ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરને ભારતીય સ્કોરની મજા લેવાનુ ભારે પડ્યુ, વિદેશી બોર્ડે ભૂતકાળ તાજો કરાવ્યો

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાયેલી એડિલેડ ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોની નિષ્ફળતાની ચર્ચા ચોતરફ થઇ રહી છે. મજબૂત બેટીંગ લાઇનઅપ માત્ર 36 રન પર જ ઓલઆઉટ થઇ તે હજુ પણ સપના સમાન લાગી રહ્યુ છે. ભારતના આ નિમ્ન સ્કોરને લઇને કોઇ હેરાની અનુભવી રહ્યુ છે તે કોઇ મજા લઇ રહ્યુ છે. મજા લેવામાં ઓસ્ટ્રેલીયાના પુર્વ ઝડપી બોલર […]

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરને ભારતીય સ્કોરની મજા લેવાનુ ભારે પડ્યુ, વિદેશી બોર્ડે ભૂતકાળ તાજો કરાવ્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 21, 2020 | 7:04 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાયેલી એડિલેડ ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોની નિષ્ફળતાની ચર્ચા ચોતરફ થઇ રહી છે. મજબૂત બેટીંગ લાઇનઅપ માત્ર 36 રન પર જ ઓલઆઉટ થઇ તે હજુ પણ સપના સમાન લાગી રહ્યુ છે. ભારતના આ નિમ્ન સ્કોરને લઇને કોઇ હેરાની અનુભવી રહ્યુ છે તે કોઇ મજા લઇ રહ્યુ છે. મજા લેવામાં ઓસ્ટ્રેલીયાના પુર્વ ઝડપી બોલર ડેમિયન ફ્લેંમિગ પણ શામેલ છે. ભારતની બીજી પારીને લઇને કહ્યુ હતુ કે, આવી રમત તેણે છેલ્લે અંડર-12માં જોઇ હતી. જોકે તેને આ કોમેન્ટ ભારે પડી ગઇ હતી. આઇસલેન્ડ ક્રિકેટ ના ટ્વિટર એકાઉન્ટ દ્રારા ઓસ્ટ્રેલીયાના 47 રન પર ઓલઆઉટ થવાના ઉદાહરણને રજૂ કર્યુ હતુ.

ફ્લેમિંગએ મેચ દરમ્યાન જ બીબીસીના માટે કોમેન્ટરી કરવા દરમ્યાન કહ્યુ હતુ. કે ભારતની બેટીંગ પર તેમને માન્યામાં નથી આવતુ. તેણે કહ્યુ કે, મે જોયુ, તો મને 36 દેખાયુ, જોકે મને માન્યામાં ના આવ્યુય આ પાગલપન છે. આખરી વાર મે આવુ કંઇક અંડર-12 માં જોયુ હતુ. ફ્લેંમિંગ મુજબ પિચમાં વધારે મદદ નહોતી. પરંતુ ઓસ્ટ્રેલીયાના બોલરોએ એક પણ ખરાબ બોલ નહોતી કરી. ફ્લેમિંગના આ નિવેદન પર આઇસલેન્ડ ક્રિકેટે પણ તેને ભેરવતા જવાબ વાળ્યો હતો.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આઇસલેન્ડ ક્રિકેટે દ્રારા આ દશકનો જ ભૂતકાળ યાદ કરાવી દીધો કે જ્યારે નાનકડા સ્કોરે ઓસ્ટ્રેલીયા સમેટાયુ હતુ. વર્ષ 2011માં દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉનમાં ઓસ્ટ્રેલીયાનુ માત્ર 47 રન ફિડલુ વળી ગયુ હતુ. આઇસલેન્ડ ક્રિકેટે ફ્લેમિંગના બયાન અને ઓસ્ટ્રેલીયાના તે સ્કોરની તસ્વિર જ ટ્વિટ કરી દીધી. સાથએ જ લખ્યુ 2011. કેપટાઉન. 21 પર 9 અને પછી 47 પર ઓલઆઉટ. તે સમયે આપ 41ના હતા.

જે મેચને યાદ કરાવી હતી તેમાં ઓસ્ટ્રેલીયા પોતાની બીજી ઇનીંગમાં 47 પર સમેટાઇ હતી. મજાની વાત એ છે કે ઓસ્ટ્રેલીયા પહેલી પારી બાદ લીડ મેળવી હતી. દક્ષિણ આફ્રિકાએ તે મેચ ને આઠ વિકેટે જીતી હતી. આ મેચમાં પહેલા રમતા ઓસ્ટ્રેલીયાએ કેપ્ટન માઇકલ ક્લાર્કના 151 રનની મદદ થી 284 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકા 96 રન પર ઓલઆઉટ થયુ હતુ. પરંતુ બીજી ઇનીંગમાં વર્નોન ફિલેન્ડર, મોર્ને મોર્કલ અને ડેલ સ્ટેન એ કાંગુરુ ટીમને 47 રન પર પેવેલિયન મોકલી દીધી હતી. તેમના તરફ થી માત્ર પીટર સિડલ 12 સાથે બે આંકડે પહોંચ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ જીતના 236 રનના સ્કોરને બે વિકેટ ગુમાવીને પાર કર્યો હતો. જેમાં કેપ્ટન ગ્રીમ સ્મિથ અને હાશિમ અમલા ની સદીની મદદ થી આઠ વિકેટે જીત મેળવી હતી.

ડેમિયન ફ્લેમિંગ, પોતાના જમાનાનો શ્રેષ્ઠ ઝડપી બોલર પૈકીનો એક હતો. તેણે ઓસ્ટ્રેલીયા માટે 20 ટેસ્ટમાં 75 અને 88 વન ડે માં 134 વિકેટ ઝડપી હતી.1994 થી 2001 સુધી આતંરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. બાદમાં તે કોચિંગ અને કોમેન્ટ્રીમાં સેટ થયો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">