિંધુએ ( P V Sindhu ) અગાઉની મેચ હારી ગઈ હોવા છતા મક્કમ મનોબળ સાથે આજે મેદાનમાં ઉતરી હતી. પ્રતિભાવંત પી વી સિંધુએ ચીનની હી બિંગજિયાને પારસ્ત કરીને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત અનેક લોકોએ પી વી સિંધુની સિધ્ધિને બિરદાવી હતી.

પી.વી સિંધુએ ચીનની હી બિંગજિયાને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો, સતત બે ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી
match won by PV Sindhu get a bronze medal

Follow us on

Tokyo Olympics 2020 બેડમિન્ટનમાં ભારતની પી વી સિંધુએ ( P V Sindhu ), ચીનની હી બિંગજિયા સાથે સ્પર્ધામાં ઉતરી છે. પ્રથમ સેટમાં પી વી સિંઘુએ, ચીનની હી બિંગજિયાને, 21 વિરૂધ્ધ 13થી કારમી હાર આપી છે. પી વી સિંધુ આજની આ મેચમાં ભવ્ય જીત મેળવીને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. પી વી સિંધુએ બ્રોન્ઝ મેડલ મેળવવાની સાથે ભારતને આ ઓલિમ્પિકમાં બીજો મેડલ મળ્યો છે. અગાઉ મીરાબાઈ ચાનુને રજત ચંદ્રક મળ્યો હતો.

પી. વી સિંધુ અગાઉની મેચ હારી ગઈ હતી પરંતુ આજની મેચમાં તે શાનદાર ફોર્મ દાખવી રહી છે. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની હારના કારણે ફેન્સની ગોલ્ડ મેડલની આશા તૂટી ગઇ હતી. પરંતુ પી વી સિંધુએ તેની ઉત્કૃષ્ટ રમત દાખવીને શાનદાર જીત સાથે ઓલિમ્પિક મેડલ જીતીને ફેન્સને નિરાશ નથી કર્યા પ્રથમ સેટમાં જીત મેળવ્યા બાદ તે બીજા સેટમાં પણ તેના પ્રતિસ્પર્ધી સામે આગળ ચાલી રહી છે. પ્રથમ સેટની રમત 23 મીનીટ સુધી ચાલી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ટોકયો ઓલિમ્પિકમાં ભારતીય શટલર પી વી સિંઘુએ ઈતિહાસ રચ્યો છે. સિંધુને બ્રોન્ઝ મેડલ માટે રમાયેલી આજની મેચમાં ચીનની હી બિંગ જિયાને સીધા સેટમાં 21-12, 21-15થી કારમી હાર આપી હતી. ચીનની હી બિંગ જિયા સામે આસાનીથી પહેલો સેટ જીતી લીધો હતો. પરંતુ બીજા સેટમાં જીતવા માટે પી વી સિંધુને થોડીક મહેનત કરવી પડી હતી. આ સાથે જ પી વી સિંધુ ભારતની પહેલી એવી મહિલા ખેલાડી છે કે જેણે સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હોય. અગાઉ પણ પી વી સિંધુએ રીયો ખાતે રમાયેલ ઓલિમ્પિકમાં પણ મેડલ મેળવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પી વી સિંધુની આજની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

 

પી વી સિંધુના પિતા પી વી રમણે પણ પી વી સિંધુની રમતને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. સાથોસાથ પી વી સિંધુનો ઉત્સાહ વધારવા બદલ તમામનો આભાર માન્યો હતો.

Published On - 5:55 pm, Sun, 1 August 21

Next Article