Team India: નવા વર્ષમાં ભરચક કાર્યક્રમોથી રહેશે વ્યસ્ત, જાણો 2021નુ ક્રિકેટ કેલેન્ડર

ભલે વર્ષ 2020માં કોરોના મહમારી (Corona epidemic) ને લઇને ક્રિકેટ મોટેભાગે છીનવાઇ ગઇ હોય. વિશ્વની મોટા ભાગની રમતોને કોરોના ને લઇને 2020માં અસર પહોંચી હતી. અનેક મોટી ટુર્નામેન્ટોને મોકૂફ રાખવાની કે મોડી કરવાની પણ ફરજ પડી હતી. પરંતુ હવે નવુ વર્ષ નવી આશાઓ લઇને આવ્યુ છે. નવા વર્ષ 2021માં ભારતીય ક્રિકેટરોએ નોન સ્ટોપ ક્રિકેટ રમવાની […]

Team India: નવા વર્ષમાં ભરચક કાર્યક્રમોથી રહેશે વ્યસ્ત, જાણો 2021નુ ક્રિકેટ કેલેન્ડર
Team India
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 01, 2021 | 9:58 AM

ભલે વર્ષ 2020માં કોરોના મહમારી (Corona epidemic) ને લઇને ક્રિકેટ મોટેભાગે છીનવાઇ ગઇ હોય. વિશ્વની મોટા ભાગની રમતોને કોરોના ને લઇને 2020માં અસર પહોંચી હતી. અનેક મોટી ટુર્નામેન્ટોને મોકૂફ રાખવાની કે મોડી કરવાની પણ ફરજ પડી હતી. પરંતુ હવે નવુ વર્ષ નવી આશાઓ લઇને આવ્યુ છે. નવા વર્ષ 2021માં ભારતીય ક્રિકેટરોએ નોન સ્ટોપ ક્રિકેટ રમવાની છે. જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલીયા (Australia) સામેની વર્તમાન સીરીઝ જારી રહેશે. ત્યાર બાદ ઘર આંગણે ફેબ્રુઆરી થી ઇંગ્લેન્ડ (England) સામેની ત્રણેય ફોર્મેટની સીરીઝ રમાશે. તો સાથે જ ભારતમાં T20 વિશ્વ કપ (World Cup) પણ યોજાનાર છે.

વર્ષ 2021ના વર્ષમાં ભારતીય ટીમ નવા ચાર પ્રવાસ ખેડશે. જેમા જૂનમાં શ્રીલંકા, જુલાઇમાં ઝિમ્બાબ્વે, ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં ઇંગ્લેંડ પ્રવાસ અને અંતમાં ડિસેમ્બરમાં આફ્રિકાનો પ્રવાસ કરશે. વર્ષની શરુઆતના દિવસોમાં વર્તમાનમાં હાલ ભારતીય ટીમ અગાઉ થી જ ઓસ્ટ્રલીયા પ્રવાસે છે.

વિશ્વકપ 2021 T20 વિશ્વ કપ ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમ્યાન ભારતમાં રમાનારો છે. ભારતે 2007 માં T20 વિશ્વકપ બાદ આ ટુર્નામેન્ટ ક્યારેય જીત્યુ નથી. ઘરઆંગણે ભારતીય ટીમ માટે આ એક મહત્વનો મોકો બની રહેશે. ક્રિકેટ રસિકોને પણ ઘર આંગણે ICC વિશ્વકપ માણવાનો લ્હાવો મળી શકશે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

જાન્યુઆરી 2021 ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વર્તમાન ટેસ્ટ સીરીઝની બે મેચ રમાઇ ચુકી છે. જ્યારે હજુ બે ટેસ્ટ મેચ રમવાની બાકી છે. જે બંને મેચ જાન્યુઆરી માસ દરમ્યાન રમાનારી છે. જેમાં સીરીઝની ત્રીજી મેચ 7 જાન્યુઆરી થી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી છે. જ્યારે સીરીઝની અંતિમ ટેસ્ટ મેચ બ્રિસબેનમાં 15 જાન્યુઆરી થી રમાનારી છે. બંને ટેસ્ટ મેચ પુરી થતા જ ભારતનો ઓસ્ટ્રેલીયા પ્રવાસ પૂર્ણ થશે.

ફેબ્રુઆરી-માર્ચ 2021 5 મી ફેબ્રુઆરી થી 28 માર્ચ સુધી ભારતે ઇંગ્લેંડ નુ યજમાન પદ સંભાળવાનુ છે. આ દરમ્યાન ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ચાર ટેસ્ટ, પાંચ T20 અને ત્રણ વન ડે મેચ ની સીરીઝ રમાનારી છે. પ્રથમ ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરીએ રમાશે. બીજી ટેસ્ટ 13 ફેબ્રુઆરી, ત્રીજી 24 ફેબ્રુઆરી અને ચોથી અંતિમ ટેસ્ટ 4 માર્ચ થી રમાનારી છે. માર્ચ મહિનાની 12,14,16,18 અને 20 માર્ચે T20 મેચ રમાનારી છે. માર્ચ માસમાં જ 23,26 અને 28 મી એ વન ડે સીરીઝ રમાનારી છે.

એપ્રિલ-મે 2021 ગત વર્ષે મોડે થી યોજાયેલી આઇપીએલ આ વર્ષની તેની 14 મી સિઝન તેના નિયત સમાયાનુસાર યોજાઇ શકે છે. ગત વર્ષે કોરોના મહામારીને લઇને આઇપીએલને દેશની બહાર યુએઇમાં યોજવી પડી હતી. પરંતુ ચાલુ વર્ષે હવે આઇપીએલ દેશમાં જ યોજાઇ શકે છે. જે દેશમાં નવા વર્ષે ક્રિકેટ ફિવરને વધારી મુકશે.

જૂન-જુલાઇ 2021 આઇપીએલ ટુર્નામેન્ટ પુર્ણ થયા બાદ ટીમ ઇન્ડીયા શ્રીલંકાના પ્રવાસે જશે. જ્યાં ભારતીય ટીમ 3 વન ડે મેચની સીરીઝ અને 5 T20 મેચની સીરીઝ રમશે. ત્યાર બાદ પણ ટીમ ઇન્ડીયા શ્રીલંકામાં જ રોકાણ કરશે. કારણ કે ત્યાં જ એશિયા કપ રમાનારો છે.

જુલાઇ-2021 શ્રીલંકામાં એશિયા કપ (Asia Cup) રમ્યા બાદ ટીમ ઇન્ડીયા ઝિમ્બાબ્વે માટે રવાના થશે. જે પ્રવાસ ગત વર્ષ 2020માં થનારો હતો. પરંતુ કોરોનાને લઇને તે સ્થગિત કરવામાં આવ્યો હતો. જ્યાં ભારતીય ટીમ મર્યાદીત ઓવરની સીરીઝ રમશે.

ઓગષ્ટ-સપ્ટેમ્બર 2021 ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ ભારત ઇંગ્લેંડના પ્રવાસે પહોંચશે. ઓગષ્ટમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના રીતે આ સીરીઝ ખૂબ જ મહત્વની બની રહેશે.

ઓક્ટોબર 2021 ઇંગ્લેંડ પ્રવાસ બાદ ટીમ ઇન્ડીયા ભારત પરત ફરશે અને દક્ષિણ આફ્રિકા સામે ઘર આંગણે સીરીઝ રમશે. જે T20 વિશ્વ કપ પહેલા રમાશે.

નવેમ્બર 2021 T20 વિશ્વકપ બાદ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે સીરીઝ રમશે. બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચ અને ત્રણ T20 મેચ ની સીરીઝ રમાનારી છે.

ડિસેમ્બર 2021 વર્ષના અંતમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ખેડશે. આ પ્રવાસમાં ટીમ ઇન્ડીયા ત્રણ ટેસ્ટ અને ત્રણ T20 મેચોની સીરીઝ રમશે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">